• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monthly Rashifal Gemini April 2021: એપ્રિલમાં ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધ સુધરશે

By desk
|
Google Oneindia Gujarati News

મિથુન રાશિના જાતકો માટે એપ્રિલ 2021 પડકારજનક રહેશે. આઠમાં ભાવમાં શનિ-ગુરુની યુતિ પ્રારંભિક પાંચ દિવસમાં સંકટ પેદા કરશે પરંતુ 6 એપ્રિલ બાદથી સમય થોડી રાહત આપનારો હશે. છઠ્ઠા ભાવનો કેત સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પેદા કરી શકે છે સાથે જ શત્રુઓથી પણ પરેશાની આવી શકે છે. કરિયરની વાત કરીએ તો તમારી અંદર સકારાત્મકતા અને સમસ્યાઓને હેન્ડલ કરવાની ક્ષમતા મોટી સમસ્યાઓથી બચાવી શકે છે. જે લોકોને નોકરીમાં સમસ્યા ચાલી રહી છે તે દૂર થનારી છે. યંગ પ્રોફેશનલ્સને વડી જૉબ ઑફર આવી શકે છે. 14 એપ્રિલ બાદથી ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધ સુધરશે જેનું ફળ તમને પ્રમોશનના રૂપમાં જોવા મળી શકે છે. સ્થનાંતરણ અને કાર્યના દાયિત્વમાં પરિવર્તન આ સમયે થઈ શકે છે. વેપારીઓ માટે મહિનાની શરૂઆત થોડી પરેશાની ભરી રહી શકે છે પરંતુ બાદમાં સારો પ્રોફિટ કમાઈ શકો છો. બિઝનેસમાં પ્રગતિના યોગ બનશે. કાર્યના સિલસિલામાં યાત્રાઓ પણ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ખર્ચમાં વધારો થવાની સ્થિતિ બનશે પરંતુ ધન સંચયની તમારી પ્રવૃત્તિ વધુ પરેશાની આવવા નહિ દે. અષ્ટમ ભાવમાં શનિ-ગુરુ અને દ્વાદશમાં રાહુ-મંગળની યુતિ આર્થિક બોજો વધારવાના સંકેત આપી રહ્યા છે. 16 એપ્રિલ બાદ રોકાણ કરવાનો સારો સમય હેશે. જો ભૂમિ, ભવનમાં રોકાણ કરવા માંગતા હોવ તો અવશ્ય કરો. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે. કોઈપણ રોગને હળવામાં ના લો. વાહન મશીનરીનો પ્રયોગ કરતી વખતે સાવધાની રાખો. વધુ ખાણીપીણી સ્વાસ્થ્ય બગાડી શકે છે. પારિવારિક દ્રષ્ટિએ મહિનો ઠીક છે. પરિવાર સાથે સુખદ સમય વ્યતિત થશે. પરિવારના વડા બુજુર્ગોને પૂરો સહયોગ પ્રાપ્ત થશે.

ઉપાયઃ મિથુન રાશિના જાતકો આ બુધવારે ગાયને લીલું ઘાંસ ખવળાવે. જો વધુ પરેશાની ચાલી રહી હોય તો બુધવારના દિવસે પન્ના ધારણ કરવું

મહિલાઓ

મહિલાઓ

મિથુન રાશિવાળી મહિલાઓ દોસ્તી કરવાથી વધુ દોસ્તીના પૈગામ પહોંચાડવામાં માહેર હોય છે. તેમનામાં સંચારની ક્ષમતા બહુ સારી હોય છે. બુદ્ધિજીવિઓ સાથે દોસ્તી કરવી વધુ પસંદ કરે છે.

સ્વતંત્ર વિચારો વાળી

સ્વતંત્ર વિચારો વાળી

મિથુન રાશિની છોકરીઓ આસાનીથી નથી માનતી, તેમને પ્રપોઝ કરવા માટે કંઈક નવું અને અનોખું કરો. આવી છોકરીઓ બુદ્ધિમાન અને સ્વતંત્ર વિચારો વાળી હોય છે, લગ્નના બંધનમાં પડવું તેમને વધુ નથી લોભાવતું, માટે ડેટ પર જતી વખતે તેમની હામાં હા મિલાવો અને ભવિષ્યની પ્લાનિંગ ના કરો, તેનાથી તેમનું મૂડ ખરાબ થઈ શકે છે.

સમજ્યા-વિચાર્યા વિના

સમજ્યા-વિચાર્યા વિના

આ રાશિના યુવક અને યુવતીનું જીવન કઠણાઈઓથી પસાર થાય છે. જેનું કારણ એ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વિના પ્રેમ સંબંધ સ્થાપિત કરી દેતા હોય છે.

ઘણી ઉર્જાવાન

ઘણી ઉર્જાવાન

મિથુન રાશિ વાળા માનસિક રૂપે ખુબ ઉર્જાવાન અને નિરંતર કાર્ય કરનારા હોય છે. તેઓ હંમેશા ખુશ રહે છે અને હરેક ક્ષેત્રમાં કામ કરવાની ક્ષમતા રાખે છે. થોડા જીદ્દી હોવાની સાથોસાથ વ્યવહારકુશળ અને ચતુર હોય છે.

વ્યવહાર

વ્યવહાર

મિથુન રાશિથી પ્રભાવિત વ્યક્તિ બહુ સજ્જન હોય છે. તમે તમારી ભાષણ કળાથી લોકોને આસાનીથી પ્રભાવિત કરી શકો છો. મિથુન રાશિથી પ્રભાવિત પુરુષ એક સાથે જ અનેક સ્ત્રિઓ સાથે મિત્રતા રાખી શકે છે.

English summary
Monthly Horoscope of Gemini
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X