કર્ક રાશિ જાન્યુઆરી 2021 (Cancer Horoscope January): શુભ સમાચાર મળી શકે છે
કર્ક રાશિના જાતકો માટે નવા વર્ષની શરૂઆત કોઈ શુભ સમાચાર સાથે થશે. આ તમારાં જૂના કરેલાં કાર્યોનું જ પરિણામ હશે. તમારી મહેનત અને લગનના દમ પર જે મુકામ હાંસલ કર્યું છે તેને ઉત્તરોત્તર વધારનારું સાબિત થશે નવું વર્ષ. જાન્યુઆરી 2021માં તમારી એ બધી યોજનાઓ સાકાર રૂપ લઈ લેશે જેના પર તમે લાંબા સમયથી પૈસા અને શ્રમ લગાવી રહ્યા છો. સ્ટાર્ટઅપ માટે સમય સારો છે. નવા વર્ષમાં નવાં કામ પ્રારંભ કરશો તો લાભ જ લાભ થશે, પરંતુ નવું કામ કરતી વખતે તમારાં જૂનાં કામને એકદમ ના છોડો. નોકરીયાકત લોકોને જાન્યુઆરી મહિનામાં ભાગદોડ જરૂરી રહેશે પરંતુ તેનું શુભ પરિણામ તમને પ્રમોશનના રૂપમાં મળશે.
પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિને તમારે સંબંધો સાચવીને ચાલવું પડશે. પરિવારમાં આ મિત્રો વચ્ચે કોઈ પર હાવી થવાનો પ્રયાસ ના કરો, નહિતર સંબંધોમાં ખટાસ જેવી સ્થિતિ બની શકે છે. દાંપત્ય જીવનમાં તાલમેલ બનાવીને ચાલવું પડશે. સાથે જ અંગત અને પ્રોફેશનલ લાઈફમાં પણ સંતુલન બનાવીને રાખો. આર્થિક રીતે મજબૂત થશો, પરંતુ હજી પણ ઘણી મહેનત કરવાની જરૂરત છે. કાર્ય પૂરું કરવામાં આર્થિક સંકટ બાધા નહિ બને પરંતુ છતાં પણ તમારે પૈસાની બચત કરવા તરફ ધ્યાન લાવવું પડશે. સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. જૂના રોગો મટશે, બીમારીઓ પર ખર્ચા પણ ઘટશે. વિદ્યાર્થીઓનું ફોકસ અભ્યાસ પર રાખવું પડશે.
ઉપાયઃ આખું મહિનો શિવજીની આરાધના કરો. શિવ ચાલીસાનો પાઠ કરો.

મહિલાઓ
કર્ક રાશઇની મહિલાઓ જેમની સાથે દોસ્તી કરે છે, તેમનું ધ્યાન પણ જરૂરતથી વધુ રાખે છે. જો તમે મુસીબતમાં છો, તો તેઓ તમારો સાથ ક્યારેય નહિ છોડે. કર્ક રાશઇની મહિલાઓ પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં પણ મોડું નથી કરતી.

દિલની સાફ હોય છે
કર્ક રાશઇની છકોરીઓ સપના બહુ જોય છે, દિલની સારી હોય છે અને સામાજિક કાર્યોમાં વધુ ભાગ લે છે. આવી છોકરીઓને ડેટ પર લઈ જવી મુશ્કેલ હોય છે. તેમનું દિલ જીતવા માટે છોકરાઓએ ફૂલ અને ગિફ્ટ આપવા જોઈએ.

ધન બહુ મહત્વ નથી રાખતું
કર્ક રાશિના યુવા-યુવતિઓ ખાસ કરીને પોતાના ભવિષ્ય પ્રત્યે બહુ ચિંતિત રહે છે. તેમને પોતાના પરિવારની સ્થિતિને સમજવા તથા માતા-પિતાને અનુભવોથી સીખ લેવી જોઈએ. તેમના માટે ધન બહુ મહત્વ નથી રાખતું પરંતુ પ્રૌઢ આયુમાં ધન પ્રત્યે સતર્ક રહેવું અપેક્ષિત છે.

ટિપ્સ
કર્ક રેશમ, સૂતર અને લિનેન તેમના માટે અનુકૂળ છે. સિંથેટિક કપડાથી બચો. સફેદ, હળવા પીળાશ યુક્ત સફેદ રંગ પહેરો. નીલા અે કાળા રંગના કપડાં પહેરવા નહિ. સાદા ડિઝાઈન કરેલા કપડાં પહેરો.

ભાવુક
આ રાશઇના લોકો બહુ જલદી જ ભાવુક થઈ ઉઠે છે. તેએ પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદનશીલ હોય છે. તમે તમારા સમાન વિચારધારા વાળા વ્યક્તિઓની તલાશમાં હંમેશા નવા મિત્રો અને સાથીઓની શોધમાં રહો છો.
{promotion-urls}