જ્યોતિષ: મકર રાશિ માટે ઓક્ટોબર મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન મકર રાશિના જાતકોનેરાહુના સપ્તમભાવમાં ગોચર કરવાને કારણે વેપારમાં અચાનક ધનલાભ અને નુકસાન થઈ શકે છે. પરિણામે કોઈ પણ રોકાણ કરતા પહેલા અનેક વાર વિચાર કરજો. માતાના આરોગ્યનું ધ્યાન રાખજો. તમને અનિંદ્રા, આંખ અને પગની તકલીફ વધી શકે છે. ઘરના સભ્યો સાથે તમે લાંબી યાત્રા કરી શકો છો. આ સમયે તમે નવું ઘર ખરીદી શકો છો. સૂર્ય અને બુધના નવમ ભાવમાં ગોચર નોકરીમાં અચાનક પદોન્નતિ કરાવી શકે છે.

આર્થિક

આર્થિક

આર્થિક બાબતે તમારે થોડા સજાગ રહેવાની જરૂર છે. કોઈ મહત્વનું કામ આવી પડતા લોન લેવી પડે. મહિનાના મધ્યબાદ આર્થિક સ્થિતિમાં થોડો સુધારો આવતા તમારા સાહસમાં વધારો થશે. માસના અંતિમ અઠવાડિયામાં ધન કમાવવાની અનેક તકો મળશે. હાલ નકામા ખર્ચાઓને નિયંત્રણમાં રાખ્યા વિના છૂટકો નથી.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

તમારું વજન વધવાની શક્યતા છે. પરિણામે કામની સાથે તમારી શારીરિક કસરતો પર પણ ધ્યાન આપજો. ભોજનમાં પરેજી કરવાથી બહેતર પરિણામ મળશે. પેટના અને સાંધાના દુખાવાથી તમારી જીવનશૈલી અને દિનચર્યા પર અસર પડશે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરી કરનારા લોકોને ઓફિસના પોલિટિક્સનો સામનો કરવો પડશે. નાણાકીય સ્થિતિ સારી ન હોવાને કારણે તાણગ્રસ્ત રહેશો. નોકરીના ક્ષેત્રે પરિવર્તન લાવશો. સાથે જ તમારા ઉપરીઓ સાથેના સંબંધો પણ સુધરશે. શેયર માર્કેટ અને સટ્ટા બજારીઓને ધંધો ઠપ રહેશે. આ માસના અંતિમ અઠવાડિયા દરમિયાન ભાગ્યનો સાથ મળતા સ્થિતિમાં એકદમથી સુધારો આવશે.

લગ્નજીવન

લગ્નજીવન

જીવનસાથીનો સાથ મળી રહેવાથી તમે અત્યંત ખુશી રહેશો. તમારા જીવનસાથીની નોકરીમાં સફળતા મળવાની શક્યતાઓ છે. જેને કરણે તમે તમારા પાર્ટનર સાથે કોઈ યાત્રા પર ફરવા જશો. પરસ્પર પ્રેમ અને વિશ્વાસમાં વધારો થશે. કુટુંબમા તમારા માન-સન્માનમાં વધારો થશે.

પ્રેમ

પ્રેમ

પ્રેમ સંબંધમાં આ માસ દરમિયાન તમારે સમજીને ચાલવું પડશે. પ્રેમીને ગિફ્ટ આપવાથી તમારા સંબંધમાં મજબૂતાઈ આવશે. માસના અંતિમ અઠવાડિયામાં તમારી લવ લાઈફમાં આવનારી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. તમારો પ્રેમી હદથી વધારે લાગણીશીલ થઈ શકે છે.

English summary
Monthly Horoscope of Capricorn in October 2017.
Please Wait while comments are loading...