જ્યોતિષઃ મેષ રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેશે?

Written By: Desk
Subscribe to Oneindia News

તમે દરેક કાર્યો કરવા અગ્રેસર રહો છો. તમારા વિચારોને પકડીને ચાલનારી વ્યકિત તરીકે તમારી ઓળખ છે. આ મહિને પહેલાની સરખામણીએ તમારી આર્થિક સ્થિતિ સુધરશે. જેઓ નવું કામ કરવાનું વિચારી રહ્યા છે તેમના કામમાં વિલંબ આવશે. કેરિયરમાં તડકો-છાંયડો રહેશે. માસના ઉત્તરાર્ધમાં કેરિયરમાં સ્થિતિ સામાન્ય થશે. તમારી મહેનતથી કાર્યક્ષેત્રને યોગ્ય દિશા આપી શકશો. દાંપત્યજીવન સુખમય રહેશે. ઉતાવળે કોઈ કાર્ય કરવું નહિં, કે જેથી તમને નુકશાન થાય.

આર્થિક

આર્થિક

આ માસ દરમિયાન આર્થિક રીતે તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. ખર્ચા ભરપૂર થશે. પરિણામે તેના પર કાબૂ મેળવવી તમારી પ્રાથમિકતા છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારે સમજી-વિચારી લેવું જોઈએ.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ સમયે તમારી મેદસ્વીતામાં વધારો થઈ શકે છે. પરિણામે વધુ તળેલું, મસાલાયુક્ત ખોરાક લેવાનું ટાળવું. કેટલાક લોકોને સાંધાના દુખાવાથી હેરાન થવું પડે. તાજગી સભર રહેવા શરીરે તેલની માલિશ કરતા રહેવું.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નવું કામ કરવામાં વધુ મહેનત કરવી પડશે. કારોબારમાં ભાગ્યનો સાથ મળી રહેશે. માસના અંતે વિદેશથી આવક થવાની શક્યતા છે. નોકરી બદલવાની ઈચ્છા ધરાવનારા લોકો પ્રયત્નો ચાલુ રાખે, ઈચ્છિત પરિણામ મળશે. મોટી યોજનાઓનો આરંભ થઈ શકે છે, પણ લાભ ઓછો થશે.

લગ્નજીવન

લગ્નજીવન

સંતાનોને લઈ ચિંતા થઈ શકે છે. કૌટુંબિક ખર્ચાને લઈ ઘરમાં તનાવ રહેશે. પાર્ટનરને ઓછો સમય આપી શકશો. જીવનસાથીનો ભરપૂર સાથ મળી રહેશે. તેમછતાં જીવનસાથી નારાજ રહેશો.

પ્રેમ

પ્રેમ

પ્રેમ પ્રસંગમાં વાતાવરણ જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. ગુસ્સો અને અહંકાર ત્યાગી દેજો. જે લોકો એકલા છે તેમને જૂની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ શકે છે. બને તેટલું એકબીજા સાથે સમય વિતાવજો.

English summary
Monthly Horoscope of Aries in February 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.