બુધની બદલાઈ ચાલ, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવ
જ્ઞાન, બુધ્ધિ, વિવેક, ધન, સમૃધ્ધિ, સંપદાનું પ્રતિનિધિત્વ કરનારો ગ્રહ બુધ 3 જૂને રાત્રે 8 વાગ્યાને 1 મિનિટે મેષ રાશિને છોડી વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. અન્ય રાશિ પર આ ગોચરની શું અસર પડશે, કયા લાભ થશે અને કઈ કઈ ચેલેન્જો આવશે તે માટે વાંચો આ આર્ટિકલ...

મેષ
મેષ રાશિ માટે બુધનું વૃષભમાં ગોચર બીજા ભાવમાં રહેશે, જે નિર્ણય ક્ષમતા, વ્યવહારિક, સંબંધ, ધન-સંપદાનું સ્થાન છે. આ દરમિયાન તમારા વર્તન પર સંયમ રાખજો. કોઈને અપશબ્દો કહેવા નહિં, પોતાની ચલાવશો નહિં, નહિંતર લોકો તમારાથી દૂર થતા જશે. બંધુઓ, મિત્રોની સાથે બગડેલા સંબંધો સુધરશે, સાથે જ આર્થિક લાભ માટેની અનેક તકો તમારી સામે આવશે. આરોગ્યની દ્રષ્ટિએ નાની-મોટી મુશ્કેલીઓ રહ્યા કરશે.

વૃષભ
બુધનું ગોચર આ રાશિમાં થઈ રહ્યુ છે, પરિણામે વૃષભ રાશિવાળા આ દરમિયાન જૂની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવશે. શુક્રની રાશિમાં બુધનું ગોચર આર્થિક બાબતો માટે સારુ રહેશે, પણ નવા કામો શરૂ કરવા જઈ રહ્યા હોવ તો રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ જરૂર લેજો. પ્રેમને લગતા મુદ્દાઓમાં બુધનું ગોચર તમને અસર કરશે, કોઈને પોતાના બનાવવા માટે દબાણ કરશો નહિં.

મિથુન
આ રાશિ વાળા માટે બુધનું ગોચર દ્વાદશ ભાવમાં રહેશે. આ ખર્ચાનું સ્થાન છે, પરિણામે આવક કરતા વધારે ખર્ચા થશે. જો કે ચિંતા કરશો નહિં. ધનની ગોઠવણ થતી રહેશે અને તમારા કામો રોકાશે નહિં. આરોગ્ય પર ખરાબ અસર થશે. જૂના રોગો ફરી ઉભા થશે. માનસિક દબાણ અનુભવશો. પરિજનો સાથે અનબન થઈ શકે છે. પૈતૃક સંપતિને લઈ ભાઈ-બહેન સાથે વિવાદ
થઈ શકે છે.

કર્ક
કર્ક રાશિના એકાદશ ભાવમાં બુધનું ગોચર રહેશે. આવકના સ્થાને ગોચર આવકના નવા સ્ત્રોતો મળવાના સંકેતો આપી રહ્યો છે. કર્ક રાશિની વ્યક્તિને વિદેશ યાત્રાની શક્યતા છે. યાત્રા દ્વારા ધન કમાશો. ધ્યાન રાખજો કે પ્રેમ સંબંધમાં તમારુ અપમાન થઈ શકે છે. મિત્રો, સંબંધિઓ, કુટુંબીજનો સાથે વિવાદ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરજો, લાભ થશે. નોકરી શોધનારા યુવાઓને નવી ઓફર મળી શકે છે.

સિંહ
સિંહ રાશિના દશમ ભાવમાં ગોચર અનેક કામમાં લાભ કરાવશે. વેપારીઓ પોતાના કામનો વિસ્તાર કરશે. નોકરી કરનારા લોકો માટે આ સમય સોનેરી તક લઈને આવ્યો છે. અધિકારીઓ સાથે સારા સંબંધોથી લાભ થશે. પદોન્નતિ, વેતનવૃધ્ધિ થશે. જે લોકો લેખન અને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલી છે તેમને સન્માન મળી શકે છે. નિર્ણય ક્ષમતામાં વધારો થશે અને તમારી વાતને લોકો માનશે.

