• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મંગળનો 24 ડિસેમ્બરે થશે મેષ રાશિમાં પ્રવેશ, વર્ષન છેલ્લા ગોચરથી આ રાશિઓને મળશે લાભ

|
Google Oneindia Gujarati News

મંગળ ગ્રહને દેવતાઓનો સેનાપતિ કહેવામાં આવ્યો છે. મંગળના રાશિ પરિવર્તનથી સામાન્ય જીવન જ નહિ પરંતુ દુનિયાભરના વિવિધ ક્ષેત્રો પર પણ આની અસર થશે. મંગળ ગ્રહ 24 ડિસેમ્બર, 2020 ગુરુવારના દિવસે 11 વાગીને 42 મિનિટે મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરવાનો છે. મેષ રાશિ મંગળના આધિપત્યવાળી રાશિ છે. આ લેખના માધ્યમથી જાણો કે મંગળના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી બધી 12 રાશિઓ પર શું પ્રભાવ પડી શકે છે.

આ સમય ચડાવ-ઉતારવાળો રહેશે

આ સમય ચડાવ-ઉતારવાળો રહેશે

 • મેષ રાશિઃ મંગળનુ રાશિ પરિવર્તન મેષમાં જ થવાનુ છે. તમારા માટે આ સમય ચડાવ-ઉતારવાળો રહેશે. તમારા વ્યવહારમાં ઘણો ફેરફાર આવશે અને તમારામાં ધીરજની કમી જોવા મળશે. તમને શાંત રહીને આ સમયને પાર કરવાની સલાહ આપવામાં આવે છે. લગ્ન જીવનમાં સ્થિતિ સામાન્ય નહિ રહે. તમારા બદલાયેલા વર્તનના કારણે જીવનસાથી નારાજ રહી શકે છે. ઘરનો માહોલ પણ બગડી શકે છે. આર્થિક બાબતોમાં તમને મોટો લાભ મળશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો.
 • વૃષભઃ વૃષભ રાશિના જાતકો આ દરમિયાન પરેશાન રહી શકે છે. તમારુ બજેટ બગડી શકે છે. તમારા ખોટા ખર્ચા તમારી મુશ્કેલી વધારી શકે છે. આ દરમિયાન યાત્રા કરવાના યોગ બની રહ્યા છે પરંતુ આનાથી લાભ નહિ મળી શક. તમે તમારુ જૂનુ ઉધાર ચૂકવવા તરફ પણ ધ્યાન આપશો. આ સમયમાં તમારા ભાઈ કે બહેનની તબિયત ઠીક નહિ રહે. તેમની યોગ્ય ધ્યાન રાખો.
 • મિથુનઃ મિથુન રાશિના લોકો માટે આ સમય ઘણો સારો રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો જોવા મળશે. આવકના નવા સ્ત્રોતોથી ધનનુ આગમન થશે. તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો. આ દરમિયાન તમારી ઘણી ઈચ્છાઓ પૂરી થશે જેનાથી તમે ઘણા પ્રસન્ન રહેશો. તમારા અટકેલા કામો સરળતાથી પૂરા થશે.
 • કર્ક રાશિઃ મંગળના રાશિ પરિવર્તનથી કર્ક રાશિના જાતકોને સારો લાભ મળશે. કામકાજના ક્ષેત્રમાં તમને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારુ સમ્માન વધશે. તમારા પર જવાબદારીઓ વધશે પરંતુ આ સાથે તમારો હોદ્દો પણ ઉંચો રહેશે. પરંતુ ધ્યાન રહે કે તમે આના કારણે કોઈ પણ પ્રકારનો ઘમંડ ન કરતા.

