Monthly Rashifal Cancer April 2021: કર્ક રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો ઉત્તમ રહેશે
કર્ક રાશિના જાતકો માટે આ મહિનો નવા અનુભવો લાવનારો રહેશે. સારાં કાર્યો વધુ થશે. સંયમિત અને નિયમિત દિનચર્યાથી તમારું મન, મસ્તિષ્ક અને શરીર ત્રણેય સારી સ્થિતિમાં રહેશે. આ મહિને તમે ધાર્મિક આધ્યાત્મિક ગતિવિધિઓમાં જુસ્સાથી ભાગ લેશો. કેટલાક એવા લોકો સાથે પણ તમારી મુલાકાત થશે જેઓ તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. કાર્ય વ્યવસાય માટે આ મહિનો ઉત્તમ છે. તમારા કાર્યોને પૂર્ણ ગતિ આપવા માટે કરવામાં આવેલી મહેનતનું શુભ પરિણામ પ્રાપ્ત થશે પરંતુ એકાદશ ભાવમાં મંગળ અને રાહૂની યુતિ વરિષ્ઠ અધિકારીઓ સાથે ટકરાવની સ્થિતિ પણ બનાવી રહ્યું છે જે સીધી તમારી આવકને પ્રભાવિત કરશે. કાર્યક્ષેત્રમાં તમે વધુ તણાવ અને દબાણ મહેસૂસ કરશો. આ દરમ્યાન તમને તમારી બૌદ્ધિક ચાતુર્યનો લાભ લેવો પડશે. કારોબારીઓની વાત કરીએ તો પ્રારંભિક પરેશાનીઓ બાદ તમે બિઝનેસને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં સફળ થશો. કાર્ય વિસ્તરણની યોજનાઓ પહેલેથી બનાવી રાખી હોય તો સાકાર કરવાનો સમય આવી ગયો છે. નવાં સ્ટાર્ટઅપ શરૂ કરો લાભ થશે. આર્થિક સ્થિતિ આ મહિને સારી રહેશે. કેટલીય જગ્યાએથી પૈસા આવવાના યોગ બની રહ્યા છે. જે લોકો વિદેશી વેપાર કરે છે તેમને વડો મોકો મળનારો છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો થોડી પરેશાનીઓ આવશે. પેટ સંબંધિત રોગ આવી શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. પારિવારિક દ્રષ્ટિએ મહિનો ઉત્તમ રહેશે. જો કે મહિનાના શરૂઆતી દિવસોમાં સ્વજનોમાં મતભેદ અને અણબન થઈ શકે છે. વિવાહિતોના દાંપત્ય જીવનમાં થોડી સમસ્યા આવી શકે છે. હળી મળીને કામ કરવાથી સમસ્યાઓ દૂર થશે.

મહિલાઓ
કર્ક રાશિની મહિલાઓ જેમની સાથે દોસ્તી કરે છે, તેમનું ધ્યાન પણ ખુબ રાખે છે. જો તમે મુસિબતમાં હોવ તો તમારો સાથ ક્યારેય નથી છોડતી. કર્ક રાશિની મહિલાઓ પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં બિલકુલ મોડું નથી કરતી.

દિલની સાફ હોય છે
કર્ક રાશિની છોકરીઓ સપનાં બહુ જોય છે, દિલની સારી હોય છે અને સામાજિક કાર્યોમાં વધુ ભાગ લે છે. આવી છોકરીઓને ડેટ પર લઈ જવી મુશ્કેલ હોય છે. તેમનું દિલ લુભાવવા માટે છોકરાઓએ ફૂલ અને ગિફ્ટ આપવાં જોઈએ.

ધન બહુ મહત્વ નથી રાખતું
કર્ક રાશિના યુવા-યુવતીઓ ખાસ કરીને પોતાના ભવિષ્ય પ્રત્યે બહુ ચિંતિત રહે છે. તેમને પોતાના પરિવારની સ્થિતિ સમજવા તથા માતા-પિતાના અનુભવોથી બોધ લેવો જોઈએ. તેમના માટે ધન બહુ મહત્વ નથી રાખતું પરંતુ પ્રૌઢ આયુમાં ધન પ્રત્યે સતર્ક રહેવું અપેક્ષિત છે.

ટિપ્સ
રેશમ, સુતર અને લિનેન કાર્ક રાશિના જાતકો માટે અનુકૂળ છે. સિંથેટિક કપડાંથી બચવું. સફેદ, હળવાં પીળાશ વાળાં સફેદ રંગના કપડાં પહેરો. લીલો અને કાળો રંગ પહેરવો નહિ. સાદાં ડિઝાઈન કરેલાં કપડાં પહેરો.

ભાવુક
આ રાશિના લોકો બહુ જલદી ભાવુક થઈ ઉઠે છે. તેઓ પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેનશિલ હોય છે. તમે તમારા સમાન વિચારધારા વાળા વ્યક્તિઓની તલાશમાં હંમેશા નવા મિત્રો અને સાથીઓની ખોજમાં રહો છો.
{promotion-urls}