India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mars Transit in Aquarius: મંગળનો કુંભમાં પ્રવેશ 7 એપ્રિલથી, જાણો દરેક રાશિઓ પર શું થશે અસર?

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 7 એપ્રિલ, 2022ના રોજ બપોરે 3 વાગીને 16 મિનિટે મંગળનો કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ શનિ-મંગળની યુતિ સમાપ્ત થઈ જશે. આનાથી સંપૂર્ણ વિશ્વમાં શાંતિ સ્થાપિત થશે. દેશોમાં પરસ્પર ટકરાવ, યુદ્ધ સમાપ્ત થશે, પ્રજામાં નિર્ભયતા આવશે. આ સાથે જ ઘી, સોનુ, ગોળ, સાકર અને ઘઉંમાં તેજી આવશે.

મંગળ 26 માર્ચ, 2022ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. આ રાશિમાં પહેલેથી જ શનિનુ ગોચર ચાલી રહ્યુ હતુ માટે મકર રાશિમાં શનિ-મંગળની યુતિ દંગલ જેવી સ્થિતિ બનાવી રહી હતી. હવે 7 એપ્રિલે મંગળના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી શનિ-મંગળની યુતિ સમાપ્ત થઈને ચારે તરફ સુખ-શાંતિનો વાસ થશે. જો કે, આ રાહત માત્ર 23 દિવસની જ રહેશે કારણકે 29 એપ્રિલથી શનિ પણ પોતાનુ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે 29 એપ્રિલથી કુંભ રાશિમાં ફરીથી શનિ-મંગળની યુતિ થઈ જશે. ત્યારબાદ 17 મેના રોજ મંગળના મીનમાં જવાના કારણે આ યુતિ પુનઃ સમાપ્ત થઈ જશે. આ રીતે 29 એપ્રિલથી 17 મે સુધી ફરીથી શનિ-મંગળ કુંભ રાશિમાં એક સાથે ગોચર કરશે.

રાશિઓ પર પ્રભાવ

  • મેષઃ સંકટોમાં ઘટાડો થશે. ધનનુ આગમન થશે, પારિવારિક જીવન શાંતિપૂર્ણ હશે. કાર્યોમાં ઉન્નતિ થશે.
  • વૃષભઃ સુખ-સમૃદ્ધિ, આજીવિકાના સાધન પ્રાપ્ત થશે, સંપત્તિ ખરીદશો, પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
  • મિથુનઃ ભાગ્યને બળ મળશે. માંગલિક પ્રસંગ આવશે. સંપત્તિમાં વધારો થશે. આવકના સ્ત્રોત વધશે.
  • કર્કઃ પડકારો આવશે, શારીરિક રોગ કષ્ટ આપશે. પરિવારમાં વિવાદ થશે, આવકના સાધનો ઘટશે.
  • સિંહઃ જીવનસાથીનો સાથ મળશે. વૈવાહિક જીવન સુખમય, આર્થિક લાભ, નવા કાર્ય પ્રાપ્ત થશે.
  • કન્યાઃ ક્રોધ વધશે, શત્રુ પરેશાન કરશે. સંપત્તિ બનાવશે, ધનનુ આગમન થશે, સુખદ કાર્ય સંપનન્ન થશે.
  • તુલાઃ સંતાનપક્ષને કષ્ટ, પડકારો આવશે, કાર્ય સ્થળે ટકરાવ, જુનિયરો સાથે વિવાદ, પ્રેમ પ્રસંગ આવશે.
  • વૃશ્ચિકઃ સુખોમાં વૃદ્ધિ પરંતુ માતાને કષ્ટ, વ્યર્થની ભાગદોડ, આર્થિક સંપન્નતા આવશે, કાર્ય વૃદ્ધિ.
  • ધનઃ ભાઈ-બહેનો તરફથી સુખ, બળ-પરાક્રમમાં વૃદ્ધિ, પૈતૃત સંપત્તિ, ધનનુ આગમન થશે, સુખ મળશે.
  • મકરઃ વાણીનો લાભ મળશે. ધન પ્રાપ્ત થશે. નવી સંપત્તિ ખરીદશો, સુખોની પ્રાપ્તિ થશે, પ્રેમ સંબંધ મળશે.
  • કુંભઃ ક્રોધ વધશે, રોગ પરેશાન કરશે. ખર્ચ વધશે, માનસિક રીતે પરેશાન રહેશો. ચિંતા વધશે.
  • મીનઃ સાંસારિક સુધોમાં વધારો થશે. ભૂમિ-ભવન ખરીદશો. આજીવિકાના સાધન વધશે. શત્રુ હારશે, જીત મળશે.

English summary
Mars Transit in Aquarius (7 April 2022). here is Impact On Zodiac Signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X