મકર રાશિ જાન્યુઆરી 2021 (Capricorn Horoscope January): તમારાં બધાં કામ ગતિ પકડશે
કૃષિ, ઓટોમોબાઈલ, બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયર વગેરે સાથે જોડાયેલાં કાર્ય માટે આ મહિનો ઉત્તમ છે. તમારા સમસ્ત કાર્ય ગતિ પકડશે. જૂના મહિનામાં જે સંકટ આવ્યા છે તે બધા આ મહિને દૂર થશે પરંતુ તમારે ખુદ પર ભરોસો રાખવો પડશે. નોકરીયાત લોકોના કાર્ય અને સ્થાનમાં પરિવર્તન થવાની સંભાવના છે. મરજી હોય તેવા સ્થળોએ કામ કરશો તો શુભ રહેશે. યુવાઓને કોઈ વડીકંપનીમાંથી જૉબની સારી ઑફર આવી શકે છે. જે લોકો પાસે અત્યાર સુધી એકેય નોકરી કે બિઝનેસ નથી તેમને પણ આ મહિને કોઈ માર્ગ મળી જશે.
બિઝનેસના વિસ્તરણની યોજના પર કામ શરૂ કરો. નવું કામ પણ પ્રારંભ કરી શકો છો. આવકના અનેક સાધન પ્રાપ્ત થશે. આવકમાં વધારો પણ થશે. જેનાથી તમારા સામાજિક અને અંગત જીવન અપગ્રેડ થશે. પરિવાર સાથે કોઈ મનોરંજક યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્ય થોડું લથડી શકે છે. સાવધાન રહો. પરિવારના વૃદ્ધોના સ્વાસ્થ્યની પણ ચિંતા રહેશે. નવા પ્રેમ સંબંધ પ્રાપ્ત થશે.
ઉપાયઃ હનુમાનજીની આરાધના કરો.

મહિલાઓ
મકર રાશિની મહિલાઓ દોસ્તી જેટલી મનથી કરે છે, ટૂટવા પર એટલી જ વધુ દુખી થાય છે. તેઓ પોતાના દોસ્તોને સલાહ આપવામાં જરા પણ મોડું નથી કરતી. દોસ્તોની ભલાઈ માટે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે. તેઓ પોતાના ફ્રેન્ડ સર્કલમાં બાહરી વ્યક્તિની એન્ટ્રી ત્યાં સુધી પસંદ નથી કરતી, જ્યાં સુધી તે તેમનો દોસ્ત ના બની જાય.

ભરોસો જીતવો ઘણો મુશ્કેલ
મકર રાશિની છોકરીઓ બુદ્ધઇમાન, સ્ટ્રોન્ગ, વિશ્વસનીય અને શર્મીલી હોય છે. તેમનો ભરોસો જીતવો ઘણો મુશ્કેલ હોય ચે. અને તેનાથી પણ વધુ મુશ્કેલ હોય છે ખુદના પ્રેમનો ઈઝહાર કરવો.

કળાપ્રિય, ક્રિયાશીલ
આ રાશિના વ્યક્તિ બીજાઓની સહાયતા કરનારા તથા દાર્શનિક સ્વભાવના હોય છે. તેઓ વિશ્લેષણ તથા સાર ગ્રહણ કરવામાં વિશેષ રૂચિ લેતા હોય છે. આ લોકો કલાપ્રિય, ક્રિયાશીલ અને અતંયત સંવેદનશીલ હોય છે.

ઘણા મહેનતુ અને પ્રેક્ટિકલ
મકર રાશિવાળા લોકો ઘણા મહેનતુ અને પ્રેક્ટિકલ હોય છે. કૂટનૈતિક, તેજ, ઉદાર, દયાળુ, યથાર્થવાદી અને દરેક વાતની પાછળ તર્ક ઢૂંઢનાર હોય છે. હંમેશા ખિલેલા રહેતા આ લોકો જલદી જ કોઈ વાતનું ખરાબ માની લે છે.

બ્લૂ, કાળો, ભૂરો
મકર રાશિના જાતકો માટે કૉટન, લિનેન સારું માનવામાં આવે છે. સિંથેટિકનો ઉપયોગ ના કરો. રંગોમાં તેમને નીલા, કાળા, ભૂરા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રાશઇના લોકોએ લાલ, સફોદ અને નારંગી રંગથી બચવું જોઈએ.
{promotion-urls}