કુંભ રાશિ જાન્યુઆરી 2021 (Aquarius Horoscope January): તમારા માટે સમય સારો છે, પ્રગતિ થશે
વર્ષ 2021નો પહેલો મહિનો કુંભ રાશિના જાતકો માટે શાનદાર સાબિત થનાર છે. તમારી રાશિ પર શનિ અને ગુરુ બંનેની કૃપા છે. જેના પરિણામસ્વરૂપ જે ઈચ્છશો તે મેળવવામાં સફળ થશો. આ મહિને તમે જે કંઈપણ વિચારશો તે પૂરું કરવા માટે તન મનથી કામે લાગી જાઓ. જો પરિણામ સકારાત્મક ના દેખાય તો પણ આત્મવિશ્વાસ બનાવી રાખો. જૂના દિવસોથી ચાલી આવી રહેલી પરેશાનીઓ આ મહિને થોડી ઘટશે. કાર્ય- વ્યવસાયમાં કોઈની મદદથી આગળ વધી શકશો. ભાગીદારીમાં કરેલ કાર્ય લાભ આપશે. નવા સ્ટાર્ટઅપ માટે સમય સારો છે. જે લોકો નોકરી અથવા કાર્યસ્થળમાં બદલાવ ઈચ્છે છે તેઓ જરૂર કરે, પરંતુ ધ્યાન રાખો શરૂઆતી નિષ્ફળતા તમને વિચલિત કરી શકે છે.
પરિવારમાં સામંજસ્ય બની રહેશે. જે લોકોનો પોતાના પરિજનો સાથે વિવાદ ચાલી રહ્યો છે તે દૂર થશે. સંબંધોમાં નવી ઉર્જા ભરવાથી મન પ્રસન્ન રહેશે. દાંપત્ય જીવન, પ્રેમ પ્રકરણમાં સુખદ માહોલ રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરો લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવા સાધન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે પરંતુ હજી સતર્ક રહેવાની જરૂરત છે.
ઉપાયઃ શનિદેવને દુધીયા પુષ્પ અર્પિત કરો. ગળામાં લાલ ચંદનની માળા ધારણ કરો.

આમના દરેક કામ અચાનક હોય છે
આ રાશિના વ્યક્તિ કટ્ટરપંથી વિચારધારા અને સામાજિક ન્યાયના પક્ષમાં હોય છે. તેમના દરેક કામ અચાનક હોય છે, યોજનાબદ્ધ રીતે કરેલા કામમા કોઈને કોઈ અડચણ જરૂર આવે છે. આ રિસર્ચ કરનારા તથા પ્રયોગશીલ પ્રકૃતિના હોય છે.

કુંભ રાશિની છોકરીઓ
કુંભ રાશિની છોકરીઓ આધુનિક વિચારધારાવાળી હોય છે. તેમની સંસ્કૃતિ અને પરંપરા સાથે પ્રેમ હોય છે. ફરવુ અને મુસાફરી કરવી તેમનો શોખ હોય છે. ડેટ પર જતી વખતે ગર્લફ્રેન્ડને ફૂલ આપવાથી તેમની મન ખુશ થઈ જશે.

સકારાત્મક વસ્તુઓ માટે ખૂબ જ જિદ્દી
આ રાશિની મહિલાઓ શૉપિંગ મૉલથી ઘણી દૂર રહે છે. આના બદલે તે સસ્તા સ્ટોર કે પારંપરિક વસ્તુઓ ખરીદવાનુ વધુ પસંદ કરે છે. તે ફેશન ફૉલોઅર નથી હોતી, સકારાત્મક વસ્તુઓ માટે ખૂબ જ જિદ્દી હોય છે.

વ્યવહાર
કુંભ રાશિવાળા લોકો ઈમાનદાર, સત્ય બોલનારા, તેજ દિમાગવાળા, દયાળુ, માનવીય અને મધુર સ્વભાવના હોય છે. રચનાત્મક ગુણ કૂટી કૂટીને ભર્યા હોય છે સાથે જ તે અલગ હટીને કામ કરવાની તેમનામાં ક્ષમતા હોય છે.

લાલ, સફેદ અને નારંગી રંગ
કુંભ કૉટન, સિલ્ક, લેનિન આ રાશિ માટે સારા માનવામાં આવે છે. સિન્થેટિકનો ઉપયોગ ન કરવો. રંગોમાં તેમને વાદળી, કાળા, ભૂરાનો ઉપયોગ કરવો જોઈએ. આ રાશિના લોકોએ લાલ, સફેદ અને નારંગી રંગથી બચવુ જોઈએ.
{promotion-urls}