
Makar Sankranti 2022: સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, આ રાશિઓનુ ખુલશે નસીબ, જાણો તમારી રાશિ પર અસર
નવી દિલ્લીઃ મકર સંક્રાંતિ હિંદુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે તેને મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી દરેક રાશિની વ્યક્તિઓ પર અસર પડે છે. આવો જાણીએ કે આ વખતની મકર સંક્રાંતિ કોના માટે ખુશખબરી લઈને આવી રહી છે અને કોના નસીબના દરવાજા ખોલી રહી છે. તમને જણાવી દઈએ કે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતા જ ખરમાસ કે ધનુરમાસ પણ સમાપ્ત થઈ જશે. આ સાથે જ લગ્ન વગેરે શુભ કાર્યો ફરીથી શરુ થશે.
આ હશે રાશિઓ પર અસર
મેષ
સૂર્યદેવનુ ગોચર તમારા દશમ ભાવમાં થશે. આ ગોચરથી તમને પોતાના કરિયરમાં કઠોર મહેનતનુ ફળ જરુર મળશે. તમારી પ્રગતિ થશે, સાથે જ આ દરમિયાન તમારા પિતાની પણ પ્રગતિ સુનિશ્ચિત થશે.
વૃષભ
સૂર્યદેવ તમારા નવમ ભાવનાં ગોચર કરશે. આ સ્થાન પર સૂર્યનુ ગોચર તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. તમે પોતાના કાર્યોમાં જેટલી મહેનત કરશો તેનાથી તમને શુભ ફળ મળશે.
મિથુન
સૂર્યદેવ તમારા આઠમાં ભાવમાં ગોચર કરશે. આ સ્થાને સૂર્યના ગોચરથી તમારા જીવનમાં વૃદ્ધિ થશે અને તમારુ સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.
કર્ક
સૂર્યદેવ તમારા સપ્તમ ભાવનાં ગોચર કરશે. આ સ્થાને સૂર્યના ગોચરથી તમારુ દામ્પત્ય જીવન સુખમય રહેશે.
સિંહ
સૂર્યદેવ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સ્થાને સૂર્યના ગોચરના કારણે તમારે તમારા શત્રુ પક્ષથી દૂર રહેવાની જરુર છે. દોસ્તો સાથે સંબંધ સારા થશે.
કન્યા
સૂર્યદેવ તમારા પંચમ ભાવનાં ગોચર કરશે. આ ગોચરથી તમારે કોઈ પણ કામ સમજી-વિચારીને કરવુ અને પોતાનો વિવેક જાળવી રાખવો.
તુલા
સૂર્યદેવ તમારા ચતુર્થ ભાવનાં ગોચર કરશે. આ ગોચરથી તમને જમીન અને વાહનનુ સુખ પણ મળવાની આશા છે.
વૃશ્ચિક
સૂર્યદેવ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે. આ ગોચરના કારણે તમને પોતાના ભાઈઓ અને બહેનોથી અપેક્ષિત સહયોગ નહિ મળે.
ધન
સૂર્યદેવ તમારા બીજા સ્થાન પર ગોચર કરશે. આ ગોચરથી તમને ધન વૃદ્ધિના ઘણા સાધનો પ્રાપ્ત થશે. તમને અચાનક ધન લાભ થઈ શકે છે.
મકર
સૂર્યદેવ તમારા પ્રથમ સ્થાન પર ગોચર કરશે. આ ગોચરથી તમને પ્રેમ સંબંધનો પૂરો લાભ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
કુંભ
સૂર્યદેવ તમારા બારમાં ભાવમાં ગોચર કરશે. આ ગોચરથી તમારુ યૌન જીવન તો સારુ રહેશે પરંતુ સાથે જ તમારા ખર્ચા પણ વધશે.
મીન
સૂર્યદેવ તમારા એકાદશ ભાવમાં ગોચર કરશે. આ ગોચરથી તમને સારી આવક થશે. તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે. સાથે જ તમારી જે પણ ઈચ્છા હશે તે જરુર પૂરી થશે.