જ્યોતિષઃ વૃષભ રાશિ માટે ઓક્ટોબર મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ મહિને શનિ તમારા સપ્તમભાવમાં ગોચરને કારણે તમારા નિવાસ સ્થાનમાં પરિવર્તન શક્ય છે. ભાઈ-બહેનના આરોગ્યનું ધ્યાન રાખજો. ગુરુના છઠ્ઠા ભાવમાં ગોચરને કારણે તમને આર્થિક બાબતે રેકોર્ડ તોડ સફળતા પ્રાપ્ત થશે. કેતુના નવમ ભાવમાં ગોચર તમારી માનસિક શાંતિ ભંગ કરશે, તમારી મિલકતની વેચાણ થઈ શકે છે. આ સમયે દુશ્મનો તમારા પર ભારે રહેશે. આરોગ્ય સારુ જણાય છે. વેપારીઓ તહેવારની આ સિઝનમાં જબરજસ્ત લાભ મેળવશો.

આર્થિક

આર્થિક

આ માસ દરમિયાન ધન પ્રાપ્તિના સારા યોગ જણાઈ રહ્યા છે. આર્થિક સ્થિતિને સુધારવા માટે કરેલા પ્રયત્નો સફળ થશે. જે જાતકોના માથે દેવું છે તે આ સમય દરમિયાન ચૂકતે કરી શકશે. ધન પ્રાપ્તિ માટે તમારે વધારે મહેનત કરવી પડશે, પણ ધારેલું પરિણામ તમને મળી રહેશે. શેયર સટ્ટામાં હાથ અજમાવી જબરજસ્ત ફાયદો મેળવી શકશો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

તમારુ આરોગ્ય ખૂબ જ સારુ રહેશે. તમારા સારા વ્યક્તિત્વને કારણે લોકો તમારા પ્રત્યે આકર્ષાશે. પોતાનામાં એક નવી ઊર્જા અનુભવી શકશો. અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ કરશો. કેટલીક મોસમી બિમારીઓ તમને હેરાન કરી શકે છે. ગરમીને કારણે થનારા રોગોને લઈ સાવધાન રહેજો.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

બિઝનસનો વિસ્તાર કરવા અંગે વિચારશો. કોઈ નવા વેપારમાં રોકાણ કરી શકો છો. નોકરીમાં તમારા સહકર્મિઓ સાથે તાલમેલ જાળવજો. નોકરી સાથે જોડાયેલી કોઈ મોટી યાત્રા થઈ શકે છે. કાર્યક્ષેત્રે ભાગ્યનો પૂરો સાથ મેળવી શકશો. વેપારમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરતા પહેલા તમામ પાસા ચકાસી લેવા.

લગ્નજીવન

લગ્નજીવન

દાંપત્યજીવનને લઈ થોડા સાચવીને ચાલવાની જરૂર છે. જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. તમારા મનમાં અનેક વિચારો રહ્યા કરશે. તમે બંને એકબીજા સાથે ખભાથી ખભા મેળવી ચાલશો તો વધારે સારુ રહેશે. બને ત્યાં સુધી તમારુ મન શાંત રાખજો અને વિચારોમાં પારદર્શિતા રહેજો.

પ્રેમ

પ્રેમ

તમારુ પ્રેમ જીવન ઘણું સારુ રહેવાની શક્યતા છે. કેટલાક લોકોના પ્રેમમાં અચાનક વધારો થવાની શક્યતા છે. લાગણીઓને સમજો તર્કને વધુ મહત્વ આપશો નહિં. કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં સફળતા મળી શકે છે. પ્રેમી સાથે સમય પસાર કરવાની સારી તકો તમને મળી રહેશે.

English summary
Monthly Horoscope of Taurus in October 2017.
Please Wait while comments are loading...