• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કન્યામાં બુધનું ગોચર, જાણો તમારી રાશિ પર કેવી અસર થશે

|
Google Oneindia Gujarati News

જ્ઞાન, બુદ્ધિ, વિવેક, આર્થિક સંપન્નતા અને વ્યાપાર-વ્યવસાયનો પ્રતિનિધિ ગ્રહ બુધ 19મી સપ્ટેમ્બરે બુધવારે બપોરે 4 વાગીને 23 મિનિટે સિંહમાંથી કન્યામાં પ્રવેશ કરશે. પોતાની સ્વરાશિ કન્યામાં ગોચર કરવાના કારણે બુધ અતિ પ્રસન્ન રહેશે અને આ રાશિની કિસ્મત ખોલનાર સાબિત થશે. આ રાશિમાં બુધ 6 ઓક્ટોબરે બપોરના 12 વાગીને 51 મિનિટ સુધી રહેશે. વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગોચર કુંડલીમાં જે પ્રકૃતિના ગ્રહ સાથે બેઠા હોય તે અનુસાર વ્યવહાર કરવા લાગે છે. જો શુભ ગ્રહ સાથે બુધ કુંડલીમાં બેઠો હોય તો શુભ પ્રભાવમાં વૃદ્ધિ થતી હોય છે અને ક્રૂર ગ્રહ સાથે હોય તો ક્રૂર સ્વભાવના થઈ જાય છે. અહીં જાણો કઈ રાશિ પર પડશે કેવી અસર...

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે બુધનું ગોચર છઠ્ઠા ભાવમાં હશે. આ દરમિયાન સૂર્ય પણ કન્યા રાશિમાં ચાલી રહ્યા છે માટે છઠ્ઠા એટલે કે રોગ ભાવમાં બુધાદિત્ય યોગ બની રહ્યા છે. આ સમયે તેઓ પોતાની સફળતા નક્કી કરનાર સાબિત થશે. શત્રુઓને હરાવી શકશો. આર્થિક પ્રગતિના નવા રસ્તા ખુલશે. કાર્યક્ષેત્રમાં મહેનત અનુરૂપ પરિણામ મળશે. નવો વ્યવસાય પ્રારંભ કરી શકો છો. વૈવાહિક જીવન સુખદ રહેશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિની કુંડલીમાં બુધનું ગોચર પાંચમા સ્થાને હશે. સંતાનપક્ષ તરફથી સુખદ સમાચાર મળશે. અટકેલાં કામ પૂરાં કરી શકશો. સૂર્ય-બુધની યુતિ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થશે. વૈવાહિક જીવનમાં તણાવમુક્ત થઈ શકશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. નોકરી ધંધામાં પ્રગતિ સાધી શકશો. નવું ઘર-ગાડી ખરીદવાના યોગ બનશે.

મિથુન

મિથુન

આ રાશિના જાતકો માટે બુધનું ગોચર ચતુર્થ સ્થાન એટલે કે સુખ ભાવમાં થવા જઈ રહ્યું છે. આવકનાં એકથી વધુ નવાં સાધનો પ્રાપ્ત થનાર છે. અત્યાર સુધી જે આર્થિક પ્રગતિ અટકેલી હતી તેનો રસ્તો ખુલવાનો સમય આવી ગયો છે. ફસાયેલ પૈસા પણ પરત આવી જશે. પરિવાર, ભાઈ-બહેનોનો પૂર્ણ સહયોગ મળશે. વ્યવસાયિક કાર્યોમાં સફળતા મળશે. આ રાશિનો સ્વામી બુધ છે એટલે તમામ એટકેલાં કાર્યો આસાનીથી પૂર્ણ થવા લાગશે. પૈતૃક સંપત્તિને લઈને ભાઈ-બહેનો સાથે ચાલી રહેલો વિવાદ ખતમ થશે.

કર્ક

કર્ક

કર્ક રાશિ માટે ત્રીજા સ્થાનમાં બુધ સૂર્યની સાથે ગોચર કરશે. ત્રીજો ભાવ ભાઈ-બહેનોનો હોય છે માટે પરિવારના સભ્યો સાથે નિકટતા વધશે. અત્યાર સુધી તમે જે માનસિક અસ્થિરતા અને અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છો એમાં સુધારો આવશે. બીમારીમાંથી મુક્તિ મળશે. વિદેશમાં વ્યાપાર કરી રહેલા જાતકોને સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે વિદેશ શિક્ષા ગ્રહણ કરવાનો રસ્તો ખુલશે.

