• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Birthday: તમારો જન્મ સોમવારે થયો છે?

By desk
|
Google Oneindia Gujarati News

જેવી રીતે જન્મના આંકડાની તમારા જીવન પર અસર પડે છે. તેવી જ રીતે તમે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે કરાવો, આ દિવસે નહિં. આ વિશે વાત કરતા પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈનનું કહેવું છે કે, હંમેશા લોકો અમારી પાસે આવે છે અને કહે છે કે મેડમ જો ઓપરેશન કરવાનું હોય તો આ દિવસે કરાવો કારણ કે બ્રાહ્મણ પ્રમાણે આવનારા બાળક માટે આ દિવસ શુભ છે. તેને આધારે આજે અમે તમને જણાવીશું કે તમે જે દિવસે જન્મ લો છો તેની તમારા જીવન પર કેવી અસર પડે છે. આજે વાત કરીશું સોમવારે જન્મેલા જાતકો વિશે.

સોમવાર

સોમવાર

સોમવારનો દિવસ શંકર ભગવાનનો દિવસ મનાય છે. આ દિવસે બાળકનો જન્મ થાય તો તે ઘણું સારુ માનવામાં આવે છે. ઘણા માતા-પિતા પોતાના બાળકનો જન્મ સોમવારે કરાવવો પસંદ કરે છે. આ દિવસે જન્મેલા બાળક પર શીવજીની ખાસ કૃપા રહે છે. તે સ્વભાવે તો ગંભીર હોય છે પણ તેનામાં અનેક ગુણો હોય છે. આગળ વિસ્તારથી જાણો તેમનામાં કયા કયા ગુણો હોય છે.

સારી યાદશક્તિ

સારી યાદશક્તિ

 • સોમવારે જન્મેલી વ્યક્તિની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે.
  • તેઓ મૃદુભાષી હોય છે, પણ પોતાના મુડ વિના તેમને કોઈ કામ કરવું પસંદ નથી, તેઓ મુડી હોય છે.
  • તેઓ અત્યંત સંવેદનશીલ હોવાને કારણે ખૂબ જ જલ્દી નર્વસ થઈ જાય છે.
  ભણવામાં હોંશિયાર

  ભણવામાં હોંશિયાર

  • તેમને તેમના કુટુંબ સાથે સમય પસાર કરવો ખૂબ જ ગમે છે.
   • તેમના માટે સંબંધો ઘણું મહત્વ ધરાવે છે.
   • ભણવામાં તેઓ ઘણાં હોંશિયાર હોય છે, જેથી કરિયરમાં આગળ ચાલી તેઓ ખૂબ સફળતા મેળવે છે.
   મુડી સ્વભાવ

   મુડી સ્વભાવ

   • સોમવારે જન્મેલી છોકરીઓ ભવિષ્યમાં ખૂબ જ પ્રેમાળ અને સંભાળ રાખનારી સારી પત્ની સાબિત થાય છે.
    • સોમવારે જન્મેલા છોકરા પ્રેમાળ હોય છે પણ કંજુસાઈને કારણે તેઓ હંમેશા પોતાની પત્નીનો ઠપકો સાંભળે છે.
    • તેઓ દેખાવ પર ઘણું ધ્યાન આપે છે અને તેમને સુંદરતા આકર્ષે છે.
    • આમ તે તેઓ બધાની સાથે સમાન વ્યવહાર કરે છે પણ તેમનો મુડી સ્વભાવ કેટલીક વાર તેમને ભારે પડે છે.
English summary
Monday Born Person have a good memory; you are soft spoken, but you are also very whimsical.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X