Mercury Transit in Gemini: બુધનું રાશિ પરિવર્તન, કયા જાતકોને કેવી અસર થશે?
Mercury Transit in Gemini: બુધનું રાશિ પરિવર્તન, કયા જાતકોને કેવી અસર થશે?
ગ્રહોમાં રાજકુમાર કહેવાતો બુધ આજે 8.55 વાગ્યે મિથુનમાં ગોચર કરી ચૂક્યો છે. ગ્રહ પાંચ દિવસ બાદ એટલે કે 30 મેના રોજ સૂર્યોદય પહેલાં સવારે 4.05 વાગ્યે વક્રી થઈ જશે અને 3 જૂને સૂર્યોદય પૂર્વ 2.11 મિનિટ પર વક્રી અવસ્તામાં પુનઃ વૃષભ રાશિમાં ફરશે. આ પ્રકાર માત્ર 9 દિવસમાં પરત મિથુનથી વૃષભ રાશિમાં આવી જશે. સંયોગની વાત એ છે કે 3 જૂને સાંજે 6.14 મિનિટ પર બુધ પશ્ચિમમાં અસ્ત પણ થઈ જશે. જે બાદ 7 જુલાઈ 2021ની રાત્રે 11.05 વાગ્યે ફરીથી મિથુન રાશિમાં ગોચર કરશે.
બુધનું અસ્ત થવું, વક્રી થવું, વૃષભથી મિથુન, મિથુનથી વૃષભ અને ફરી વૃષભથી મિથુમનમાં ગોચર કરવું 43 દિવસના સમયમાં બુધમાં આટલા બધા બદલાવના કારણે સામાન્ય જન જીવનથી લઈ પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણિઓ, મોસમ વગેરે પર કેટલાય પ્રકારના વિવિધ પ્રભાવો જોવા મળશે.
કઈ રાશિના જાતકો પર કેવો પ્રભાવ પડશે જાણો

મેષ
મંગળ સાથે મિથુનમાં બુધનું આવવું આ રાશિ માટે શુભ પ્રભાવ લાવશે. લભ થશે, પૈસા આવશે. પરાક્રમ વધશે.

વૃષભ
શુભ પ્રભાવમાં વૃદ્ધિ થશે પરંતુ વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આર્થિક સ્થિતિમાં સંયમ રાખો. ખર્ચ વધશે.

મિથુન
શુભ રહેશે. વાણીના દમ પર સફળ થશો. શારીરિક મજબૂતી મળશે. રોગ દૂર થશે. પિતાનો સહયોગ મળશે.

કર્ક
ખર્ચ વધશે. આવકના સાધન પણ મળશે. પરિવાર સાથે સુખદ સમય વિતશે. નેત્ર રોગ આવી શકે છે.

સિંહ
આવકના સાધન વધશે. પૈસા આવશે. પ્રગતિ મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે. રોગ મુક્તિ મળશે.

કન્યા
નોકરી વેપારમાં ઉન્નતિ થશે. વાણીનું શુભ ફળ મળશે. તમારા મુજબ કામ કરાવવામાં સફળ થશો.

તુલા
ભાગ્યનો સાથ મળશે. શારીરિક માનસિક સુખ-શાંતિ મળશે. આવકના સાધન મળશે. સંપત્તિ ખરીદશો.

વૃશ્ચિક
પેટ રોગ પરેશાન કરશે. શારીરિક કમજોરી મહેસૂસ થશે. આર્થિક સંકટ આવી શકે છે. અચાનક યાત્રા થશે.

ધન
જીવનસાથી સાથે પરેશાની, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માનસિક કષ્ટ મહેસૂસ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મકર
રોગ ઉભરી આવવાના સંકેત છે. શારીરિક કષ્ટ થઈ શકે છે. આર્થિક પરેશાની મહેસૂસ થશે. પૈસાનું આગમન ધીમું રહેશે.

કુંભ
સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વંયં યાત્રાઓ કરવાથી બચો. શારીરિક કષ્ટ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મીન
પૈસાનું આગમન સારું રહેશે. સુખ- સુવિધાઓ પ્રાપ્ત થશે. રોગોથી મુક્તિ મળશે. માનસિક રૂપે મજબૂત રહેશો.

આ ઉપાય કરો
બુધના આટલા બધા પરિવર્તન દરમિયાન આવતી પરેશાનીઓથી બચજવા માટે ભગવાન શ્રી ગણેશના લીલા રંગની મૂર્તિની દરરોજ પૂજા કરો. ઝાડ, વૃક્ષોની સેવા કરો. તુલસી, પીપળો વગેરેમાં નિયમિત રૂપે જળ અર્પિત કરો. ગાયનો લીલો ચારો ખવડાવો.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ











Click it and Unblock the Notifications
