જ્યોતિષઃ મીન રાશિ માટે ઓક્ટોબર મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ મહિને ગુરુના અષ્ટમભાવમાં બેસવાને કારણે તમારી આધ્યાત્મિક રૂચી વધશે. ભાગ્યનો સાથ તમને મળી રહેશે. મોટા અધિકારીઓની મદદ તમને મળી રહેશે. કૌટુંબિક સુખમાં વધારો થશે. પંચમ ભાવમાં રાહુનું ગોચર માનસિક ગુંચવણ ઉત્પન કરશે. ભાઈ-બહેનને કાર્યક્ષેત્રે મુશ્કેલી આવશે. જીવનસાથીના આરોગ્ય માટે આ સમય યોગ્ય નથી. વેપારમાં બદલાવના સંકેતો જાણાઈ રહ્યા છે. આ સમયે તમે તમારા વિરોધિઓને પરાજીત કરી શકશો.

આર્થિક

આર્થિક

આર્થિક પક્ષે મજબૂતાઈ આવી શકે છે.આ માસ દરમિયાન તમને જબરજસ્ત લાભ થવાની શક્યતા છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા અનેક વાર વિચારી લેજો. શેર-સટ્ટાને લીધે મોટો લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ માસ દરમિયાન તમારી કાર્યક્ષમતા ઘણી સારી રહેશે. ઘરમાં કોઈ શુભ કામનું આયોજન થવાને કારણે મન પ્રફુલિત રહેશે. જે જાતકોની તબિયત પહેલેથી ખરાબ ચાલી રહી હોય તેમની તબિયતમાં સુધારો થવાની શક્યતા છે. કોઈ પણ કામમાં મન પરોવશો તો સંતુષ્ટિનો અહેસાસ થશે. આંખોની અને લિવરની તકલિફ આ સમયમાં થઈ શકે છે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

વેપાર કરનારા લોકોને આ સમયે લાંબી યાત્રા કરવાની આવશે. બિઝનસમાં પરિવર્તનની શક્યતા છે. આ સમય દરમિયાન નોકરી કરનારા લોકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે વેપાર કરી રહ્યા હોવ તો આ સમયમાં તમે તમારા વેપારનો વિસ્તાર કરશો. કાપડ, તેલ, ફેશન, સંગીત અને કલાના ક્ષેત્રે ઈચ્છિત પરિણામો મેળવી શકાશે.

લગ્નજીવન

લગ્નજીવન

દાંપત્યજીવનમાં આ સમય થોડો સંઘર્ષભર્યો રહેશે. લગ્નજીવનમાં તાણ ઉત્પન થશે. પરિણામે તમારા માટે સારું છે કે જીવનસાથી સાથે સંયમથી કામ લેવું. તમારા જીવનસાથીને મોટી ઉપલબ્ધિ મળી મળી શકે છે. આ સમયે તમારા સ્વભાવમાં ગુસ્સો અને આધ્યાત્મિકતા બંને જોવા મળશે.

પ્રેમ

પ્રેમ

તમારા પ્રેમને વડિલોની મંજૂરી મળવાને કારણે તમે પરિણય સંબંધમાં બંધાઈ શકો છો. એકલા રહેનારાને નોકરી કે વેપારના સ્થળે પોતાનાથી મોટી ઉંમરની વ્યક્તિ સાથે મિત્રતા વધી શકે છે. જે આગળ ચાલી પ્રેમ સંબંધમાં પરિણમશે. પ્રેમી સાથે રમણીય સ્થળની મુલાકાત લેશો અને કોઈ મોંધી ગિફ્ટ ભેંટ કરશો.

English summary
Monthly Horoscope of Pisces in October 2017.
Please Wait while comments are loading...