• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નથી બચતા પૈસા, તો રાશિ પ્રમાણે કરો આ ઉપાય

|

પૈસાની બચત કરવી પણ એક ટેલેન્ટ છે, જે તમામ લોકો નથી કરી શક્તા. કેટલાક લોકો એવા હોય છે, જે પૈસા કમાવવામાં નિષ્ણાત હોય છે, અને કેટલાક લોકો બચત કરવામાં હોંશિયાર હોય છે. પરંતુ જે લોકોમાં આ બંને ગુણ હોય તેઓ ખુશકિસ્મત હોય છે.

પૈસા મામલે દરેક વ્યક્તિની પોતપોતાની રીત હોય છે. એક વ્યક્તિ પૈસા બચાવવા માટે જે રીત અપનાવે તે રીત બીજા વ્યક્તિ માટે કામનો ન હોઈ શકે. જો તમે જ્યોતિષમાં વિશ્વાસ રાખો છો તો તમારી રાશિ પ્રમાણે ઉપાય અપનાવીને પૈસા બચાવી શકો છો.

મોબાઈલ નંબર પણ ખોલી શકે છે તમારી પર્સનાલિટીનું રહસ્ય

મેષ

મેષ

આર્થિક નિર્ણય લેવા મામલે મેષ રાશિના લોકો ખાસ સારા નથી હોતા. તેમના માટે શોપિંગ એક મહત્વનું કામ છે, અને તેઓ શોપિંગથી વધુ કંઈ વિચારતા નથી. આવા વ્યક્તિઓએ 24 કલાક સુધી વિચાર કરવો જોઈએ, જેથી જે વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ હોય, તે યથાવત્ હોય તો ખરીદી લો. પરંતુ જો તે સામાન લેવાની ઈચ્છા જતી રહી હોય, તો સમજો કે તે પૈસાનો બગાડ છે. આ રીતે તમે બચત શરૂ કરી શક્શો.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો જવાબદાર, ભરોસો કરવા લાયક હોય છે, તેઓ પોતાની ઈચ્છાઓને લઈ તટસ્થ હોય છે. તેની મદદથી તેઓ સારી બચત કરી લે છે અને ભવિષ્યનું આયોજન પણ. પરંતુ આ રાશિના લોકોને લક્ઝુરિયસ અને મોંઘી વસ્તુઓનો શોખ હોય છે. એટલે જ તેમની બચત ખાસ નથી થતી. તમારે એ યાદ રાખવું જોઈએ કે આજે તમે જે ખર્ચો કરી રહ્યા છો, તે ખર્ચ કરવાની રકમ કાલે તમે બીજી અને સારી જગ્યાએ નહીં ખર્ચી શકો. એટલે લક્ઝુરિયસ વસ્તુઓ લેતા પહેલા બે વાર વિચારો.

મિથુન

મિથુન

મિથુન રાશિના લોકો વિશે અનુમાન લગાવવું અઘરું છે, એટલે જ તેમના ખર્ચા મર્યાદિત નથી હોતા. તેઓ ઘણીવાર એક જવાબદાર વ્યક્તિ તરીકે વર્તન કરે છે, પરંતુ સાથે જ તેઓ બિનજરૂરી ખર્ચ રોકી પણ નથી શક્તા. એટલે બચત કરવા માટે બેસ્ટ ઉપાય છે કે સેવિંગ અને રિટાયરમેન્ટ પ્લાન લો, તેમાં ઓટોમેટિક ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરો.

કર્ક

કર્ક

કર્ક રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે, તેઓ બચત અને રોકાણ સારી રીતે કરી શકે છે. આ રાશિના લોકો ઘર, પરિવાર, સુરક્ષા અને સુરક્ષિત ભવિષ્ય વિશે વિચારે છે. એટલે તેઓ બેન્કમાં કેટલીક રકમ જમા કરવા પર ધ્યાન આપે છે. તેમને બચત માટે ખાસ ટિપ્સની જરૂર નથી, પરંતુ તેમણે જાત પર ધ્યાન આપીને પોતાની જાત માટે થોડો ખર્ચ કરવો જોઈએ.

સિંહ

સિંહ

આ રાશિના લોકો મહત્વાકાંક્ષી અને આર્ટિસ્ટ હોય છે. એટલે તેમને પૈસા કમાવવામાં ખાસ મુશ્કેલી નથી પડતી. તેમના માટે બચત એક મુશ્કેલ કામ છે કારણ કે તેઓ નવી સ્ટાઈલ અને ટ્રેન્ડ સાથે અપડેટ રહેવામાં માને છે. જો આ રાશિના લોકોએ પોતાને ગમતી વસ્તુઓ પર જ ખર્ચ કરવો જોઈએ. બાકીની જગ્યા નહીં. આમ કરવાથી તમારા બિનજરૂરી ખર્ચા અટકશે.

