• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બુધનો ધન રાશિમાં પ્રવેશ, જાણો તમાર રાશિ પર તેનો પ્રભાવ

By desk
|
Google Oneindia Gujarati News

જ્યોતિષ શાસ્ત્ર હંમેશા ગ્રહો અને રાશિઓ પર આધાર રાખે છે. થોડા થોડા સમયે દરેક ગ્રહો પોતાની રાશિ બદલતા રહે છે. જો કે તમામ રાશિઓ એકબીજા સાથે જોડાયેલી છે પરિણામે એક પણ ગ્રહ પોતાની રાશિ બદલે છે તો તેનો પ્રભાવ તમામ બારે રાશિઓ પર પડે છે. આ ગ્રહોમાંનો એક મહત્વનો ગ્રહ બુધ છે. 24 નવેમ્બરથી બુધની રાશિ બદલાઈ છે, જે 11 ડિસેમ્બર 2017 સુધી ધનમાં રહેશે. જો કે આ સમય શનિ પણ ધન રાશિમાં ચાલી રહ્યો છે પરિણામે બુધ અને શનિની આ યુતિ તમામ રાશિઓ પર પ્રભાવ પાડશે. તો જાણો આ રાશિ પરિવર્તનની તમારા જીવનમાં કેવી અસર કરશે.

મેષ

મેષ

બુધનું ધન રાશિમાં ગોચર મેષ રાશિના નવમ ભાવ પર થઈ રહ્યુ છે. આ ભાવ ધર્મ સ્થાન કહેવાય છે અને તેમાં શનિ પણ છે. પરિણામે આ ધર્મના કામોમાં મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે. જો કે તમારે હેરાન થવાની જરૂર નથી. બુધનું આ ગોચર કેટલાક રીતે શુભ પણ છે. કાર્યક્ષેત્રે સખત મહેનત કરી તમે ઊંચાઈએ પહોંચી શકશો.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિ માટે બુધનું ગોચર આઠમાં ભાવમાં છે. જે તમને યાત્રા કરાવશે, પણ આ યાત્રા લાભકારક રહેશે. નિઃસંતાન દંપતિ ખુશ થશે કારણ કે તેમને આ સમયે સંતાનસુખ પ્રાપ્ત થશે. અત્યાર સુધી જે કામો અટકેલા છે તે જલ્દી જ પૂરા થશે. જૂના રોકાણથી તમને લાભ થશે. માનસિક સ્થિતિમાં સુધારો આવશે અને તમે ખુશ થશો. નવો પ્રેમ સંબંધ બનશે.

મિથુન

મિથુન

બુધનું આ ગોચર મિથુન રાશિ માટે સપ્તમભાવમાં છે. આ સ્થાન દાંપત્યજીવન અને જીવનસાથીનો ભાવ છે. પરિણામે કેટલાક મુદ્દાઓમાં જીવનસાથી સાથે અનબન થઈ શકે છે, જો કે તે લાંબો સમય ચાલશે નહિં. તમારા કેટલાક કાર્યો અટકશે. આત્મવિશ્વાસ ઓછો આવશે પણ ગભરાશો નહિં. નોકરી બાબતે આ સમય લાભકારક સિદ્ધ થશે. જે યુવાઓ પાસે નોકરી નથી તેમનો નોકરી મળી શકે છે.

કર્ક

કર્ક

આ રાશિ માટે બુધ છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ રોગનો ભાવ છે, પરિણામે કેટલાક રોગોથી ગ્રસિત થઈ શકો છો. નિર્ણયો લેવામાં મુશ્કેલી આવશે. ગોચરના ઉત્તરાર્ધમાં તમે તમારા કાર્યક્ષેત્રે સારુ પ્રદર્શન કરી શકશો. તમારી ઉન્નતિ થશે. સખત મહેનતથી તમે તમામ કાર્યોમાં આવનારી અડચણોને પાર કરી સફળતા મેળવી શકશો

સિંહ

સિંહ

સિંહ રાશિ માટે બુધનું ગોચર પાંચમાં ભાવમાં છે. આ સ્થાન સંતાનની સાથે ખર્ચનું સ્થાન છે. બુધનું આ ગોચર સંતાન પક્ષ માટે શુભ છે. આ સમયે તમે શોપિંગ પર વધુ ખર્ચ કરશો. ભૌતિક સુખ-સાધનો પર ખર્ચ કરશો. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનત કરવાનો છે. તે જેટલી વધારે મહેનત કરશે તેટલો તેમને ફાયદો થશે. બૌદ્ધિક કામોમાં સન્માન મળશે.

