For Quick Alerts
For Daily Alerts

મંગળનો મિથુન રાશિમાં 14 એપ્રિલે પ્રવેશ, કઈ રાશિને થશે લાભ અને કોણે રહેવુ પડશે સાવધાન
મંગળ ગ્રહને ઉર્જા અને સાહસનો કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહે 14 એપ્રિલ 2021ના રોજ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં સવારે 01 વાગીને 16 મિનિટે ગોચર કર્યુ. આ રાશિમાં પ્રવેશ બાદ જાતકોએ ઘણા પ્રકારના ફેરફારનો સામનો કરવો પડી શકે છે. જાતકે સામાજિક, માનસિક અને શારીરિક કઠણાઈઓ સહન કરવી પડી શકે છે. આવો, જાણીએ મંગળના મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી બધી 12 રાશિના જાતકો પર કયા પ્રકારનો પ્રભાવ જોવા મળી શકે છે.

મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો પર અસર
- મેષઃ મેષ રાશિના નોકરિયાત જાતકોને કામકાજના ક્ષેત્રમાં અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આનાથી તમે ગભરાશો નહિ. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે પોતાના શત્રુ પર હાવી રહેશો.
- વૃષભઃ મંગળ ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળ્યો છે. આ ગોચરથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી આવકના નવા સ્ત્રોત મળશે. આ રાશિના વેપારીઓને પણ લાભ મળવાની સંભાવના છે. તમને વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.
- મિથુનઃ આ રાશિના જાતકો પર આ ગોચર ઘણો પ્રભાવ પાડી શકે છે. તેમના સ્વભાવમાં ફેરફાર થશે. તમને કોઈની પણ સાથે વાદ-વિવાદથી બચવાની સલાહ આપવામાં આવે છે. નાની નોંક-ઝોંક મોટી લડાઈમાં ફેરવાઈ શકે છે. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવુ. ગાડી સાવધાનીથી ચલાવવી.
- કર્કઃ આ રાશિના જાતકોને સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમયમાં તમારુ સ્વાસ્થ્ય સામાન્ય નહિ રહે. આર્થિક સ્થિતિ માટે આ સમય ઘણો સારો છે. આ રાશિના વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે.

સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ પર અસર
- સિંહઃ સિંહ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. કામકાજના ક્ષેત્રમાં તમને સારુ પરિણામ મળશે. તમારા વરિષ્ઠો પણ તમારાથી પ્રભાવિત થશે. તમે દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો સાહસ અને ધીરજ સાથે કરશો.
- કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે આ સમય મિશ્ર ફળ આપનાર રહેવાની આશા છે. કામકાજના ક્ષેત્રમાં સ્થિતિ ઉતાર-ચડાવવાળી રહેશે. આ સમયમાં શત્રુ પક્ષ સક્રિય રહેશે, તમે સાવધાન રહો. બેરોજગાર જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.
- તુલાઃ આ સમયમાં તમને કામ સાથે જોડાયેલ મુસાફરી કરવી પડી શકે છે. સમાજમાં તમારુ માન-સમ્માન વધશે. તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. પરંતુ તમને તમારા ખર્ચા પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
- વૃશ્ચિકઃ ઘર પરિવારમાં કલેશની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ભાઈ-બહેનો સાથે તમારે મનદુઃખ રહેશે જેનાથી તમે માનસિક રીતે પરેશાન રહેશો. તમારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવુ. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે.

ધન, મકર, કુંભ અને મીન રાશિ પર અસર
- ધનઃ ધન રાશિના લોકોને આ સમયમાં માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં ઉથલ-પુથલ રહી શકે છે. આ સમય તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી લઈને આવશે. ઓફિસમાં તમને પ્રમોશન પણ મળી શકે છે.
- મકરઃ મકર રાશિના જાતકોને મિશ્ર ફળ મળવાની સંભાવના છે. તમને કાયદાકીય બાબતોમાં સકારાત્મક પરિણામ મળવાના યોગ છે. ઓફિસમાં તમારુ કામ સમયે પૂરુ થઈ જશે. વરિષ્ઠ અધિકારીઓ તમારી મહેનતથી ઘણા ખુશ રહેશએ. તમને ગુસ્સો નિયંત્રણમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
- કુંભઃ મંગળના ગોચરથી તમારી આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે. વૈવાહિક જીવનમાં તમારે અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે અનબન રહેશે જેનાથી તમારો માનસિક તણાવ વધી શકે છે.
- મીનઃ કામકાજના ક્ષેત્રમાં તમને સકારાત્મક પરિણામો મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. આ સમયમાં તમે નવુ વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. મંગળના ગોચરથી તમારા સ્વભાવમાં ચિડિયાપણુ આવી શકે છે.
Comments
English summary
Mars Transit in Gemini on 14 April 2021, Know the effects on all zodiac signs.
Story first published: Wednesday, April 14, 2021, 13:28 [IST]