For Daily Alerts
ગ્રહ દોષઃ સૂર્યના કારણે થાય છે આ 5 બીમારી, કરો આ ઉપાય
જો તમારી કુંડળીમાં ગ્રહ-દોષ છે, તો તમારે કેટલીક શારિરીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ આર્ટિકલમાં વાંચો સૂર્ય ગ્રહના દોષથી કયો રોગ થાય છે, અને તેનો ઉપાય શું છે.
સૂર્યના દોષથી થતા રોગ
માથાનો દુખાવો, પિત્ત, નબળાઈ, નબળી આંખો વગેરે મુશ્કેલી સૂર્યના દોષને કારણે આવે છે. આ ઉપરાંત જ્યારે સૂર્ય અશુભ ફળ આપે છે ત્યારે જાતકોને સાંધાની બીમારી થાય છે, શરીર અકડાઈ જાય છે. વારંવાર મોઢામાં પાણી આવે છે. જો ઘરમાં ભેંસ કે લાલ ગાય હોય તો તેના પર પણ સંકટ આવે છે.
ગ્રહદોષથી મુક્તિના સરળ ઉપાય.
- 1. પ્રત્યેક કાર્ય શરૂ કરતા પહેલા ગળ્યું ખાવ.
- 2. વહેતા પાણીમાં ગોળ અને તાંબુ તરતું મૂકો.
- 3. રવિવારે ઉપવાસ કરો.
- 4. ચારિત્ર્ય શુદ્ધ રાખો, ખોટા કામથી બચો.
- 5. સૂર્યને મિસરી યુક્ત જળ ચડાવો.
- 6. કોઈ પણ સૂર્ય મંત્રનો 21 વખત જાપ કરો.
- 7. રવિવારે લાલ વસ્તુઓનું દાન કરો.
- 8. ભગવાન વિષ્ણુની આરાધના કરો.
- 9. ॐ घ्रणि सूर्याय नम: નો જાપ કરો.
- 10. આદિત્ય-હ્રદય સ્રોતનો પાઠ કરો.
- 11. માણિક્ય અનામિકા આંગળીમાં ધારણ કરો.
- 12. માણેક, ગોળ, કમળ, લાલ કપડું, લાલ ચંદન, તાંબુ, સોનાની વસ્તુની દાન દક્ષિણા રવિવારે આપો.