• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બુધનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર શું પડશે અસર

|

બીજા ગ્રહોની સરખામણીમાં બુધનો ગોચર કરવાનો સમય ઓછો હોય છે. બુધ દરેક રાશિમાં લગભગ 14 દિવસ સુધી રહે છે. 3 મે, 2019, શુક્રવારે બુધ ગ્રહ સાંજે 4 વાગીને 54 મિનિટે મેષ રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. મેષ રાશિમાં બુધુ 18 મેના શનિવારે રાત્રે 11 વાગીને 25 મિનિટ સુધી રહેશે. બાદમાં બુધ વૃષભ રાશિ તરફ આગળ વધશે. બુધના આ ગોચરની અસર ફક્ત મેષ રાશિ પર જન હીં પરુંતુ તમામ 12 રાશિ પર પડશે.

મોબાઈલ નંબર પણ ખોલી શકે છે તમારી પર્સનાલિટીનું રહસ્ય

મેષ

મેષ

મેષ રાશિના જાતકોને બુધના આ ગોચરથી શુભ ફળ મળશે. આ સમય દરમિયાન કેમનું નસીબ સાથ આપશે. આર્થિક લાભ થવાની પણ શક્યતા વધશે. સાથે જ ઘરમાં હસીખુશીનો માહોલ રહેશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાષિના જાતકો માટે બુધનું આ ગોચર યોગ્ય નથી. તેમણે દરેક કામ સાવધાનીથી કરવું પડશે. નુક્સાન થવાની સંભાવના છે. સાથે જ વાદ વિવાદ અન ઝઘડાથી દૂર રહો.

મિથુન

મિથુન

18 મે સુધી રહેનારા બુધના આ ગોચરથી મિથુન રાશિને આર્થિક લાભ થશે. તેમની આવક વધશે. નોકરિયાત લોકોને પોતાના વરિષ્ઠ અધિકારીઓની મદદથી ખાસ ઉપલબ્ધિ મળી શકે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિના લોકોને પરિવારનો ખાસ કરીને પિતાનો સાથ મળશે. પિતાના કારણે ધનલાભ થશે અને તમને તેમની સાથે સારો સમય વીતાવવાની તક મળશે. નોકરિયાત લોકો પર કામનું ભારણ વધશે.

સિંહ

સિંહ

બુધનું આ રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે સારો સમય લઈને આવ્યું છે. તેમના ભાગ્યની વૃદ્ધિ થશે. ઘર પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. બાળકો તમને ખુશીની તક આપશે.

કન્યા

કન્યા

આ સમય કન્યા રાશિના જાતકો માટે સારો નથી. બુધની આ સ્થિતિ તમારા માટે શુભ નથી. નાણાકીય કામોમાં નુક્સાન થઈ શકે છે. ધીરજ રાખો અને ગુસ્સા પર કાબુ રાખો.

તુલા

તુલા

બુધના મેષ રાશિમાં પ્રવેશવાથી તુલા રાશિના જાતકોને લાભ થશે. અવિવાહિત જાતકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તો અન્ય સંબંધો પણ મધુર રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમે સાવધાન રહેજો. બુધની આ ગતિને કારણે તમારો સમય યોગ્ય નથી. કોઈ મોટું નુક્સાન થઈ શકે છે.

ધન

ધન

તમને ભાગ્યનો સાથ મળશે. જીવનમાં સુખ શાંતિ મળશે અને ધન સંપત્તિમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન તમને ઓછી મહેનતે મોટી સફળતા મળી શકે છે.

મકર

મકર

મકર રાશિના લોકોને પણ બુધના કારણે સારું પરિણામ નહીં મળે. માનસિક રીતે તમે સ્ટ્રેસ ફીલ કરશો. કામનું ભારણ રહેશે અને તમને અનેક મુશ્કેલી થઈ શકે છે.

કુંભ

કુંભ

આ રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. તમને તમારા ભાઈની મદદથી આર્થિક લાભ થઈ શકે છે. પરિવારમાં ખુશહાલી રહેશે.

મીન

મીન

મીન રાસિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે. બુધનું આ રાશિ પરિવર્તન તમારા માટે શુભ યોગ લાવ્યું છે. આર્થિક સ્થિતિમાં વૃદ્ધિની સાથે માન સમ્માન પણ વધશે.

English summary
mercury transit in aries 2019 date time effects on zodiac signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more