જ્યોતિષઃ મિથુન રાશિ માટે એપ્રિલ મહિનો કેવો રહેશે?

Written By: Desk
Subscribe to Oneindia News

આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે. શરૂઆતમાં આરોગ્ય થોડું ખરાબ થશે પણ ગભરાવાની જરૂર નથી. ધૈર્ય રાખવી. તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. વેપારમાં વૃદ્ધિ થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. મકાન-જમીનને લગતા કાયદાકીય મુદ્દાઓમાં સફળતા મેળવશો. કમીશન સાથે જોડાયેલા લોકોને લાભ તશે. સટ્ટાબાજી સાથે જોડાયેલા સાવધાન રહે.

આર્થિક

આર્થિક

આ સમયે મિથુન રાશિના જાતકો પોતાની આવક વધારવા સખત મહેનત કરશો. જો કે આ મહિને તમને કેટલીક આર્થિક ચેલેન્જોનો સામનો કરવો પડશે. આર્થિક લાભ સારો રહેશે નહિં. માસના અંત સુધી તમને તેમાં થોડી રાહત મળવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ મહિને તમારા ચહેરાની રોનક વધશે. તમારુ આરોગ્ય સારુ રહે તે માટે તમે પ્રયત્નશીલ રહેશો, પણ વધુ કામ ભારણથી તમે થાકેલા રહેશો. માસની શરૂઆત તમારા માટે અનુકૂળ જ્યારે માસનો અંત તમારા માટે પ્રતિકૂળ રહેશે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

આ સમયે તમે કેરિયર અને વ્યવસાયમાં સફળતાની શોધમાં રહેશો. તમે તમારી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરશો, જેથી આવનારી મુશ્કેલીઓથી રાહત મળશે. માસના બીજા સપ્તાહમાં આ પ્રયત્નો તમારી ક્ષમતાઓનો વિકાસ કરવામાં મદદ કરશે. જેથી માસના અંત સુધીમાં જરૂર તમને સફળતાના સંકેત છે.

લગ્નજીવન

લગ્નજીવન

લગ્નજીવન થોડુ મુશ્કેલીભર્યુ રહેશે. પરસ્પર અનબન ચાલ્યા કરશે. જો કે માસના અંત સુધીમાં બધુ બરાબર થઈ જશે. કામ સાથે તમારા સંબંધ પર થોડુ ધ્યાન આપજો. પતિ-પત્ની એકબીજા સાથે થોડો સમય વિતાવજો.

પ્રેમ

પ્રેમ

આ રાશિના જાતકો પોતાના સંબંધોને સુધારવા પ્રયત્ન કરશો. આ સમયે તમે દાંપત્યજીવનથી બંધાવા વિશે પણ વિચારશો. માસના મધ્યે તમારા પ્રયત્નોને ઝાટકો લાગશે. જો કે અંત સુધીમાં તમારા પ્રયત્નો સફળ રહેશે.

English summary
Monthly Horoscope of Gemini in February 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.