For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોમેન્ટિક કે એડવેન્ચરસ કેવા પાર્ટનર બનશો તમે, જન્મતારીખ પરથી જાણો મેરેજ લાઈફ વિશે

શું તમે રિલેશનશિપ કે લગ્ન વિશે વિચારી રહ્યા છો ? શું તમે એ જાણવા ઈચ્છો છો કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ.

|
Google Oneindia Gujarati News

શું તમે રિલેશનશિપ કે લગ્ન વિશે વિચારી રહ્યા છો ? શું તમે એ જાણવા ઈચ્છો છો કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ. તો આ સવાલોના જવાબ માટે તમે જન્મતારીખનો આધાર લઈ શકો છો. તમારા જન્મની તારીખ તમારી પર્સનાલિટી અને તમારી રિલેશનશિપ વિશે ઘણું કહે છે.

અંકશાસ્ત્રના આધારે તમારા લગ્ન વિશેની માહિતી મેળવવા માટે તમારી જન્મ તારીખ ખૂબ જ મહત્વની છે. તમે જાતે જ હિસાબ કરો અને તમારી જન્મતારીખને સિંગલ ફિગરમાં ફેરવો. દાખલા તરીકે જો તમારી જન્મતારીખ 16 છે તો 1 અને 6નો સરવાળો કરો, પછી જે ફિગર મળશે તે 7 છે. હવે આ લેખ વાંચીને જન્મતારીખ અને જાણો કેવું રહેશે તમારું લગ્નજીવન.

આ પણ વાંચો: કેટલા વર્ષ જીવશો તમે? જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય

અંક 1 (1, 10, 19, 28)

અંક 1 (1, 10, 19, 28)

આ અંકના વ્યક્તિઓમાં નેતૃત્વના ગુણ હોય છે. તેઓ જે કામ હાથમાં લે છે, તેમાં પોતાની લીડરશિપ ક્વોલિટી દર્શાવે છે. તેઓ રિલેશનશિપમાં પાર્ટનર પર હાવી રહે છે મોટા ભાગે તેમની કહેલી વાત અંતિમ અને શ્રેષ્ઠ હોય છે. તમે આ અંકના વ્યક્તિઓને તેમની મરજી વિરુદ્ધ કંઈ પણ કરવા માટે મજબૂર ન કરી શકો. તો આ જ અંકના વ્યક્તિ પ્રેમ સંબંધમાં છે તો તેઓ પોતાના પાર્ટનરનો સાથ ક્યારેય નથી છોડતા અને સંબંધને વફાદાર રહે છે.

અંક 2 (2, 11, 20, 29)

અંક 2 (2, 11, 20, 29)

આ અંક વાળા લોકો મૂડી, કામુક અને સેન્સિટિવ હોય છે. તેમના માટે રિલેશનશિપનો અર્થ થાય છે પાર્ટનર સાથે માનસિક જોડાણ. તેઓ શારિરીક સંબંધ કરતા પોતાના સાથી સાથે લાગણીના સંબંધો પર વધુ ભાર મૂકે છે. તેઓ પોતાની રિલેશનશિપ અને લગ્નથી સંતુષ્ટ રહે છે.

અંક 3 (3, 12, 21, 30)

અંક 3 (3, 12, 21, 30)

આ તારીખે જન્મેલા લોકોની રિલેશનશિપ અને લગ્ન અંગેની વિશેષતાઓ અંક એક જેવા લોકો જેવી હોય છે. તેઓ પોતાની રિલેશનશિપને લઈ પ્રેક્ટિકલ હોય છે. તેઓ દિલના બદલે મગજની વાત સાંભળે છે. તેઓ સામાન્ય રીતે મહત્વાકાંક્ષી નથી હોતા અને ભયમુક્ત જીવન જીવે છે. તેઓ પોતાની જાતને લઈ ઓબ્સેસ્ડ રહે છે અને તેઓ પોતાના નિયમ પ્રમાણે જીવે છે. આ અંકના લોકો રોમેન્ટિક નથી હોતા. જેઓ આ જન્મતારીખના લોકો સાથે સંબંધ રાખે છે તેમણે પેશનેટ રહેવું જરૂરી છે તો જ સંબંધમાં સંતુલન રહેશે.