કન્યા

કન્યા

કન્યા રાશિના લોકો મહેનતુ, સતર્ક અને પ્રેક્ટિકલ હોય છે. તેઓ પોતાની ખૂબીનો ઉપયોગ આર્થિક નિર્ણય લેવામાં કરે છે. તેમણે પોતાની જિંદગી સહેલી બનાવવા માટે કેટલીક ચીજવસ્તુઓ પર ખર્ચ કરવો જોઈએ. આ રાશિના લોકોએ પોતાની જાત પર ખર્ચ કરતા રહેવું જોઈએ. તેઓ બીજાની મદદ માટે તત્પર હોય છે, પરંતુ તેમાં થોડી સાવચેતી પણ રાખવી જોઈએ.

તુલા

તુલા

આ રાશિના લોકો પરિસ્થિતિમાં સંતુલન બનાવી રાખે છે. એટલે જ તેમની બચત અને ખર્ચા પણ સંતુલિત હોય છે. આ રાશિના લોકોને એકલા રહેવું નથી ગમતું, એટલે જ તેઓ મિત્રો સાથે બહાર હરવા ફરવામાં ખાવા પીવામાં વધુ ખર્ચ કરી દે છે. આ રાશિના લોકોએ વિચારવું જોઈે કે તેમની માટે મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વીતાવવો જરૂરી છે કે પછી તેમના પર ખર્ચ કરવો. જો તમે આ માટે એક બજેટ નક્કી કરશો તો ખર્ચ ઘટશે

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો અનુશાસિત હોય છે, તેમને વધુ ખર્ચ કરવો પસંદ નથી. આ રાશિના વ્યક્તિઓ મિસ્ટિરિયસ હોય છે, એટલે તેમના માટે પૈસાની વાત એક પડકાર સમાન હોય છે. તેમના માટે પરિવાર અને ભવિષ્યની યોજના બનાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે.

ધનુ

ધનુ

ધનુ રાશિના લોકો આઝાદીથી જીવન જીવવામાં માને છે, તેમને મુસાફરી કરવી ગમે છે. આ રાશિના લોકોમાં ધૈર્ય ઓછું હોય છે. એટલે તેઓ આર્થિક નિર્ણય યોગ્ય રીતે નથી લઈ શક્તા. આ રાશિના લોકોને નક્કામો ખર્ચ બચાવવા માટે રિસર્ચ કરવું જોઈએ. તમારે ઉપલબ્ધ સંસાધનોનો સારો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમારો ખર્ચ બચી શકે.

મકર

મકર

મકર રાશિના લોકો પોતાના જીવનમાં શિસ્ત અને નિયમથી જીવે છે, આ જ રીતે તેઓ આર્થિક નિર્ણયો પણ કરે છે. પરંતુ જ્યારે કોઈ તેમના કીધા પ્રમાણે ન કરે તો તેઓ સામેના વ્યક્તિને જજ કરવા લાગે છે, આમ ન કરો. સાથે કેટલીક સ્થિતિમાં આવેગમાં આવીને શોપિંગ ન કરો. આ પ્રકારની આદત સુધારો.

કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો ખૂબ ક્રિએટિવ હોય છે, પરંતુ આ રાશિના લોકો સપનાની દુનિયામાં જીવે છે. તેઓ ખૂબ જ દયાળુ હોય છે. જ્યારે પૈસાની વાત આવે ત્યારે તમારે ઉદારતા પર નિયંત્રણ રાખવું જોઈે. જ્યારે તમારી આર્થિક સ્થિતિ સુધરે ત્યારે તમારે ઈચ્છાનુસાર દાન દક્ષિણા કરવી જોઈએ.

મીન

મીન

આ રાશિના લોકો પૈસાની ચિંતા નથી કરતા. તેમની જિંદગીમાં પૈસા કરતા બીજી વસ્તુઓ પ્રાથમિક્તામાં છે. પૈસામાં રસ ન હોવાને કારણે તેઓ આર્થિક નિર્ણયો યોગ્ય રીતે નથી લઈ શક્તા. તમારે સમજવું જોઈએ કે સારી જિંદગી જીવવા માટે પૈસા જરૂરી છે. તમારે પૈસાનો ઉપયોગ એવી જગ્યાએ કરવો જોઈએ જે મહત્વની હોય. જો તમે એક વખત પૈસાનું મહત્વ સમજી શક્શો તો વધુ પૈસા કમાવાની સાથે તેનો યોગ્ય ઉપયોગ પણ કરી શક્શો.

English summary
money saving advice base on your zodiac sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X