ધન રાશિ જાન્યુઆરી 2021 (Sagittarius Horoscope January): પૈસા, ખુશી, સારું સ્વાસ્થ્ય બધું મળશે
ગુરુની કૃપાથી તમારા જીવનના બધા સંકટ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ જશે અથવા તો સંકટમાં કમી આવશે. પરિવાર, પૈસા, ખુશી, સારું સ્વાસ્થ્ય બધું જ તમને પ્રાપ્ત થશે. આ મહિને તમારા ધનકોષમાં વધારો થનાર છે. રોકાણથી લાભ, પ્રોપર્ટીની ડીલથી લાભ કમાઈ શકશો. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય- વ્યવસાયમાં પ્રગતિ થશે. આ મહિને તમને નવા પ્રેમ સંબંધ પ્રાપ્ત થઈ શકે છે.
જો પહેલેથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોય તો તેમની સાથે સારો સમય વિતાવી શકો છો. અવિવાહિતોના વિવાહની વાત પણ બની શકે છે. આ મહિને સ્વાસ્થ્ય સારું રહેશે, જૂના રોગ ઘટશે પરંતુ હજી સંપૂર્ણપણે ખતરો ટળ્યો નથી. અસ્થમા અને શ્વસન રોગીઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છે. બાહરી ખાણીપીણીથી બચો. સ્વયંની રક્ષા કરો. બાળકો ઈજાગ્રસ્ત થવાની આશંકા છે. પરિવારના વૃદ્ધોના સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ બની રહેશે.
ઉપાયઃ દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો

ધન રાશિની છોકરીઓ
ધન રાશિની છોકરીઓ ખુશમિજાજ, પોઝિટિવ, એક્ટિવ અને ગૂંચવણમૂક્ત હોય છે. તેઓ ખુદને પરફેક્ટ બનાવવામાં હંમેશા લાગી રહે છે આ કારણે જ બીજાઓ તરફ તેમનું ધ્યાન નથી જતું.

માનવીય દુર્બળતાઓ અને વિશેષતાઓ
આ લોકો શક્તિશાળી અને સ્પ્ટવાદી હોય છે જે કારણે તમામ લોકોની આમનાથી પટતી નથી. આ ગુપ્ત તથા અઘરા વિષયો જાણવાની કોશિશ કર્યા કરે છે. તેઓ સિદ્ધાંતો માટે સંઘર્ષ કરવામાં ખુદને સુખી માને છે. તેમનામાં બધી જ માનવીય દુર્બળતાઓ અને વિશેષતાઓ મળી આવે છે.

મિત્રો વચ્ચે ભેદભાવ નથી કરતી
ધન રાશિની મહિલાઓ ક્યારેય મિત્રો વચ્ચે ભેદાવ નથી કરતી. દોસ્તો સાથે ઝઘડો થવા પર જો તેમની ભૂલ નહિ હોય તો પણ માફી માંગવાથી પાછળ નથી હટી. એટલે કે તેઓ દોસ્તને મનાવવામાં જરા પણ મોડું નથી કરતી. તેમની સૌથી સારી મિત્રતા તુલા અને કુંભ રાશિના જાતકો સાથે થાય છે.

વ્યવહાર
ધન રાશિવાળા લોકો આદર્શવાદી, શાંતચિત, નિડર, મૌજી, ખુલ્લા સ્વભાવ અને અભિલાષી હોય છે. આ લોકો એક ખેલાડીની જેમ કામ કરે છે, બુદ્ધિમાન અને મહત્વકાંક્ષી હોય છે. સાથે જ તેઓ દરેક વાત જાણવા માટે આતુર રહ છે. પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભર્યો રહે છે.

બ્લુ અને કાળા રંગથી બચો
ધન સિંથેટિક અને ચમકીલા સિલ્ક પહેરો. પીળા, શિફૉન અને હળવા નારંગી રંગ પહેરો, બ્લૂ અને કાળા રંગથી બચો.
{promotion-urls}