જ્યોતિષઃ કર્ક રાશિ માટે સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

શનિ તમારા પંચમભાવમાં ગોચર કરશે જેથી સંતાના શિક્ષણને લઈ મુશ્કેલીઓ આવશે. વધુ મહેનત અને ઓછો લાભ મળશે. આ સમયે તમે તમારા કુટુંબથી દૂર રહેશો. આ સમયે તમે આરોગ્યને લઈ સાવધાન રહેજો. તમારા નિવાસ સ્થાનમાં પરિવર્તન થઈ શકે છે. કોઈ મોટુ રોકાણ કરતા પહેલા અનુભવીઓની સલાહ લેજો. આ સમયે ભાઈ-બહેનો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પૈસા કમાવવા સખત મહેનત કરશો, જેથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે.

આર્થિક

આર્થિક

માસની શરૂઆતમાં તમારા ખર્ચામાં વધારો થશે, પણ માસના મધ્યસુધીમાં તમારી નાણાકીય સ્થિતિ સુધરતી જશે. તમે તમારી અનેક યોજનાઓ પૂર્ણ કરી શકશો. આ સમયે કુટુંબ તરફથી પણ તમને ફાયદો થશે. જીવનસાથીની મદદ તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત કરાવશે. સંપતિના વેચાણથી પણ તમને મોટો લાભ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ સમયે તમને માનસિક અશાંતિ રહ્યા કરશે. આ સમયે તમે ચિડાયેલા રહેશો. ઉતાવળમાં આવી કામ કરશો નહિં. શરીરમાં ઊર્જા અને સ્ફૂર્તિનો અભાવ રહેશે. રોજીંદા કામોમાંથી સમય કાઢી તમે સુંદર સ્થળોએ ફરવા જશો તો માનસિક શાંતિ પ્રાપ્ત થશે. વાહન ચલાવતા કે મશીનરી કામો કરતા બેદરકારી દાખવવી નહિં.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરીમાં પ્રમોશન કે કોઈ ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ થઈ શકે છે. વેપારીઓને મોટી સફળતા મળી શકે છે. ઓછી મહેનતે વધુ લાભ થઈ શકે છે. સંગીત કે ટ્રાવેલ સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે.

લગ્નજીવન

લગ્નજીવન

લગ્નજીવન માટે આ સમય ઘણો સારો દેખાઈ રહ્યો છે. જીવનસાથીથી તમને ભરપૂર પ્રેમ અને મદદ મળી રહેશે. તમારી ખુશીઓ બમણી થશે. સાથી સાથે વિદેશ યાત્રા પર જઈ શકો છો. તમારા સારા સંબંધનો લાભ તમારા સંતાનોને પણ મળી શકે છે.

પ્રેમ

પ્રેમ

જેઓના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે તેમના સંબંધોમાં જલ્દી જ સુધારો આવશે. આ સમયે સાથીની તબિયત થોડી ખરાબ રહેશે. આ સમયે તમારે થોડું સાચવીને રહેવું. જે લોકો પોતાના જીવનમાં એકલા છે તેમના જીવનમાં વસંત આવવાની શક્યતા બની રહી છે.

English summary
Monthly Horoscope of Cancer July 2017.
Please Wait while comments are loading...