મિથુન રાશિ જાન્યુઆરી 2021 (Gemini Horoscope January): તમારા પ્રભાવ ક્ષેત્રમાં વધારો થશે
નવા વર્ષને પહેલો મહિનો મિથુન રાશિના જાતકો માટે સારો સાબિત થશે. તમારા પ્રભાવ ક્ષેત્રમાં વધારો થશે. તમારા રચનાત્મક કાર્યોના દમ પર કોઈ મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરશો. આ મહિને તમે તમારા કાર્ય-વ્યવસાયને આગળ વધારવા અને જૉબમાં ધાર્યા પ્રમાણે બદલાવ કરવામાં સફળ થશો. આવકના સાધનોમાં વધારો થવાથી ભૌતિક સુખ- સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આસાની થશે. કાર્ય સ્થળ પર ઉચ્ચાધિકારીઓનો પૂરો સહયોગ મળશે. પરિવારમાં કોઈ વરિષ્ઠ મહિલાઓ જેમ કે મા, મોટી બહેન, દાદી વગેરે નારીઓનો સહયોગ મળવાથી મોટી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશો. આ મહિને જે કંઈપણ કામ કરશો તે પૂરું ફોકસ સાથે તમારા સો ટકા આપવાનો પ્રયાસ કરો.
કામમાં આળસ કરવાથી વાત બગડી શકે છે. આવી જ રીતે બિઝનેસમાં પણ તમામ ઉતાર ચઢાવ આવવા છતાં તમે મહેનતના દમ પર વિજેતા બનશો. નવા સ્ટાર્ટઅપ માટે સમય સારો છે, જે યુવાઓ પોતાનું નવું કામ શરૂ કરવા માંગે છે તેઓ કરે, લાભ થશે. આર્થિક દ્રષ્ટિએ મહિને મિશ્રિત રહેશે. તમારી આવકમાં વધારો થશે. ભૂતકાળમાં કરેલી મહેતનું ફળ પણ આ મહિને મળી શકે છે. આવક વધવાથી ભૌતિક સુખ સુવિધાઓ પણ પ્રાપ્ત કરશો. પ્રોપર્ટી સંબંધી કાર્યોથી લાભ થશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે. મોસમી બીમારી પરેશાન કરશે. નાની મોટી બીમારીઓમાં વધુ તણાવ લેવો સમસ્યા યુક્ત રહેશે. ખાણીપીણીમાં સાવધાની રાખો. પ્રેમ સંબંધોના હિસાબે જાન્યુઆરી મહિનો તમારા માટે લાભદાયક છે. પ્રેમી પ્રેમિકા સાથે સારો સમય વિતાવશો પરંતુ ભાવુકતામાં કોઈ ખોટું કામ ના કરી બેસતા.
સંબંધો મજબૂત થશે. નજીકતા વધશે. જેમને હજી સુધી લવ પાર્ટનર નથી મળ્યો તેઓ પ્રેમમાં પડી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. જીવનસાથીનો ભરપૂર પ્રેમ અને સહયોગ મળશે. ઘર- પરિવારમાં માંગલિક પ્રસંગમાં શામેલ થવાના અવસર આવશે. સંબંધીઓને મળવાનું થશે. કોઈ પારિવારિક યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે.
ઉપાયઃ આ મહિને તમે ભગવાન ગણેશના નિત્ય દર્શન કરી સંકટનાશન સ્તોત્રનો નિયમિત પાઠ કરો.

મહિલાઓ
મિથુન રાશિવાળી મહિલાઓ દોસ્તી કરવાથી વધુ દોસ્તીનો સંદેશ પહોંચાડવામાં માહેર હોય છે. તેમાં સંચારની ક્ષમતા બહુ સારી હોય છે. બુદ્ધિજીવિઓ સાથે દોસ્તી કરવી વધુ પસંદ હોય છે.

સ્વતંત્ર વિચારો વાળી
મિથુન રાશિની છોકરીઓ આસાનીથી નથી મનતી તેમને પ્રપોઝ કરવા માટે કંઈક નવું અને અનોખું કરો. આવી છોકરીઓ બુદ્ધઇમાન અને સ્વતંત્ર વિચારોવાળઈ હોય છે, લગ્નના બંધનમાં પડવું તેમને વધુ પસંદ નથી, માટે ડેટ પર જતી વખતે તેમની હામાં હા મિળાવી અને ભવિષ્યનું પ્લાનિંગ ના કરો, આનીથી તેમનો મૂડ ખરાબ થઈ શકે છે.

સમજ્યા-વિચાર્યા વિના
આ રાશિના યુવક અને યુવતીઓનું જીવન કઠણાઈઓથી પસાર થાય છે. તેનું કારણ એજ છે કે તેઓ સમજ્યા-વિચાર્યા વિના પ્રેમ સંબંધ સ્થાપિત કરી પોતાના જીવનને ખાડામાં ધકેલી દે છે.

ઘણી ઉર્જાવાન
મિથુન રાશઇવાળા માનસિક રૂપે ઘણા ઉર્જાવાન અને નિરંતર કાર્ય કરનારા હોય છે. તેઓ હંમેશા ખુશ રહે છે અને દરેક ક્ષેત્રમાં કામ કરવાની ક્ષમતા રાખે છે. થોડા જિદ્દી હોવાની સાથોસાથ વ્યવહારકુશળ અને ચતુર હોય છે.

વ્યવહાર
મિથુન રાશિથી પ્રભાવિત વ્યક્તિ ઘણા સજ્જન હોય છે. તમે તમારી ભાષણ કળાથી લોકોને આસાનીથી પ્રભાવિત કરી શકો છો. મિથુન રાશિથી પ્રભાવિત પુરુષ એક સાથે જ અનેક સ્ત્રીઓ સાથે મિત્રતા રાખી શકે છે.