• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બુધનો ધન રાશિમાં પ્રવેશ, જાણો શું થશે તમારા પર અસર

|

Mercury enters Sagittarius: 15 ડિસેમ્બરે સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યા બાદ હવે 17 ડિસેમ્બરે બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે. બૌદ્ધિક કાર્ય, બુદ્ધિ, ચિંતન-મનન, વેપાર-વ્યવસાય, કાર્યમાં અનુકૂળતા વગેરેના પ્રતિનિધિ ગ્રહ બુધનુ ધન રાશિમાં ગોચર બધી રાશિના લોકોને પ્રભાવિત કરશે. 17 ડિસેમ્બરે સવારે બુધ 11 વાગીને 36 મિનિટે બુધના ધન રાશિમાં પ્રવેશ કરવા સાથે જ તે ધંધા-વેપાર પર મોટી અસર કરશે. જે લોકો માટે બુધ અનુકૂળ છે તેમને વેપાર કરવાનુ સરળ બની જશે પરંતુ જેમના માટે બુધ ખરાબ છે તેમને થોડી મુશ્કેલી અનુભવાઈ શકે છે.

કઈ રાશિ પર શું અસર થશે

કઈ રાશિ પર શું અસર થશે

  • મેષ: ભાગ્યકારક, નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ, પરિવારિક સુખ-શાંતિ.
  • વૃષભ: નેત્ર રોગ, માનસિક પીડા, સુખમાં ઘટાડો, આર્થિક સ્થિતિ સામાન્ય.
  • મિથુન: ક્રોધમાં વૃદ્ધિ, શારીરિક સુખ, પરિવારમાં સામંજસ્ય, ધનનુ આગમન.
  • કર્ક: શત્રુમાં વૃદ્ધિ, માનસિક રોગોની સંભાવના, શારીરિક પીડા, પૈસાની કટોકટી.
  • સિંહ: સંતાન, શિક્ષણમાં વિકાસ, ધન આગમન, વેપારમાં લાભ, માનસિક શાંતિ.
  • કન્યા: સુખોમાં વૃદ્ધિ, સમ્માન, વેપારમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશન, સંતાન સુખ.
  • તુલા: ભાઈ-બહેનોથી સુખ, સંપત્તિની પ્રાપ્તિ, નવીન કાર્ય શરૂ કરવાના યોગ, ધન સુખ.
  • વૃશ્ચિકઃ ધન લાભ, માનસિક લાભ, નેત્ર પીડા, વેપારમાં વૃદ્ધિ દાંપત્ય સુખ.
  • ધન: માનસિક પીડા, નેત્ર રોગ, ધન લાભ, વેપારમાં લાભ, નોકરીમાં પ્રમોશન.
  • મકર: ખર્ચમાં વધારો, બૌદ્ધિક કાર્યોથી લાભ, લેખનમાં રુચિ, નોકરીમાં પ્રમોશન.
  • કુંભ: આવકના સ્ત્રોતમાં વધારો, વેપારમાં વૃદ્ધિ, નિર્ણય ક્ષમતામાં મજબૂતી, સુખમાં વધારો.
  • મીન: નવા કાર્ય-વ્યવસાયનો પ્રારંભ, ધન લાભ, સંપત્તિની પ્રાપ્તિ, દાંપત્ય સુખ.
આ ઉપાય કરો

આ ઉપાય કરો

જે લોકો માટે બુધનુ ધન રાશિમાં ગોચર ઠીક નથી તેમણે બુધના પુરાણોક્ત મંત્રની નિયમિત રીતે એક માળા કરવી.

प्रियंगुकलिकाश्यामं रूपेणाप्रतिमंबुधम् ।

सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् ।।

જરૂર કરો આ ઉપાય

જરૂર કરો આ ઉપાય

બુધવારના દિવસે ભગવાન ગણેશજીને 108 દૂર્વા અર્પિત કરો.
બુધવારના દિવસે ગાયને લીલા ચારા સાથે ધાણા ખવડાવો.
બુધવારના દિવસે લીલા મગ અને લીલી શાકભાજી ખાવી વર્જીત રહેશે.

Venus Transit in Scorpio: શુક્રનો 11 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો શું થશે અસર?Venus Transit in Scorpio: શુક્રનો 11 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો શું થશે અસર?

English summary
Mercury will enter the Sagittarius sign on Thursday, December 17, 2020 at 11:26 AM. Know the effect on all the zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X