જ્યોતિષઃ તુલા રાશિ માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન કામકાજને લઈ તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તમને કોઈના સાથની જરૂર પડશે, જે તમને યોગ્ય દિશા બતાવી શકે અને તમારા કામમાં સહભાગી થઈ શકે. પોતાની જાત પર તમે વિશ્વાસ કરજો. તમારા લક્ષ્યને મેળવવા માટે મહેનત કરશો તો સારી સફળતા મળશે. કુટુંબના સભ્યોનો સાથ તમને મળી રહેશે. લગ્નજીવનનું સુખ તમને મળતુ રહેશે. તમારી વ્યુહ રચનાઓ આ સમયે સફળ થશે.

આર્થિક

આર્થિક

શારીરિક રીતે આ મહિનો મુશ્કેલીભર્યો રહેશે. આ સમયે તમારા આરોગ્યનું ધ્યાન રાખજો. તમને કફની સમસ્યા રહેશે. ઉપરાંત યુરિનને લગતી મુશ્કેલીઓ ઉત્પન્ન થશે. યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લેજો અને તમારુ ધ્યાન રાખજો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

તમારુ આરોગ્ય આ સમયે સામાન્ય રહેશે. આખો માસ તમે તાજગીભર્યા અને સક્રિય રહેશો. પૌષ્ટિક આહાર લેજો અને નિયમિત વ્યાયામ કરજો. તમારા પગમાં તકલીફ આવી શકે છે. આરોગ્યને લઈ બેદરકાર બનશો નહિં.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરી કરનારા જાતકો તેમના ગુસ્સા પર નિયંત્રણ રાખે. આ સમયે તેમના સહકર્મિઓ તેમનાથી નારાજ રહેશે. જો કે સમય સાથે બધુ સારુ થઈ જશે. કૌટુંબિક સભ્યોની મદદથી તમે વેપારમાં ઘણો સારો નફો મેળવી શકશો. આ સમય વેપારમાં આર્થિક લાભ કરાવનારો છે.

લગ્નજીવન

લગ્નજીવન

દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. પણ કોઈ મોટી મુશ્કેલી જણાતી નથી. તમારા કામની સાથે કુટુંબના સભ્યોનું પણ ધ્યાન રાખજો. સમગ્ર પરિવારને લઈને ચાલનારાની પ્રતિષ્ઠા વધુ હોય છે. જીવનસાથીના વિચારોનું સન્માન કરજો.

પ્રેમ

પ્રેમ

પ્રેમ જીવનને લઈ આ સમય શુભ છે. તમારા સંબંધો સારા થશે. આ સમયે તમે બંને સાથે ફરવા પણ જશો. જે જાતકો પ્રેમનો એકરાર કરવા ચાહે છે તેમની માટે માસનો અંતિમ સમય સારો છે.

English summary
Monthly Horoscope of Libra in January 2018.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.