જ્યોતિષઃ સિંહ રાશિ માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ મહિને તમારામાં જોશ અને ઉમંગ વધુ રહેશે. જેથી તમે ઘણી સારી સફળતા મેળવી શકશો. તમે એક જવાબદાર વ્યક્તિ છો જેથી ઉતાવળમાં એવું કોઈ કામ કરવું નહિં, જે તમારી શાખને બગાડે. કૌટુંબિક ગુંચવણો વધી શકે છે. તમારા આરોગ્યને લઈ તમને ચિંતા રહેશે. કુટુંબના સભ્યો સાથે સારુ વર્તન રાખજો. જેઓ આ સમયે કોઈ નવું કામ કરવા ઈચ્છે છે તેઓ હવે મોડુ ન કરે. તમારી આર્થિક સ્થિતિ સુધરવાની શક્યતા છે.

આર્થિક

આર્થિક

કામકાજ હેતુએ તમને ધનલાભ મેળવવાની તકો મળી રહેશે. જો તમારુ નાણું ફસાયેલું છે તો તેમને પાછુ મળી જશે પણ તે માટે તમારે થોડી મહેનત કરવી પડશે. એવી કોઈ જગ્યાએ ઈન્વેસ્ટ કરશો નહિં જેથી તમારા પૈસા ડૂબી જાય. આર્થિક મુ્દ્દાઓને લઈ સજાગ રહેજો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ સમયે તમે કોઈ દુઃખાવાથી હેરાન રહેશો. આ સમયે તેમને વાગી પણ શકે છે અથવા કોઈ ગુમડુ થઈ શકે છે. આ માટે તાત્કાલીક ધોરણે ડોક્ટરની સલાહ લેજો. જેથી યોગ્ય સમયે તેનો ઈલાજ થઈ જાય.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

વેપારીઓ આ સમયે લેવડ-દેવડથી સાવધાન રહેજો. નોકરી કરનારા તેમના સહયોગીઓ સાથે સારા સંબંધ રાખે, તમારા ઉપરીનું સન્માન કરજો. જેથી તમારા કરિયરમાં ઉન્નતિ આવે. આ સમય કરિયર માટે ઉન્નતિનો સમય છે.

લગ્નજીવન

લગ્નજીવન

દાંપત્યજીવન તણાવભર્યુ રહેશે. પતિ-પત્નીના ઝગડા ચાલ્યા કરશે. આ સમયે તમે તેમને ખુશ કરવા તેમને અનુકૂળ કાર્ય કરી શકો છો. તમે એક જવાબદાર વ્યક્તિ છો જેથી તમારે તેમનું સન્માન પણ કરવું જોઈએ. બને તેટલું વિવાદ કરવાથી બચવું જોઈએ.

પ્રેમ

પ્રેમ

આ મહિને પ્રેમ જીવનમાં વાતાવરણ તણાવભર્યુ રહેશે. પ્રેમી-પ્રેમીકા અલગ થઈ શકે છે. જેઓ તેમના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કેર છે તેઓ 15 તારીખ પછી પોતાની વાત તેમની સામે કરે. જેનાથી તમારી મુશ્કેલીનો ઉકેલ આવી જશે.

English summary
Monthly Horoscope of Leo in January 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.