જ્યોતિષઃ કર્ક રાશિ માટે ઓક્ટોબર મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ મહિને શનિ તમારા પંચમ ભાવમાં રહેવાને કારણે તમારા ખર્ચા અનેક ગણા વધશે. પેટને લગતા વિકારો ઊભા થશે. કૌટુંબિક સુખમાં વૃદ્ધિ આવશે. કુટુંબના સભ્યો મળી તીર્થયાત્રાએ જઈ શકો છો. કાર્યક્ષેત્રે કોઈની સાથે વિવાદ ઊભો થઈ શકે છે. નોકરીમાં કામના હેતુએ નાની-નાની યાત્રાઓ થશે. કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ જણાઈ રહ્યા છે. માતાના સ્વભાવમાં ગુસ્સો વધશે. સાવધાન રહેજો અકસ્માત થવાની શક્યતા છે..

આર્થિક

આર્થિક

આ માસ તમારા માટે સોનેરી તક લઈને આવી રહ્યો છે. સકારાત્મક વિચારો તમારા જીવનમાં અનેક શુભ સંકેતો લાવશે. સારુ કામ કરવાને કારણે વેતનમાં વધારો થશે. શેયર બજાર, લોટરીના કામોમાં જબરજસ્ત ધન લાભ થવાનો સંકેત છે. પર્યટન, સૌદર્ય પ્રસાધન, સંગીત જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો સારો લાભ કમાઈ શકશે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આરોગ્ય નરમ-ગરમ ચાલ્યા કરશે. નાના-મોટા કામો ઉત્સાહ સાથે પૂરાં કરી શકશો. તમને માનસિક વ્યાકુળતા જણાશે. અનિંદ્રાની સમસ્યાથી હેરાન રહેશો. કામ છોડી બહાર જવાનું મન થશે. લાંબા સમયથી જે બિમાર છે તે શરીરની કાળજી રાખે. આ સપ્તાહ દરમિયાન વાગવાથી કે અકસ્માતથી હાનિ થશે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

ગ્રહોની સ્થિતિ નોકરીમાં જબરજસ્ત ઉન્નતિ કરાવશે. ઉચ્ચ પદની સાથે સાથે પ્રમોશનના યોગ પણ જણાઈ રહ્યા છે. ઉપરી અધિકારીની કૃપા તમારા પર રહેશે. વેપારમાં વિસ્તાર કરવા અને રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ લેજો

લગ્નજીવન

લગ્નજીવન

લગ્નજીવન માટે આ સમય સારો રહેવાની શક્યતા છે. જીવનસાથી સાથે તાલમેલ જળવાઈ રહેશે. જો કે તમારી વાણીને કાબુમાં રાખજો. અહમને તમારા સંબંધની વચ્ચે આવવા દેશો નહિં, નહિંતર સંબંધોમાં તણાવ વધી શકે છે.

પ્રેમ

પ્રેમ

તમારા જીવનમાં આ સમયે અનેક વિપરિત જાતિના લોકો આવશે. જૂના પ્રેમ સંબંધો ફરી શરૂ થઈ શકે છે. જો તમે પહેલેથી કોઈના પ્રેમમાં છો તો આ સમયે તેની વધુ નજીક આવશો. જે લોકો પોતાના પ્રેમને લગ્નજીવનમાં ફેરવવાનું વિચારી રહ્યા છે તેમને વડિલોની સહમતિ મળી રહેશે. જો તમે કોઈ વ્યક્તિ માટે આકર્ષણ અનુભવો છો તો પ્રેમનો એકરાર કરી દેજો.

English summary
Monthly Horoscope of Cancer October 2017.
Please Wait while comments are loading...