મેષ રાશિ: ઓક્ટોબરમાં આવક સારી રહેશે, પણ મુશ્કેલીઓ જણાશે
ઓક્ટોબર મહિનામાં સૂર્ય તુલા રાશિમાં સંક્રમણ કરશે. મંગળ સિંહ રાશિમાં ભ્રમણ કરશે તથા બુધ 2 ઓક્ટોબરે માર્ગી થઇને કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ગુરૂ પૂર્વવત સિંહ રાશિમાં ભ્રમણ કરશે તથા શુક્ર 2 ઓક્ટેબરે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શનિ યથાવત રીતે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશ કન્યા અને મીન રાશિમાં રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધાર પર મેષ રાશિના લોકો માટે ઓક્ટોબર મહિનો કેવો રહેશે?
આ રાશિના લોકો માટે ઓક્ટોબર મહિનો સારો નહિં રહે. પંચમ ભાવનો સ્વામી સૂર્ય પોતાની નીચ રાશિમાં થઇને સપ્તમ ભાવમાં બેઠો છે, જેથી જાતકના દરેક કાર્યમાં મુશ્કેલીઓ ઉભી થશે. જીવનસાથીનો સહકાર નહિં મળવાથી પણ જાતક પરેશાન રહેશે. નોકરી કરવાવાળા લોકો માટે પણ આ સમય ઘણો મુશ્કેલીભર્યો રહેશે. પોતાના ઉપરી અધિકારીઓ સાથે સંબંધો સારા રાખો.
આર્થિક પક્ષ: જાતકની આવક સારી રહેશે પણ ધન વ્યય થવાથી બચત નહિં થાય.
સ્વાસ્થ્ય: છઠ્ઠા ભાવનો સ્વામી બુધ પોતાના ઘરમાં જ રહેવાથી સ્વાસ્થ્ય સારૂં રહેશે.
કરિયર: વ્યવસાયી લોકો માટે સમય પડકારજનક રહેશે. આ સમયે નવુ રોકાણ નુકસાનકારક નિવડી શકે છે.
લગ્નજીવન: વૈવાહિક જીવનમાં તણાવની સ્થિતિ રહેશે.
પ્રેમ પ્રસંગ: પ્રેમ સંબંધોમાં પ્રગઢતા આવશે. પોતાના સાથીનો વિશ્વાસ જાળવી રાખો
નીચે જાણો મેષ રાશિવાળા લોકો અંગે રોચક વાતો:

મેષ રાશિના જાતકો માટે કરિયર ટીપ્સ
26 વર્ષથી ઓછી ઉંમરના યુવક યુવતીઓ પોતાના માતા-પિતાના નિયંત્રણમાંથી મુક્તિ મેળવવાની આકાંક્ષા રાખવાવાળા હશે. પરંતુ તેમણે વડીલોના અનુભવોમાંથી શીખ લેવાની આવશ્યક્તા છે. ધન કમાવવાની યોગ્યતા હોય છે, પણ ધનનો ઉપયોગ કરવાની કળા આ લોકો નથી જાણતા.

મેષ રાશિના લોકોને કેવી રીતે પ્રપોઝ કરશો
જો તમે સપોર્ટીવ અને સ્ટ્રોંગ છો, તમારા વિચારોને સરળતાથી પ્રગટ કરો છો, તો મેષ રાશિની ગર્લફ્રેન્ડ માટે તમે યોગ્ય પાર્ટનર છો. મેષ રાશિની યુવતીઓ મક્કમ અને દ્રઢ વિચારો વાળી હોય છે. પરંતુ તેમને પ્રેમની ખુબ જ જરૂર હોય છે. મેષ રાશિની યુવતીઓ કેરીંગ બોયફ્રેન્ડ પસંદ કરે છે. મેષ રાશિની યુવતીઓ વફાદાર હોય છે. મેષ રાશિની યુવતીને જ્યારે ડેટ પર લઇ જાવ છો, ત્યારે તેમની પસંદની રેસ્ટોરામાં જાવ, તેમના વખાણ કરો, અને તેમના પર ધ્યાન આપો.

