• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 મેથી બુધ થશે વક્રી, 25 દિવસ સમજી-વિચારીને લો નિર્ણય, જાણો દરેક રાશિ પર અસર

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જ્ઞાન, બુદ્ધિ, નિર્ણય ક્ષમતા, શિક્ષણ, વેપારી કાર્યોનો પ્રતિનિધિ ગ્રહ બુધ 10 મે, 2022ના રોજ સાંજે 5.19 વાગે વૃષભ રાશિમાં વક્રી થઈ રહ્યો છે. તે 3 જૂનના રોજ બપોરે 1.32 વાગ્યા સુધી આ રાશિમાં જ વક્રી રહેશે. આ રીતે 25 દિવસના સમય દરમિયાન દરેક રાશિના જાતકને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. જે પણ કરો, સમજી-વિચારીને કરો. કોઈ બીજાના કહેવામાં આવીને કોઈ નિર્ણય ન લો કારણકે બુધના વક્રત્વકાળ દરમિયાન તમારા નિર્ણય ખોટા પડી શકે છે. આવો જાણીએ કઈ રાશિ પર વક્રી બુધનો શું પ્રભાવ થઈ શકે છે...

મેષઃ મેષ રાશિ માટે બુધ દ્વિતીય ભાવમાં વક્રી થશે. બિનજરુરી કાર્યોમાં પૈસા ખર્ચ થશે. તમારા સ્વભાવમાં પરિવર્તન આવશે. માનસિક અસ્થિરતાના કારણે નિર્ણય ખોટા હોઈ શકે છે. ભૌતિકતાવાદી પ્રકૃતિમાં વધારો થશે અને તમે ખૂબ જ ખર્ચ કરવા લાગશો.

વૃષભઃ આ રાશિમાં બુધ વક્રી થઈ રહ્યો છે. માટે તમે પોતાના નિર્ણય પર કાયમ નહિ રહી શકો. આવી નીતિ તમારી વિશ્વસનિયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવશે. કોઈ નિર્ણયમાં ઉતાવળાપણુ ન બતાવો. કંઈ પણ બોલતા પહેલા દસ વાર વિચારી લો.

મિથુનઃ તમારા દ્વાદશ સ્થાનમાં બુધ વક્રી થઈ રહ્યો છો. શત્રુઓને હરાવી દેશો. કાર્યો પ્રત્યે ઉત્સાહિત રહેશો. ધાર્મિક અને પરોપકારના કાર્યો પર ખર્ચ કરશો. પરિવાર સાથે મેલજોલ વધશે. આર્થક સ્થિતિમાં સુધારો આવશે. નવા કાર્ય મળશે.

કર્કઃ તમારા એકાદશ સ્થાનમાં બુધ વક્રી થઈ રહ્યો છે. કાર્યો પ્રત્યે સજાગ રહેવુ પડશે. પોતાનાથી નિમ્ન સ્તરના મિત્રોની વાતોમાં આવીને તમે પોતાનુ ધન અને સમય નષ્ટ કરી બેસશો. માટે સમજી-વિચારીને નિર્ણય લો. વિપરીત લિંગના વ્યક્તિઓ સાથે વ્યવહાર સામાન્ય રાખો.

સિંહઃ તમારા દશમ સ્થાનમાં બુધ વક્રી થઈ રહ્યો છે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. વેપારમાં ઉન્નતિ મળશે પરંતુ ચાલાક લોકોથી બચીને રહેવુ. લોકો તમારી સરળતાનો લાભ ઉઠાવીને ધનની હાનિ કરી શકે છે. નવા કાર્ય મળી શકે છે.

કન્યાઃ નવમ ભાવમાં વક્રી થઈ રહેલ બુધ તમારી નિર્ણય અને પરાક્રમ ક્ષમતા વધારશે. શત્રુઓ, ચાલાક લોકોને દૂર કરવામાં સક્ષમ થશે. નવા કાર્ય પ્રારંભ કરશો. આર્થિક દ્રષ્ટિએ આ સમય મહત્વપૂર્ણ રહેશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો.

તુલાઃ અષ્ટમનો વક્રી બુધ માનસિક રીતે વિચલિત કરશે. માનસિક-શારીરિક રોગ પરેશાન કરી શકે છે શેર, લોટરી વગેરેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખવુ પડશે. ગુસ્સા અને આવેશમાં કોઈને ખરાબ વાત ન કહેશો.

વૃશ્ચિકઃ સપ્તમ ભાવમાં બુધ વક્રી થઈ રહ્યો છે. દાંપત્ય જીવન પ્રભાવિત થશે. અણબનાવ રહેશે. વેપારી ભાગીદારી તૂટી શકે છે. યાત્રા-પ્રવાસથી ધન લાભ અર્જિત કરી શકશો. આત્મકેન્દ્રીત રહેશો. પૂર્વમાં લીધેલા નિર્ણયો ફરીથી એક વાર વિચાર કરી લો.

ધનઃ છઠ્ઠા ભાવમાં બુધનુ વક્રી થવુ પોતાના જ લોકો સાથે વિરોધ વધારશે. તમારા મનમાં નિરાશાના ભાવ ઉત્પન્ન થશે અને પોતાને નબળા અનુભવશો. આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. આનાથી સ્વભાવમાં ચિડિયાપણુ આવશે.

મકરઃ પંચમ ભાવનો વક્રી બુધ બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરીને ધન અર્જિત કરવાના સંકેત આપી રહ્યો છે. પરંતુ તમારે સંબંધોમાં પારદર્શિતા રાખવી પડશે. કોઈની સાથે ખોટુ ના બોલો, પ્રેમ સંબંધમાં કંઈ છૂપાવો નહિ. પરિવારની જવાબદારી પર ધ્યાન આપવુ પડશે.

કુંભઃ ચતુર્થ ભાવમાં બુધ વક્રી થવાથી તમે બેચેન રહેશો. કાર્યોમાં ગતિરોધ ઉત્પન્ન થશે. વાણીમાં શુષ્કતા લોકોને તમારાથી દૂર કરી દેશે. માતા-પિતા તરફથી સુખ મળશે પરંતુ મિત્રો કે વેપારી ભાગીદારો સાથે અણબનાવ થઈ શકે છે.

મીનઃ તૃતીય ભાવમાં વક્રી થઈ રહેલ બુધ તમને કુટિલ બનાવશે. તમારે આ દરમિયાન દરેક કાર્યને પૂરુ કરવા માટે અત્યાધિક પરિશ્રમ કરવો પડશે. સંબંધીઓ, મિત્ર સાથે મેળ નહિ બેસે. નવા સંબંધ બનશે તેમને નિભાવવાની ક્ષમતા તમારામાં નહિ રહે.

ઉપાયઃ વક્રી બુધ દરમિયાન બધી રાશિના જાતકોએ નિયમિત રીતે ભગવાન શ્રીગણેશના દર્શન કરવા જોઈએ. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. દર બુધવારે ગણેશજીને દુર્વા સહિત લાડુનો પ્રસાદ ધરાવો. ગાયોને લીલો ચારો ખવડાવો. ફૂલ-છોડમાં નિયમિત રીતે પાણી નાખો.

English summary
Mercury Retrograde in Taurus (10 May 2022), Read effects on all zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X