કન્યા

કન્યા

આ રાશિ માટે બુધનું ગોચર ચોથા ભાવમાં રહેશે. આ દરમિયાન અનેક જગ્યાએથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. જીવનના દરેક ક્ષેત્રે સફળતા મળશે. સુખ સ્થાનમાં બુધનું ગોચર નોકરીમાં ઉન્નતિ કરાવશે. વેપારીઓનો કાર્ય-વિસ્તાર થશે. ઘરે મહેમાનનું આવવાનું વધશે. કોઈ માંગલિક પ્રસંગ પણ થઈ શકે છે. અપરણિતને વિવાહ સુખ પ્રાપ્ત થશે. દાંપત્યજીવન જીવન મધુર થશે.

તુલા

તુલા

ભાઈ-બંધુઓનો ભાવ છે કુંડળીનું ત્રીજુ સ્થાન. તુલા રાશિ માટે આ ભાવમાં બુધ ગોચર કરી રહ્યો છે. ભાઈ-બંધુઓ સાથે સંપતિને લઈ વિવાદ થઈ શકે છે. જો તમે પોતાની ચલાવશો તો કુટુંબના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. આ સમયે વિરોધિઓ સક્રિય રહેશે. પરિણામે પોતાની યોજનાઓને જાહેર કરશો નહિં. આળસનો ત્યાગ કરો.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ માટે બુધનું ગોચર દ્વિતિય ભાવમાં છે. આ સમય આ રાશિ માટે શુભ છે. ધનના આગમનનો માર્ગ ખુલશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે સારી થશે. આ દરમિયાન તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખજો. એવું કંઈ ન કહેશો જેનાથી બીજાના મનમાં ઠેસ પહોંચે. દાંપત્યજીવનમાં હાલ સાચવીને ચાલજો.

ધન

ધન

આ રાશિ માટે બુધનું ગોચર પ્રથમ ભાવમાં છે. આ રાશિ શનિની પણ છે જે તમને યાત્રા કરાવશે. કેટલીક યાત્રાઓથી લાભ થશે, જ્યારે કેટલીક તમને મુશ્કેલીમાં નાખી દેશે. પરિણામે સાવધાન રહેજો. જો પોતાના સાધનથી યાત્રા કરી રહ્યા હોવ તો શાંતીથી વાહન ચલાવજો, દુર્ઘટના થઈ શકે છે. આ દરમિયાન તમારા લોકો તમારાથી દૂર થઈ જશે. તમે બિમારીઓથી ઘેરાઈ શકો છો.

મકર

મકર

મકર રાશિ માટે બુધનું ગોચર બારમાં ભાવમાં છે. જો કે બારમું સ્થાન વ્યયનું સ્થાન છે. પરિણામે તમારા ખર્ચા પર અંકુશ લગાવજો. નકામા કાર્યોમાં ખર્ચા કરવાથી બચજો. પત્ની સાથે સંબંધો મધુર રહેશે. સંતાનપક્ષે કાર્યોમાં પ્રગતિ થશે. શત્રુ અને વિરોધી તમારી છવીને બગાડી શકે છે. જો કે તેઓ તેમના ઉદેશ્યમાં સફળ થશે નહિં.

કુંભ

કુંભ

કુંભ રાશિના 11માં સ્થાન એટલે કે આવકના સ્થાનમાં તે છે. આ સમય ધન સંપતિની પ્રાપ્તિ માટે શુભ સમય છે. અનેક સ્ત્રોતોથી તમને ધનની પ્રાપ્તિ થશે. જીવનસાથી અને સંતાન સાથે મનોરંજન માટે પ્રવાસે જશો. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા મળશે.

મીન

મીન

આ રાશિના કર્મ સ્થાન એટલે કે દશમાં ભાવમાં બુધ ગ્રહનું ગોચર છે. ધ્યાન રાખો કે તમારા વિરોધી સક્રિય થઈ રહ્યા છે, પણ તમારી ચતુરાઈને કારણે તેઓ તમારાથી હારી જશે. નાણાકીય મુશ્કેલી ખતમ થઈ શકે છે. માનસિક સુખ-શાંતિનો અનુભવ થશે. જૂની બિમારીઓમાંથી છૂટકારો મળશે. આળસ કરશો નહિં, આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા જરૂર મળશે.

English summary
Mercury Transit in Sagittarius would turn out to be an excellent one for imparting new life into your stratagems. The Planet Mercury transit into Scorpio on 24th of November, 2017. its affeected our life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X