જ્યોતિષઃ કુંભ રાશિ માટે ઓક્ટોબર મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન શનિના દશમ ભાવમાં ગોચર કરવાને કારણે તમારી તબીયત ઘણી સારી રહેશે. વેપારમાં વિદેશી સ્ત્રોતો દ્વારા લાભ થઈ શકે છે. કામના હેતુએ તમે આ સમયે લોન પણ લઈ શકો છો. તમારા દરેક કામો આ સમયે સફળ થશે. પૈસા કમાવવા તમે અનેક પ્રયત્નો કરશો. લગ્નનું સુખ વધી શકે છે. બાળકોના આરોગ્યને લઈ હેરાનગતિ થઈ શકે છે. તમે વિરોધીઓ પર ભારે પડી શકો છો.

આર્થિક

આર્થિક

તમારી આવક આ મહિને સારી રહેશે. આવકમાં વધારો થવાની શક્યતા છે. શેયર બજાર કે ટેકનીકલ કામ સાથે જોડાયેલા લોકો માટે આ દરમિયાન નફો કમાવવાની શક્યતાઓ ઘણી છે. તમારા માટે મહત્વનું છે કે તકને પકડો, નહિંતર હાથમાંથી સરકી જશે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ માસ દરમિયાન તમારા આરોગ્યમાં સુધારો આવશે, પણ કામનો બોજો વધારે રહેશે. કામની સાથે તમારી તબિયતનું ધ્યાન પણ રાખજો. આરોગ્ય પ્રત્યે બેદરકારી તમને ભારે પડી શકે છે. યોગ અને કરસતનો આશરો લઈ શકો છો. માસના મધ્ય બાદ તમારે તમારા આરોગ્ય માટે વધુ કાળજી લેવાની જરૂર છે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરી કરનારાને પ્રમોશન થવાની શક્યતાઓ છે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કાપડ અને એન્ટીક વસ્તુઓના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય લાભ આપનારો છે.

લગ્નજીવન

લગ્નજીવન

સારા લગ્નજીવન માટે જરૂરી છે કે, જીવનસાથીની લાગણીઓને સમજો અને તેને માન આપો. તમારી મહેનતથી તમારા લગ્નજીવનમાં સુખ જળવાઈ રહેશે. કામમાંથી સમય કાઢી તમારા પરિવાર સાથે હરવા-ફરવાનું પ્લાનિંગ થઈ શકે છે.

પ્રેમ

પ્રેમ

લગ્ન લાયક યુગલોના વિવાહ નક્કી થઈ શકે છે. આ માસ દરમિયાન પ્રેમીને મળવા જવા કરતા ફોન પર વધુ વાત કરવાનું રાખશો. આ રાશિના જાતકો એ પ્રેમમાં થોડા સાવધાન રહેવાની જરૂર છે. જે લોકોના જીવનમાં હાલ કોઈ સાથી નથી તેમના જીવનમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થઈ શકે છે.

English summary
Monthly Horoscope of Aquarius in October 2017.
Please Wait while comments are loading...