• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mesh (Aries) Career Horoscope 2021: કરિયરમાં સફળતા મળશે, પ્રગતિ થશે

|
Google Oneindia Gujarati News

Mesh (Aries) Career Horoscope 2021: વર્ષ પ્રવેશ કુંડલી મુજબ વર્ષ 2021 મથ રાશિના લોકોના કરિયરના હિસાબે બહુ સારું વિતશે. નવી ભેટ, નવા અવસર, નવા પડકારો આવશે અને તમે એક વિજેતાની જેમ ઉભરી આવશો. પાછલા વર્ષમાં કરિયરમાં જે ઠહેરાવ અને કમીઓ રહી ગઈ હતી તે આ વર્ષે પૂરી થઈ જશે. સકારાત્મક દ્રષ્ટિકોણ રાખતાં આગળ વધશો તો નિશ્ચિત રૂપે સફળતા પામશો.

કાર્યનો બોજો રહેશે

કાર્યનો બોજો રહેશે

વર્ષ પ્રવેશ કુંડલી મુજબ ગ્રહ ગોચરમાં મેષ રાશિના દશમા સ્થાનમાં ગુરુ અને શનિની યુતિ બનેલી છે. દશમું ઘર આજીવિકા અને કાર્યનું સ્થાન હોય છે. અહીં શનિ તમને મેહનતી બનાવશે અને જે કંઈપણ કામ કરશો પૂરી લગનથી કરશો. ગુરુની ઉપસ્થિતિથી તમારી કાર્ય કરવાની ઈચ્છાશક્તિ અને ક્ષમતા સુધરશે જેનાથી તમે અનેક કામ કરવાનો પ્રયાસ કરશો અને તેમાં સફળતા અર્જિત કરશો. નવા વર્ષાં એવા કેટલાય અવસર આવશે જે તમને શ્રેષ્ઠ કરિયર બનાવવામાં મદદ કરશે.

કાર્યની અધિકતા અને ભાગદોડ વધુ રહેશે

કાર્યની અધિકતા અને ભાગદોડ વધુ રહેશે

જો તમે જૉબમાં છો તો શનિને કારણે તમારામાં નેતૃત્વ ક્ષમતા મજબૂત રહેશે, આ કારણ જ તમને જોબમાં આગળ વધવામાં મદદ કરશે. કાર્યસ્થળ પર તમને કેટલાય મોટા પદ ઑફર થઈ શકે છે. યંગ પ્રોફેશનલ્સને મલ્ટીનેશનલ કંપની સાથે મોટા પેકેજ પર જૉબ ઑફર થશે. વિદેશમાં નોકરીના અવસર આવશે. સરકારી સેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલા નોકરિયાતને કાર્યની અધિકતા અને ભાગદોડ વધુ રહેશે પરંતુ છેલ્લે તેમને આનું શુભ મળ મળશે. પ્રમોશન, પગારવધારો થશે. જો તમે કાર્યમાં બદલાવ કરવા માંગો છો તો તેના માટે માર્ચથી જુલાઈ સૌથી શ્રેષ્ઠ રહેશે. આ દરમ્યાન ગ્રહ દશાઓ તમારા અનુકીળ રહેવાથી બદલાવ લાભદાયક રહેશે. તમારા કામમાં સંતુષ્ટ થઈ વરિષ્ઠ અધિકારી તમને આગળ વધારવામાં મદદ કરશે. તમારા માટે જાન્યુઆરી, માર્ચથી જુલાઈ અને સપ્ટેમ્બરનો મહિનો સૌથી બેસ્ટ અને મહત્વપૂર્ણ રહેશે.

આ વર્ષે ઘણા સેટલ થઈ જશે

આ વર્ષે ઘણા સેટલ થઈ જશે

જો બિઝનેસની વાત કરીએ તો અત્યાર સુધી વેપારમા ચાલી રહેલા અપડાઉન ઘણી બદે સેટલ થઈ જશે અને તમને સ્પષ્ટિ દિશા જોવા મળશે કે તમારે આગળ કઈ દિશામાં વધવું છે. શરૂઆતી મહિનામાં કામની ધીમી ગતિથી પરેશાન થવાની જરૂરત નથી, સફળતાનો આ જ માર્ગ નિકળશે, પરંતુ શનિનો ઈશારો છે કે તમે તમારી યોજનાઓને એકવાર ફરી જમીની હકીકતો પર રાખી લો. એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેનો સમય બિઝનેસ માટે સૌથી બેસ્ટ સમય છે. કૃષિ, ભૂમિ, પ્રોપર્ટી, કીટનાશક, મેડિસીન, ઈલેક્ટ્રોનિક્સ, બિલ્ડિંગ મટેરિયલ વગેરે સાથે જોડાયલા કાર્યોમાં તેજી આવશે. અન્ય વેપારી પણ પ્રોફિટમાં આવશે. ઓક્ટોબર-નવેમ્બરમાં નવા કાર્ય પણ શરૂ કરશો. જો તમે પાર્ટનરશિપમાં કોઈ કાર્ય કરવા માંગો છો તો ફાયદાની ડીલ રહેશે.

અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ વાંચવા માટે અહીં ક્લિક કરો

વર્ષનો ઉપાયઃ આ વર્ષ પ્રત્યેક મંગળવારે હનુમાનજીના દર્શન કરી એક શ્રીફળ જરૂર અર્પિત કરો. બધા સંકટોનું સમાધાન થશે અને કરિયરમાં ઉન્નતિ મળશે.

English summary
Mesh (Aries) Career Horoscope 2021 in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X