
Mithun (Gemini) Career Horoscope 2021: કરિયરમાં ઉતાર-ચઢાવ બની રહેશે
Mithun (Gemini) Career Horoscope 2021: મિથુન રાશિના લોકોના કરિયરના હિસાબે વર્ષ 2021માં મોટા બદલાવો, ઉલટફેર અને અચાનક થતી કેટલીક ઘટનાઓથી ભરેલું વર્ષ રહેશે. આ વર્ષે નોકરી અને વેપારમાં અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે. શનિ-ગુરુની યુતિ આઠમા ભાવમાં અને દશમા ભાવમાં ગુરુની રાશિ મીન પર શનિની ત્રીજી દ્રષ્ટિની અસર તમારા કરિયર પર રહેશે. માટે ધીરજ અને હિમ્મત રાખો. તમારા કામમાં અચાનક બ્રેક લાગી શકે છે.
જાન્યુઆરીથી માર્ચ 2021 સુધીનો સમય જૉબ અને બિઝનેસ માટે વધુ ઠીક ના કહી શકાય. તમામ કાર્યોમાં અસ્થિરતા રહેશે. કમજોર ગ્રહ સ્થિતિને કારણે સમય ઠીક નથી માટે જે કંઈપણ કામ ચાલી રહ્યું છે તેને શાંતિથી કરતા રહો. કારણ વિનાના બદલાવ અને વિવાદ કરવાની જરૂરત નથી, નહિતર આજીવિકાના સાધન છૂટી પણ શકે છે. માર્ચ બાદથી સ્થિતિ થોડી સુધરશે અને માનસિક રૂપે તમને કાર્યસ્થળ પર રાહત મહેસૂસ થશે, પરંતુ પરેશાનીઓ છતાં બની રહેશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલ જૉબ અથવા બિઝનેસમાં આગળ વધવાનો માર્ગ ખુલશે. જેમા કોઈનો સહયોગ લેવો પડી શકે છે. માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે તમે તમારા બિઝનેસને આગળ વધારાના જે કંઈપણ પ્રયત્નો કરશો તે સફળ થશે. આ દરમ્યાન તમારા કાર્યમાં બદલાવ અથવા નવાં કામ સાથે જોડી શકો છો.
અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ જાણવા માટે અહીં ક્લિક કરો
તમારા કામ પર પૂરું ફોકસ કરવું પડશે
આ વર્ષે મિથુન રાશિના એવા લોકોને થોડી નિરાશા થઈ શકે છે જેમની પાસે હજી સુધી કોઈ જૉબ કે બિઝનેસ નથી કેમ કે તેમને આજીવિકાના સાધન તો મળશે પરંતુ જેવી વિચારી રાખી તેવી સફળતા નહિ મળે. યંગ પ્રોફેશનલ્સને વિદેશોમાં જૉબ માટે આ વર્ષે વધુ ઈંતેજાર કરવો પડી શકે છે. સપ્ટેમ્બર અથવા નવેમ્બર 2021માં બહારથી ઑફર આવી શકે છે. એજ્યુકેશન સાથે જોડાયેલા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માંગતા હોવ તો જરૂર કરો, તેમાં લાભ થશે. ગુરુના ગોચરના કારણે સંકેત છે કે તમારા કામ પર પૂરું ફોકસ કરવું પડશે. અહીં-ત્યાંની વાતો પર ધ્યાન લગાવવાથી કામ બગડી શકે છે.