મેષ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ
આ વર્ષે રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. નોકરી કરવાવાળા લોકો ઘણી મહેનત કર્યા બાદ જ પોતાના બોસની પ્રશંસા મેળવી શકશે. આવક-જાવકમાં સમાનતાની સ્થિતિ બનેલી રહેશે. વૃદ્ધો માટે આ વર્ષ થોડું કષ્ટદાયી રહેશે. પોઝીટીવ રહેવાની જરૂર છે.

મેષ રાશિની મહિલાઓ અને મિત્રતા
મેષ રાશિની મહિલાઓનું મન વહેતા પાણી જેવુ હોય છે. જ્યાં કોઇ સારી વ્યક્તિ મળી તેની થઇ જાય છે. એક જ મિનિટમાં દોસ્તી કરે છે, અને તોડે પણ છે. મેષ રાશિની યુવતીઓનું ફ્રેન્ડ સર્કલ ખુબ મોટું હોય છે. આ છોકરીઓ ક્યારેય પોતાના મિત્રોને નથી ભૂલતી. નવા લોકો સાથે ક્ષણમાં દોસ્તી કરી લે છે, અને તેથી જ જૂના દોસ્તો તેનાથી નારાજ પણ રહે છે.

સ્વભાવ
પોઝીટીવ:
મેષ રાશિ વાળા લોકો કામ પ્રત્યે સકારાત્મક, દ્રઢ, સાહસિક, નિડર અને લોકોની સાથે મળીને ચાલનારા હોય છે. તેમના વિચાર સાફ હોય છે અને કામ પ્રત્યે ઢીલાશ નથી રાખતા.
નેગેટીવ: મેષ રાશિવાળા લોકોમાં સૌથી ખરાબ ગુણ બીજા લોકોથી ઇર્ષાનો હોય છે. આ લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે. તેમનામાં ધીરજ નથી હોતી. નિર્દયી અને હિંસક હોય છે. ક્રોધી અને ઘમંડી હોય છે.

લાલ-પીળાની પસંદગી કરો
આ રાશિના લોકોએ શુદ્ધ તેમજ સિન્થેટીક ફેબ્રિકથી બનેલા કપડા પસંદ કરવા જોઇએ. લાલ,પીળા, નારંગી રંગની પસંદગી તેમણે કરવી જોઇએ. વાદળી, ગ્રે અને કાળા રંગના કપડાથી તેમણે બચવુ જોઇએ. આ લોકોએ ચામડા અથવા તો પક્ષીઓના પીંછામાંથી બનેલી વસ્તુઓથી પણ બચવુ જોઇએ.

આત્મનિર્ભર
વ્યક્તિના સ્વભાવ પર તેની આસપાસના વાતાવરણની ઘણી અસર થતી હોય છે. પરંતુ વ્યક્તિનો સ્વભાવ કેવો હશે તે તેના જન્મથી જ નક્કી થઇ જાય છે. એટલેકે તમારા સ્વભાવ પર તમારી રાશિની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહેશે.

મેષ રાશિની મહિલા અને ફેશન
જો તમારી રાશિ મેષ હોય તો આ રાશિની મહિલાઓમાં એક ખાસ ખુબી હોય છે. આ મહિલાઓ કોઇ પણ નવી ફેશનનો ટ્રેન્ડ અપનાવવામાં અવ્વલ રહે છે.

મેષ રાશિ વાળા લોકો સંતોષ ઇચ્છે છે
મેષ રાશિ વાળા પોતાના પાર્ટનરથી અગર પૂર્ણ રીતે સંતુષ્ટ નથી હોતા, તો તેમની લવલાઇફ પર હંમેશા ખતરો હોય છે. આ રાશિ વાળા લોકો તક મળતા જ લવમેકીંગ માટે તૈયાર હોય છે.

કામુક
આ રાશિના લોકો ખુબ જ કામુક હોય છે. તેઓ જલ્દી સંબંધ બનાવી લે છે.

પ્રેમમાં મેષ રાશિની મહિલા
મેષ રાશિની જે મહિલાઓ પ્રેમમાં હોય છે, તે સાચા પ્રેમની શોધમાં હોય છે. જે તેમને બહુ મુશ્કેલીઓ બાદ મળે છે. પરંતુ જ્યારે તે સાચો પ્રેમ તેમને મળે છે, ત્યારે મંત્રમુગ્ધ કરી દે છે.