જ્યોતિષઃધન રાશિ માટે ફેબ્રુઆરી માસ કેવો રહેશે?
તમારા માટે આ માસ સુખદ રહેશે. આ મહિને તમે મોજ-મસ્તી કરશો અને લોકો સાથે સમય વિતાવશો. મહિનાના પહેલા અઠવાડિયે તમે તમારી લોકપ્રિયતામાં વધારો અનુભવશો. સાથે જ તમે તમારા આકર્ષક વ્યકિતત્વને પસંદ કરશો. પ્રેમી યુગલો માટે આ સમય રોમેંટિક રહેશે. માસના મધ્યમાં તમારા વ્યકિતત્વના લક્ષ્ય વિશે વિચારજો. તમને શું જોઈએ છે તે જાણજો. તમારી મહેનતનું ફળ સફળતાના રૂપે મળશે. આ મહિનાના અંત સુધીમાં તમને લાભ થશે. માસના મધ્ય સુધીમાં તમારે વાતચીતની કળા પર થોડુ કામ કરવાની જરૂર છે.

આર્થિક
આર્થિક રીતે આ સમય લાભકારી રહેશે. તમારા પ્રયત્નો સફળ થવાની શક્યતા છે. માસમાં કાર્ય યોજનાઓનો વિસ્તાર અને કામકાજ હેતુ બેઠક થશે. વેપારમાં બહારના કામમાં સફળતા મળશે. વેપારમાં લેવડ-દેવડથી સાચવજો. વિના કારણનું રોકાણ કરવાનું બચજો. એવું કંઈ ન કરશો, જેનાથી તમને આર્થિક નુકસાન થાય.

સ્વાસ્થ્ય
આ મહિને તમને કોઈ ગંભીર બિમારી રહેવાની શક્યતા જણાતી નથી. વાયર ફિવર રહેવાની શક્યતા છે. શરદી-ખાસીને રહેશે. તેનાથી તમને થોડી મુશ્કેલી રહેશે. બાકી બધુ સારુ રહેશે.

કરિયર અને વ્યવસાય
આ સમયે વેપારમાં જાગૃત રહેશો તો તમને સારી સફળતા મળી શકે છે. માસના મધ્યમાં નોકરી કરનારા જાતકોને પદ-પ્રતિષ્ઠાનો લાભ રહેવાની શક્યતા છે. તમે તમારા કામને લઈ નિષ્ઠાવાન રહેશો. જેથી સફળ થશો. માસના મધ્યે મહત્વના કામ ટાળજો, આ સમય તમારા માટે ચિંતાજનક રહેશે.

લગ્નજીવન
દાંપત્યજીવનમાં ઉથલપાથલ મચેલી રહેશે. વિના કારણે જીવનસાથે સાથે સંબંધો બગડેલા રહેશે. દાંપત્યજીવન માટે આ સમય તનાવભર્યો રહેશે. જાતને સુરક્ષિત રાખવા માટે જીવનસાથી સાથે સારા સંબંધો રાખજો.

પ્રેમ
પ્રેમ સંબંધ મામલે સ્થિતિ તમારા પક્ષે રહેશે. જેથી સાથે કરેલા કામ સફળ થશે. તમે પાર્ટનર સાથે કોઈ કામ કરવા માંગો છો તો સહકારની સાથે સાથે સફળતા પણ મળશે. નજીકના લોકો તમારી સાથે દગો કરી શકે છે, જેથી સાવધાન રહેજો.