Makar Sankranti 2022: મકર સંક્રાંતિના દિવસે દાનનુ મળે છે મોટુ પુણ્ય, જાણી લો શુભ મુહૂર્ત
નવી દિલ્લીઃ મકર સંક્રાંતિના પર્વ પર હિંદુ ધર્મનો વિશેષ તહેવાર ઉતરાયણ આવે છે. આ ઋતુ પરિવર્તનનુ પણ પ્રતીક છે અને સાથે જ શુભ કાર્યોનો આરંભ થવાના પણ સંકેત આપે છે. ઉત્તર ભારતમાં જ્યાં તેને મકર સંક્રાંતિ તરીકે મનાવવામાં આવે છે ત્યાં દક્ષિણ ભારતમાં પોંગલ અને આસામમાં બિહુ તરીકે આ પર્વની ધૂમ રહે છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની વિશેષ પૂજા, દાન કરવા અને ખિચડી ખાવાની વિશેષ પરંપરા રહી છે. આવો, જાણીએ મકર સંક્રાંતિ 2022ના વિશેષ મુહૂર્ત, આ પર્વ સાથે જોડાયેલી પરંપરા અને પૌરાણિક કથાઓ વિશે.

મકર સંક્રાંતિની તિથિ અને શુભ મુહૂર્ત
આ વખતે મકર સંક્રાંતિ પર શુભ મુહૂર્ત 14 જાન્યુઆરીની બપોરે આરંભ થઈ રહ્યો છે. સવારે 8 વાગીને 5 મિનિટ બાદથી સ્નાન દાનનુ મુહૂર્ત છે અને સૂર્ય બપોરે 2 વાગીને 9 મિનિટે મકર રાશિમાં આવી રહ્યા છે. મકર સંક્રાંતિનુ પુણ્ય કાળ મુહૂર્ત બપોરે 2.12 વાગ્યાથી સાંજે 5.45 સુધી.
મહાપણ્ય કાળ મુહૂર્ત બપોરે 2.12 વાગ્યાથી 2.36 વાગ્યા સુધી.

મકર સંક્રાંતિ સાથે સંબંધિત પૌરાણિક કથાઓ અને મહત્વ
પૌરાણિક કથાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે જ સૂર્યદેવ પોતાના પુત્ર શનિને મળવા જાય છે. શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને એ વખતે તે મકર રાશિનુ જ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા માટે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ પર્વને પિતા પુત્રના મિલનનુ પર્વ પણ માનવામાં આવે છે.
માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ પણ પૃથ્વી લોક પર અસુરોનો સંહાર કરીને તેમના માથાને કાપીને મંદાર પર્વત પર દાટી દીધુ હતુ. ભારતમાં મકર સંક્રાંતિને અમુક જગ્યાએ ઉત્તરાયણ કહેવામાં આવે છે.
આ સાથે જ મહાભારત કાળમાં ભીષ્ણ પિતામહે પણ પોતાના પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિના દિવસને જ પસંદ કર્યો હતો. ભીષ્મએ મોક્ષ મેળવવા માટે સૂર્યનુ ઉતરાયણ થયા બાદ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો કારણકે ઉત્તરાયણમાં શરીરનો ત્યાગ કરવાથી વ્યક્તિની આત્માને મોક્ષ મળે છે.

પરંપરાઓ અને રીતિ-રિવાજ
મકર સંક્રાંતિના શુભ અવસર પર નદીમાં સ્નાન કરવુ, વ્રત કરવુ, દાન પુણ્ય અને ભગવાન સૂર્યની ઉપાસના કરવી ખૂબ જ શુબ હોય છે. આ દિવસે જો વ્યક્તિ શનિ દેવ માટે પ્રકાશનુ દાન કરે તો ખૂબ લાભ મળી શકે છે. સંક્રાંતિના અવસર પર પિતૃઓનુ ધ્યાન અને તેમને તર્પણ પણ કરવામાં આવે છે. યુપી, પંજાબ, બિહાર, આસામ અને તમિલનાડુમાં આ દિવસ નવો પાક કાપવા તરીકે પણ મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તલ, ગોળ અને ખિચડી ખાવાનુ વિશેષ મહત્વ હોય છે. દેશના ઘણા ભાગોમાં આ દિવસ પતંગ ઉડાવવાની પણ પરંપરા રહી છે.