સિંહ રાશિ જાન્યુઆરી 2021 (Leo Horoscope January): તમારી સાથે ઘણી સારી બાબતો થશે
પંચમ રાશિ સિંહ માટે જાન્યુઆરી મહિનો સંતુલન બનાવવાનો હશે. આ મહિને તમારી સાથે કેટલીય સારી વાતો થશે તો કેટલીકમાં તમારું મન ખાટું થઈ શકે છે. સ્વાસ્થ્ય, પરિવાર, પૈસા અને નોકરી વ્યવસાય માટે મહિનો સારો વિતશે પરંતુ તમારી કટુ વાણી કોઈનું દિલ દુખાવી શકે છે. માટે ધ્યાન રાખો, બોલચાલમાં સંયમિત ભાષાનો પ્રયોગ કરો. કારણ વીના કોઈ પર હાવી થવનો પ્રયાસ ના કરો. કાર્ય વ્યવસાયની વાત કરીએ તો તમારે બિઝનેસમાં વિસ્તાર વિશે ગંભીરતાથી વિચારવાની જરૂરત છે. જે કામ હજી ચાલી રહ્યાં છે, તેમાં લાંબા સમય સુધી ટકી રેહવા માટે કેટલાક ઈનોવેશન પર ફોકસ કરો.
કાર્ય વિસ્તરણ માટે વ્યાજે રૂપિયા લેવાનું વિચારી રહ્યા હોવ તો ખચકાવ નહિ. યુવા ઉદ્યમી નવી સોચ અને નવા આઈડિયા સાથે બિઝનેસમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. નોકરિયાત લોકોના કાર્ય અને સ્થાનમાં પરિવર્તન આવવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ સારી થવા જઈ રહી છે. જૂના રોકાણ લાભ આપનારાં છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભની ડીલ થશે. અનાજના વેપારી ફાયદામાં રહેશે. પારિવારિક જીવનની વાત કરીએ તો તમારી વાણી પર સંયમ રાખવો પડશે, બાકી કોઈ સમસ્યા નથી. પરિવારના વૃદ્ધો સાથે સારો સમય વિતશે. બાળકો સાથે કોઈ મનોરંજક યાત્રા પર જઈ શકો છો. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. અવિવાહિતોના વિવાહની વાત બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ મોસમી બીમારીઓષ શરદી- તાવ થઈ શકે છે. અસ્થમાના રોગી સતર્ક રહે.
ઉપાયઃ સૂર્ય દેવને આખો મહિનો સૂર્યોદય સમયે જળ અર્પિત કરો.

મહિલાઓ
સિંહ રાશિની મહિલાઓ પોતાના મિત્રો વિશે જરૂરતથી વધુ વિચારે છે, જરૂરતથી વધુ સામાજિક પણ હોય છે. આ દોસ્તો માટે કંઈક કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે.

છોકરીઓ સ્માર્ટ અને આસ્થવાન
સિંહ રાશિની છોકરીઓ સ્માર્ટ અને આસ્થાવાન હોય છે. તેમના જીવનમાં પૈસા અને કરિયર મહત્વપૂર્ણ હોય છે. તેમની માંગણી ક્યારેય પૂરી નથી થતી. જલદી સાચા પ્રેમમાં પડતી નથી અને કોઈથી લગાવ થઈ જાય તો તેમના માટે બધું જ કુરબાન કરી દે છે.

પુરુષ શરૂઆતમાં આક્રમક નથી થતા
સિંહ રાશિવાળી મહિલાઓ માટે સેક્સ ઘણું મહત્વપૂર્ણ છે. સેક્સમાં એડવંચર ઘણું હોય છે. જ્યારે પુરુષોને જંગલી થવું વધુ પસંદ હોય છે.જો કે સિંહ રાશઇના પુરુષો સૂઆતમાં આક્રમક નથી થતા.

ટિપ્સ
આ રાશિવાળાઓ માટે સૂતરના કપડાં સારાં છે. લાલ, પીળા, નારંગી રંગ તમારા માટે શુભ છે. નીલા, કાળા અને ભૂરા રંગથી બચો. આઉટફિટ્સમાં ઘણા બધા કટ્સનો પ્રયોગ કરો, પરંતુ ચાંબડાના બનેલા વસ્ત્રો ના પહેરો.

વ્યવહાર
સિંહ રાશિવાળા વ્યક્તિ આત્મનિર્ભર, ઉદાર, લોકોનો સત્કાર કરનારા, રચનાત્મક અને કલાત્મક સોચ વાળા, વૈભવશાળી અને તત્પરતા સાથે કામ કરનારા હોય છે.
{promotion-urls}