આ રાશિના લોકો માટે આ સમય શુભ

આ રાશિના લોકો માટે આ સમય શુભ

 • સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને આ સમયમાં સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં પિતાની તબિયતનુ ધ્યાન રાખો. સાથે જ ભાઈ-બહેનોની તબિયતને પણ નજરઅંદાજ ન કરો. વેપાર સાથે જોડાયેલા જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. વિદેશોમાં હાજર તમારા સંપર્કોથી તમને લાભ મળી શકે છે. ધર્મ પ્રત્યે તમારો રસ વધી શકે છે.
 • કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકોએ આ સમયમાં પોતાની તબિયત માટે સાવચેત રહેવુ જોઈએ. તમારા માટે બેદરકારી નુકશાનદાયક સાબિત થઈ શકે છે. જીવનસાથીની તબિયત પણ કંઈ ખાસ નહિ રહે. આ સમય તમારી આર્થિક સ્થિતિ માટે સંતુલિત રહેશે. તમને એ સ્ત્રોતોથી પણ ધન મળવાની સંભાવના છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યુ નહોતુ.
 • તુલા રાશિઃ નોકરિયાત જાતકો માટે આ સમય ઘણો શુભ રહેશે. ઑફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. તમે આગળ પણ આ રીતે મહેનત કરતા રહો. વેપાર સાથે જોડાયેલા જાતકોને પણ આ સમયમાં સારો લાભ મળવાની સંભાવના છે. જો તમારા જીવનસાથી કોઈ જૂની સમસ્યાથી પરેશાન હોય તો તેમને આ દરમિયાન ઘણો આરામ મળશે.
 • વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. આર્થિક સ્થિતિ પહેલાની સરખામણીમાં સારી રહેશે. તમને તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે. નોકરિયાત જાતકોને કામકાજના ક્ષેત્રમાં મોટો લાભ મળી શકે છે. આ સમયમાં તમે જે કામમાં હાથ લગાવશો તેમાં તમને સારુ પરિણામ મળશે. સમાજમાં તમારો યશ વધશે.

આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ

આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ

 • ધન રાશિઃ આ રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેશે. પારિવારિક જીવનમાં અમુક મુશ્કેલીઓ આવી શકે છે. પરિણીત લોકો માટે આ સમય ઘણો સારો રહેશે. જીવનસાથીના કરિયરમાં અમુક મોટો ફેરફાર આવી શકે છે જેનાથી તમે પણ ઘણા પ્રસન્ન રહેશો. આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે. તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે.
 • મકર રાશિઃ મકર રાશિના જાતકો આ દરમિયાન નવુ ઘર અથવા સંપત્તિમાં રોકાણ કરી શકે છે. લાંબા સમયથી તમારુ ઘર લેવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરિયાત જાતકોએ પોતાના કામ પ્રત્યે બેદરકારી ન રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારી માતાની તબિયત આ સમયે પ્રભાવિત થઈ શકે છે. તેમની તબિયતનુ ધ્યાન રાખવુ.
 • કુંભ રાશિઃ કુંભ રાશિના લોકો માટે આ સમય ફળદાયી રહેશે. નોકરીના ક્ષેત્રમાં તમને મોટો લાભ થશે. વડીલો તમારા પરિશ્રમની પ્રશંસા કરશે. આ સમયમાં યાત્રા કરવાના યોગ બની રહ્ય છે અને એ તમારા માટે લાભકારી રહેશે. તમારા અટકેલા કામ પણ પૂરા થતા જશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને સકારાત્મકતાનો અહેસાસ થશે.
 • મીન રાશિઃ આર્થિક સ્થિતિ તમારી મજબૂત થશે. આવકના અલગ અલગ સ્ત્રોતોથી તમને ધમ મળશે. પરિવાર સાથે આ સમય ઘણો સુખદ રહેશે. કોઈ વાત માટે ચિંતા થશે પરંતુ તમારી સમજદારીથી સમસ્યાનો ઉકેલ મળી જશે. આનાથી તમારુ માન વધશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.

ગુરુ-શનિ આવ્યા નજીક, 397 વર્ષ બાદ થયેલા આ મહાસંયોગની 12 રાશિઓ પર શું થશે અસરગુરુ-શનિ આવ્યા નજીક, 397 વર્ષ બાદ થયેલા આ મહાસંયોગની 12 રાશિઓ પર શું થશે અસર

English summary
Mars Transit in Aries on 24 December 2020, Know effects on all zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X