સિંહ

સિંહ

બીજા ભાવમાં બુધનું ગોચર થવાથી સરકારી નોકરી કરતા જાતકો માટે ટ્રાન્સફર અને પ્રગતિના રસ્તા ખુલશે. બિઝનેસનો વિસ્તાર કરવાનો મોકો મળશે. આકસ્મિક ધન મળશે. રોકાણ, પ્રોપર્ટીથી લાભ મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સફળતા મળશે. વૈવાહિક કાર્યોમાં આવી રહેલી અડચણો દૂર થશે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો દૂર થશે.

કન્યા

કન્યા

આ રાશિ માટે પહેલા સ્થાન એટલે કે લગ્નમાં બુધનું ગોચર થઈ રહ્યું છે. આ રાશિના જાતકોના જ્ઞાન અને બુદ્ધિમાં વૃદ્ધિ થશે. નિર્ણય ક્ષમતા મજબૂત થશે. દરેક કાર્ય સફળ થશે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સામાજીક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે. વ્યાપારીઓને ધારેલી સફળતા મળશે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો માટે બુધનું ગોચર 12મા ભાવમાં થશે. તમારે બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવાની જરૂર છે, નહિંતર પૈસાનો ખોટો વ્યય થશે. કાર્ય ક્ષેત્રમાં નવી જવાબદારી મળવાથી બોજો વધશે. પરિવારમાં કોઈ ખર્ચો આવી શકે છે. કોઈપણ કામ કરવામાં આળસ ન કરવી, પહેલેથી વધુ મહેનત કરવી પડશે પણ તેનું શુભ પરિણામ પણ મળશે. શારીરિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

વૃશ્ચિક

વૃશ્ચિક

11મા ભાવમાં બુધ ગોચર કરશે જેનાથી બિઝનેસ સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ધન પ્રાપ્તિના યોગ બન્યા છે. જૂનું રોકાણ હવે લાભ આપશે. ફસાયેલ નાણાં પરત મળશે, જો કે બિનજરૂરી ખર્ચાથી બચો તે જ યોગ્ય રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. વિવાદમાં ન પડવું. શત્રુ હાવી થવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમને નુકસાન નહિ પહોંચાડી શકે. પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ પેદા થશે.

ધન

ધન

કુંડલીના 10મા સ્થાનમાં બુધનું ગોચર થશે. બુધ અને સૂર્યની યુતિ કાર્યક્ષેત્ર અને કરિયરમાં સફળતાના સંકેત આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને મહેનતનું શુભ પરિણામ મળશે. નોકરી કે સ્થળ બદલવા માગતા હોવ તો આ શુભ સમય છે. પારિવારિક તણાવ દૂર થશે. જીવનસાથી સાથેના સંબંધ મધુર બનશે.

મકર

મકર

મકર રાશિના જાતકો માટે બુધ નવમા સ્થાનમાં ગોચર કરશે. ત્યારે આ ગોચર મકર રાશિના જાતકો માટે લાભદાયક નિવળશે. પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. વાહન ખરીદવાના યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વૈચારિક મજબૂતી આવશે, નિર્ણય ક્ષમતા મજબૂત બનશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. સાર્વજનિક જીવનમાં પ્રતિષ્ઠા વધશે. નવા પ્રેમ પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે.

કુંભ

કુંભ

આ રાશિના જાતકો માટે આઠમા સ્થાનમાં બુધું ગોચર થશે. આ રાશિના જાતકોએ સંભાલીને રેહવાની જરૂર છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, પરિવાર અને સંતાનને લઈને ચિંતા વધશે. કોઈના પ્રેમમાં પડ્યા હોવ તો સંભાળવું, તમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક મામલાઓ માટે કેટલીક હદ સુધી સ્થિતિમાં સુધારો આવશે. કોઈપણ મુસિબતમાં પરિવારનો પૂરો સહયોગ મળશે.

મીન

મીન

મીન રાશિના જાતકોના સાતમા સ્થાનમાં બુધ ગોચર કરશે. આ સ્થાન જીનવસાથી, પ્રેમ સંબંધનું સ્થાન છે માટે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવમાંથી રાહત મળશે. જો કે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે. સાથે જ પેટ સંબંધી કોઈ રોગ થઈ શકે છે. નોકરીમાં પરિવર્તન કરવા ઈચ્છતા હોવ તો શુભ સમય છે. વ્યાપારમાં પ્રગતિ થશે. વધુ પડતાં કામને કારણે માનસિક પરેશાની અનુભવી સકો છો.

જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય

English summary
According to Vedic Astrology, Mercury is considered an auspicious planet. Although, when it comes in close proximity of malefic planets, it gives bad results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X