અંક 4 (4, 13, 22, 31)

અંક 4 (4, 13, 22, 31)

આ અંકમાં જન્મેલા લોકો સામાન્ય રીતે અપરંપરાગત હોય છે. તેઓ કોઈને કોઈ બાબતે વિશિષ્ટ હોય છે. આ અંકના લોકો પણ રોમેન્ટિક નથી હોતા. તેઓ લગ્ન અને રિલેશનશિપ સિવાય પણ વિચારે છે, પરંતુ આમ કરવા પાછળ તેમનો ઈરાદો શારિરીક સંબંધ બનાવવાનો હોય છે. તેઓ રિલેશનશિપ સિવાય કોઈ વ્યક્તિ સાથે લાગણીના સંબંધ નથી બનાવતા. નિષ્ણાતોની સલાહ છે કે આ અંકના લોકોએ પોતાના સંબંધ બચાવવા માટે ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ.

અંક 5 (5, 14, 23)

અંક 5 (5, 14, 23)

આ અંક અંતર્ગત આવતા લોકો લગ્ન પહેલા એક કરતા વધુ રિલેશનશિપમાં રહે તેવી શક્યતા હોય છે. તેઓ પરફેક્ટ સાથી શોધવા માટે પાર્ટનર બદલતા અચકાતા નથી. તેમની સમસ્યા એ છે કે તેઓ સંબંધોથી ઝડપથી કંટાળી જાય છે. નવા પાર્ટનર્સ સાથે પ્રયોગ કરવા તેમને ગમે છે. શારીરીક સંબંધો તેમની પ્રાથમિક્તા હોય છે.

અંક 6 (6, 15, 24)

અંક 6 (6, 15, 24)

આ અંકના લોકો શાંતિ અને સોહાર્દથી રહેવું પસંદ કરે છે. તેઓ ખૂબ જ ચાર્મિંગ અને રોમેન્ટિક હોય છે. તેઓ એટલા ઈમોશન હોય છે કે લાગણીમાં વહી જાય છે. બીજી તરફ તેઓ તોડજોડ કરનાર વ્યક્તિ હોય છે, અને લગ્ન બાદ પણ રિલેશનશિપમાં રહેવાની તક શોધે છે. તેમની પ્રાથમિક્તા શારિરીક સંબંધ નહીં પરંતુ સારું કનેક્શન શોધવાની હોય છે.

અંક 7 (7, 16, 25)

અંક 7 (7, 16, 25)

આ અંકમાં આવતા લોકો સામાન્ય રીતે વધુ વાત નથી કરતા. તેઓ પરિસ્થિતિ અંગે ખાસ્સું વિચારે છે અને ખ્યાલોની દુનિયામાં રહેવું પસંદ કરે છે. પરંતુ એવું પણ નથી કે તેઓ રોમેન્ટિક નથી હોતા. તેમના માટે લગ્નને સફળ કરવા માટે પાર્ટનર સાથે ઈમોશનલ કનેક્શન જરૂરી છે. તેઓ ખૂબ જ વફાદાર હોય છે અને સંબધ માટે બધું જ કુરબાન કરવા તૈયાર રેહ છે. તેઓ નાની નાની વાતોને લી વિચારે છે અને નાની વાતોને પહાડની જેમ મોટી બનાવી લે છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે રિલેશનશિપમાં તકરાર હંમેશા ગંભીર ચર્ચા સુધી પહોંચશે.

અંક 8 (8,17, 26)

અંક 8 (8,17, 26)

આ અંકધારકોનું વ્યક્તિત્વ પ્રભાવિત હોય છે, સાથે જ તેઓ ભાવુક પણ હોય છે. તેઓ રિલેશનશિપને લઈ વફાદાર હોય છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે મોટા ભાગે તેમને ખોટા સમજવામાં આવે છે. તેઓ હંમેશા પોતાના દિલની વાત સાંભળે છે. સાથે જ તેમને પોતાના પાર્ટનર સાતે અટેચ થવામાં સમય લાગે છે.

અંક 9 ( 9, 18, 27)

અંક 9 ( 9, 18, 27)

આ અંકના વ્યક્તિઓમાં ખૂબ જ ઉર્જા અને ઉત્તેજના હોય છે. તેઓ ખૂબ જ ઈમોશનલ હોય છે પરંતુ તેઓ દુનિયા સામે પોતાનું સાચુ રૂપ નથી લાવતા. તેમની સેક્સ્યુઅલ ડિમાન્ડ પણ વધુ રહે છે. તેઓ એવો જ પાર્ટનર પસંદ કરે છે, જેમની સાથે બોન્ડિંગ મહેસૂસ કરે. તેઓ ફક્ત પોતાના પાર્ટનર જ નહીં પરંતુ તેમના પરિવાર સાથે પણ સારા સંબંધ બનાવે છે. તેમનું વ્યક્તિત્વ પણ રોમેન્ટિક હોય છે.

English summary
Marriage Predictions Based On Date Of Birth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X