કન્યા
નવમ ભાવમાં બુધનું ગોચર પદોન્નતિ, સન્માનમાં વધારો થવાના સંકેતો આપે છે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક મુશ્કેલી દૂર થશે. પદોન્નતિની તકો મળી રહેશે. રોકાયેલા પૈસા છૂટા થશે. નોકરી કરનારા લોકો કાર્ય સ્થળ અને કાર્ય બદલવાનું વિચારશે અને જો બદલે છે તો લાભ થશે. સમય તમારી સાથે રહેશે. મિલકતને લગતા કામો આગળ વધશે. વાહનની ખરીદીના યોગ જણાઈ રહ્યા છે. લગ્ન લાયક યુવક-યુવતીઓ નવો સંબંધ બંધાઈ શકે છે.

તુલા
તુલા રાશિનુ અષ્ટમ ભાવમાં ગોચર અનેક મુદ્દાઓમાં મુશ્કેલી પેદા કરી શકે છે. હંમેશા વિવાદો રહ્યા કરશે. કુટુંબ હોય કે બહાર નકામી વાતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો નહિંતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કોઈ અન્યના વિવાદમાં ન પડશો, નહિંતર તમને મુશ્કેલી આવી શકે છે. ધન લાભની સ્થિતિઓ પેદા થશે. ખાન-પાનના વેપારીઓને લાભ થઈ શકે છે. સન્માનમાં વધારો થશે.

વૃશ્ચિક
સપ્તમ સ્થાન જીવનસાથીનો ભાવ દર્શાવે છે જેમાં બુધનું ગોચર થઈ રહ્યુ છે. આ સમયે જીવનસાથીની સાથે સાચવીને રહેવાની જરૂર છે. ધ્યાન રાખજો બંને વચ્ચે કોઈ ગેરસમજ પેદા ન થાય. નવા લોકો સાથે મુલાકાત થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહિંતર પ્રિયજનો તમારાથી રિસાઈ જશે અને તમારુ કામ બગડી જશે. આરોગ્યને લઈ સાવધાન રહેજો. પેટ, લોહીં કે ચામડીને લગતા રોગો થઈ શકે છે. વાહન ચલાવતા સાચવજો.

ધન
આ રાશિ વાળા લોકો માટે સમય ખર્ચમાં વધારો કરાવશે. કૌટુંબિક કામોમાં ખર્ચા વધશે. નકામા કામમાં ધન ની બરબાદી થશે. નોકરી શોધનારાને લાભ થઈ શકે છે. લગ્નજીવન સુખદ જણાઈ રહ્યુ છે. આળસ ખંખેરી નાખજો. કામો પતાવવા માટે જીવ પરોવી દેશો. સફળતા માટેની અનેક તકો મળશે જેને તમારે પોતે ઓળખવી પડશે.

મકર
બુધ મકર રાશિના પાંચમા ભાવમાં ગોચર કરશે. જે જ્ઞાન, વિવેક, શિક્ષણ પર સીધી અસર કરશે. કાર્યક્ષેત્રે તમારી અસર વધશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી યાત્રાના સંજોગો ઉભા થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે. કૌટુંબિક સંબંધો માટે આ સમય ખુશીઓ ભરેલો રહેશે. આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. તમારી સારી બોલીથી બગડેલા કામો બનાવી લેશો.

કુંભ
લાભની તકો તમારી સામે આવશે. પૈતૃક સંપતિને લઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં લાભ થશે. કોર્ટને લગતા કામોમાં નિર્ણય તમારા પક્ષે આવશે. ચતુર્થ ભાવમાં ગોચર યાત્રામાં મુશ્કેલીના સંકેત આપી રહી છે. વાહન-મશીનનો ઉપયોગ કરતા સાવધાન રહેજો. તમારી માતા, બહેન કે દિકરીનું આરોગ્ય બગડી શકે છે. કાર્યક્ષેત્રે અધિકારી વર્ગથી નકામો વિવાદ પેદા થઈ શકે છે.

મીન
મીન રાશિના ત્રીજા ભાવમાં બુધનું ગોચર રહેશે. જોબ, કેરિયર, બિઝનેસમાં ઉન્નતિ થશે. જો કે ધ્યાન રાખજો કે મહેનતતો તમારે કરવી જ પડશે. વિના પ્રયત્ને કશુંજ હાથ લાગવાનું નથી. યાત્રાના યોગ જણાઈ રહ્યા છે. કોઈ ધાર્મિક કે કૌટુંબિક યાત્રા થઈ શકે છે. અપરણિત યુવક-યુવતિઓને લગ્નની વાત આવશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. દાંપત્યજીવન સુખદ
રહેશે.