જ્યોતિષઃ વૃશ્ચિક રાશિ માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

સાહસ અને પરાક્રમ દ્વારા તમને સફળતા મળશે. જો કે ઉતાવળે કરેલા કામો તમને નુકશાન કરાવશે. તમારો જીદ્દી અને અડિયલ સ્વભાવ તમને નુકશાન કરી શકે છે. આ સમય તમારા આરોગ્ય માટે સારો નથી. નોકરીમાં માન-સન્માન મળશે. તમારી આર્થિક સ્થિતિ આ મહિને સારી થઈ જશે. તમે તમારા વિચારોથી ચાલનારા વ્યક્તિ છો, પણ ક્યારેય બીજાની સલાહ પણ માની લેવી જોઈએ.

આર્થિક

આર્થિક

તમારી બુદ્ધિ અને વાણી દ્વારા તમે ધન ઉપાર્જન કરી શકશો. જો તમે વક્તા છો તો તમને સારો લાભ થશે. પબ્લિકનો સપોર્ટ તમને મળશે. ધનલાભ માટે જે પ્રયત્નો કરશો તેમાં સફળતા મળશે. આ સમયે પૈસાની લેવડ-દેવડ ઓછી કરજો. બીજા કરતા પોતાની જાત પર વધુ વિશ્વાસ કરજો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ સમયે તમને વાગી શકે છે. જેથી સાવધાન રહેજો. ગાડી ચલાવતા સતર્ક રહેજો. મશીનના પાર્ટસનું કામ કરતી વખતે ધ્યાન રાખજો. તમારે લોહી સંબંધિત બિમારી થઈ શકે છે. તમારુ ઘ્યાન રાખજો.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરી કરનારા જાતકોને ઓફિસમાં માન-સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવશે. કરિયરની દ્રષ્ટિએ આ સમય ઉત્તમ છે. વેપારમાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારના નિર્ણયોમાં અનુભવીની સલાહ જરૂર લેજો.

લગ્નજીવન

લગ્નજીવન

પતિ-પત્ની વચ્ચે નાના-નાના મુદ્દાઓ ઝગડાનું કારણ બનશે. આ સમયે તમને બંનેને એકબીજાની મદદ મળી રહેશે. તેમની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. ઘરની સુખ-શાંતિ આ સમયે જોખમાઈ શકે છે. જીવનસાથીનું ધ્યાન રાખવું એ તમારી ફરજ છે.

પ્રેમ

પ્રેમ

પ્રેમ સંબંધોને એક નવી દિશા મળશે. તમારા પ્રેમી સાથે સારા સંબંધો બનશે. એકબીજાનો પૂરો સાથ મળી રહેશે. જેથી તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે. બંને સાથે મળી ભવિષ્યના સપના જોશો.

English summary
Monthly Horoscope of Scorpio in January 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.