જ્યોતિષઃ વૃષભ રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેશે?

Written By: Desk
Subscribe to Oneindia News

કામને લઈ તમે ઉતાવળા રહેશો પણ આ સમયે ગુસ્સો પણ વધુ રહેશે, જેની અસર તમારા કામ પર પડશે. તમારી વાણી દ્વારા તમે ધનની સ્થિતિને મજબૂત કરી શકો છો. સાહસ અને પરાક્રમ દ્વારા કામમાં સફળતા મેળવશો. સાવચેતી અને ધૈર્યની આ સમયે પૂરતી જરૂર છે. શત્રુઓ તમને હેરાન કરવા માટે તત્પર છે. તમારા આરોગ્યને લઈ જાગ્રત રહેજો. કામકાજના સ્થળે વાતાવરણ સુમેળભર્યુ રહેશે. માસના શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. જો કે મધ્ય સુધી બધુ સામાન્ય થઈ જશે. આર્થિક લાભનો સારો યોગ છે.

આર્થિક

આર્થિક

પૈસા કમાવવા માટે દોડધામ કરશો. સખત મહેન દ્વારા તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી લેશો. ધન કમાવવાની અનેક તકો સામે આવશે. વેપારીને મોટી યાત્રા ફાયદો કરાવશે. શેયર બજારમાંથી ધનલાભ થઈ શકે છે. મોટો ફાયદો મળવાના પૂરાં સંકેતો છે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આરોગ્ય નરમ-ગરમ ચાલ્યા કરશે. નાના-મોટા કામો ઉત્સાહ સાથે પૂરાં કરી શકશો. ગ્રહોની ચાલ તમને માનસિક વ્યાકુળતા વધારશે. અનિંદ્રાની સમસ્યાથી પરેશાન રહેશો. કામ છોડી બહાર જવાનું મન થશે. લાંબા સમયથી જે બિમાર છે તે શરીરની કાળજી રાખે. આ સપ્તાહ દરમિયાન વાગવાથી કે અકસ્માતથી હાનિ થશે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરીમાં પરિવર્તનની શક્યતા રહેશે, નોકરીમાં અવરોધો પેદા કરશે. વ્યવસાયિક કામોને લઈ દોડભાગ વધશે. મેડિકલ, માઈનિંગ, ખનીજ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થવાની શક્યતા છે.

લગ્નજીવન

લગ્નજીવન

આ સમયે ગ્રહોની દશા તમારા લગ્નજીવનને તનાવભર્યુ રાખશે. સંબંધોમાં તાણ અને ઝગડા રહેવાને કારણે કડવાશ વધશે. નકારાત્મક સ્થિતિથી બચવાનો પ્રયત્ન કરજો. જીવનસાથી આધ્યાત્મ તરફ વળશે, જેને કારણે ખર્ચા વધશે.

પ્રેમ

પ્રેમ

તમારા પ્રેમીને પૂરતું સન્માન આપજો અને દરેક વાતની સ્પષ્ટતા કરીને ચાલજો. કોઈ પણ વાતને છુપાવવા માટે જુઠ્ઠુ બોલશો નહિં, નહિતર એક જુઠાણા માટે બીજા સો જુઠાણા બોલવા પડશે. માસના અંતે પ્રેમ જીવનની ગાડી પાટે ચઢી જશે.

English summary
Monthly Horoscope of Taurus in February 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.