મેષ રાશિફળ જાન્યુઆરી 2021 (Aries Horoscope January): ખુશ થવાના અનેક અવસર મળશે
મેષ રાશિના જાતકોને જાન્યુઆરીમાં ખુશ થવાના અનેક અવસર મળશે. આ અઠવાડિયે કંઈક એવાં કામ થશે જેનાથી તમારું ભવિષ્ય બનાવવું આસાન થશે. આના માટે પરિવારના અુભવી લોકોની સલાહ બહુ મહત્વની રાખશે. આ મહિનો આજીવિકાના સાધનો માટે બહુ સારો સાબિત થશે. નોકરીયાત લોકોને પ્રગતિના અવસર મળશે. યંગ પ્રોફેશનલ્સને નવી જૉબ ઑફર મળશે પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે આ મહિને તમારા પ્રતિસ્પર્ધી તમને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરશે આના માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. બિઝનેસમાં પણ સ્પર્ધા વધશે. તમારે તમારા કામની ક્વૉલિટી પર ધ્યાન આપવાનું છે નહિતર પાછળ રહી જશો. બિઝનેસમાં નવા અનુબંધ થશે. કાર્યક્ષમતા વધશે.
કાર્ય વિસ્તરણ માટે અનેક યાત્રાઓ થશે અને નવા લોકો સાથે મળવાનું થશે. આર્થિક દ્રષ્ટિએ નવા વર્ષનો પહેલો મહિનો સારો રહેશે. જો કે તમારે બિનજરૂરી ખર્ચા નિયંત્રિત કરી રાખવા પડશે. આવકના નવાં સાધન પ્રાપ્ત થશે. જૂનું કરેલું રોકાણ લાભ આપશે. નવી સંપત્તિ, વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો થોડું સતર્ક રહેવાનો સમય છે. બિનજરૂરી તણાવ લેવો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. પ્રેમ સંબંધોમાં જરૂરતથી વધુ અપેક્ષા તમને દુખી કરશે.
ઉપાયઃ મેષ રાશિના જાતક આ મહિને દરરોજ ઓછામા ઓછી એક માળા ગાયત્રી મંત્રનો જાપ કરો.

મેષ રાશિ
મેષ રાશિમાં 26 વર્ષની ઉંમરથી નાની ઉંમરના યુવક યુવતિઓએ પોતાના માતા-પિતાના નિયંત્રણથી મુક્તિ મેળવવાની આકાંક્ષા રાખનારા હોય છે. પરંતુ તેમણે પોતાનાથી વડીલોના અનુભવોથી સીખ લેવાની જરૂરત હોય ચે. ધૈર્યથી કામ લેતાં તેમના સન્માનની સાથોસાથ પોતાના વ્યક્તિત્વના નિર્માણ અને આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ બન્યા રહેવું જોઈએ.

સ્વાસ્થ્ય
જો તમે સ્ટ્રોંગ છો અને તમારા વિચારોને આસાનીથી વ્યક્ત કરી લો છો તો મેષ રાશિની ગર્લફ્રેન્ડ માટે તમે યોગ્ય પાર્ટનર છો. મેષ રાશિની છોકરીઓ મજબૂત અને દ્રઢ વિચારવાળઈ હોય ચે પરંતુ તેમને પ્રેમની બહુ જરૂરત હોય છે.

સ્વભાવ
સકારાત્મકઃ મેષ રાશિવાળા કામ પ્રત્યે દ્રઢ, સાહસી, નિડર લોકો સાથે મળીને ચાલનારા, ત્વરિત નિર્ણય લેનારા વધુ સક્રિય રહે છે. તેમની સોચ સાફ હોય ચે અને તેઓ પોતાના કામ પ્રત્યે ઢિલાપણું નથી દાખવતા.
નકારાત્મકઃ મેષ રાશિવાળામાં સૌથી ખરાબ આદત લોકોથી ઈર્ષિત થવાની હોય છે, તેઓ પોતાના વિશે જ વિચારે છે, તેમનામાં ધૈર્યની કમી હોય ચે, તેઓ નિર્દયી અને હિંસક હોય છે. ક્રોધ જલદી જ આવે છે અને પોતાના પર વધુ ઘમંડ કરે છે.

મેષ રાશિની મહિલાઓ
મેષ રાશિ વાળી છોકરીઓનું મન વહેતા પાણીની જેમ હોય છે, જ્યાં કોઈ સારો વ્યક્તિ મળી ગયો તો તે તેની જ થઈ જાય છે. એક મિનિટમાં દોસ્તી કરવાનો ફેસલો કરે છે અને એક મિનિટમાં તોડવાનો. મેષ રાશિની છોકરીઓનું ફ્રેન્ડ સર્કલ ઘણું વિશાળ હોય ચે અને તે પોતાના મિત્રોને પણ ભૂલી જાય છે.