• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યોતિષઃ વૃષભ રાશિ માટે માર્ચ માસ કેવો રહેશે?

By desk
|

તમારુ દરેક પગલું મહત્વનું છે, જેથી જે પણ કરો સમજી-વિચારીને કરજો. નવા સંબંધો પ્રત્યે મન ઉદાસ રહેશે. જે લોકો પ્રવાસ પર જઈ રહ્યા છે તેઓ બીજાની સાથે ભળીને રહે તો લાભ થશે. પતિ-પત્ની વચ્ચે તનાવની સ્થિતિ રહેશે. નવા વેપારમાં વૃદ્ધિ થશે. નવયુવકો અનઈચ્છિત મિત્રોથી દૂર રહે. નવયુવકોનો રોમાંસ ચરમસીમાએ રહેશે, જેને પોતાના પર હાવી થવા દેશો નહિં. સ્ત્રીઓ વધુ લાગણીશીલ બને નહિં. આ મહિને જોખમી કામમાં સમજી-વિચારીને ચાલજો. કામના દબાણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. કેરિયરને નવી દિશામાં લઈ જવા માટે તમે પ્રયત્નશીલ રહેશો.

આર્થિક

આર્થિક

આ મહિને તમને કોઈ ખાસ લાભની શક્યતા જણાતી નથી. નાના-નાના ખર્ચા તમારા ખીસ્સા પર અસર કરશે. આ મહિનાના અંતે કુટુંબીજનો, ઓફિસ અધિકારીઓ દ્વારા તમને લાભ થવાની શક્યતા છે. સામાજીક કાર્યોમાં તમારી સક્રિયતા રહેશે. જેનાથી તમને આર્થિક લાભ થશે. ભાગીદારીમાં કરેલા કામથી તમને લાભ થશે. આ મહિને દરેક કામમાં ખર્ચાની શક્યતા છે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ મહિને તમે ફરી કોઈ જૂના રોગ દ્વારા હેરાન થશો. જેથી આ સમયે તમારે ખૂબ ધ્યાન આપવું પડશે. બ્લ્ડ પ્રશેરના દર્દીઓ આ સમયે સાચવીને રહે. આ મહિને વાહનનો ઉપયોગ સાચવીને કરજો, અકસ્માત થવાની શક્યતા છે. મહિનાના અંતે તમારી ઉર્જામાં વધારો થશે. સવારના સમયે યોગ અને કસરત દ્વારા તમે સ્વસ્થ રહી શકશો.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

આ સમયે તમારે કામમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. દવા, કાગળ, સરકારી વિભાગમાં કામ કરતા જાતકોની ઉન્નતિની શક્યતા છે. મિડિયાકર્મીઓને લાભ થવાની શક્યતા છે. નોકરી કરનારા જાતકો સ્વભાવમાં ઉગ્રતા પર નિયંત્રણ રાખે, નહિંતર તમારુ જ નુકશાન થશે. આ સમયે માર્કેટિંગ સ્કીલ સારી રહેશે. ભાગીદારીમાં વેપાર કરનારા જાતકો આ સમયે સતર્ક રહે.

લગ્નજીવન

લગ્નજીવન

દાંપત્યજીવનમાં સ્થિતિ સામાન્ય રહેશે. પતિ-પત્નીના સંબંધો સારા રહેશે. જીવનસાથીના સહકારથી તમારો પ્રવાસ સારો રહેશે. જીવનસાથી સાથે મધુર સંબંધો જાળવી રાખવાથી તમને લાભ જ લાભ થશે.

પ્રેમ

પ્રેમ

આ મહિનો પ્રેમ સંબંધોને લઈ સામાન્ય રહેશે. તમારા સંબંધને સફળ બનાવવા માટે તમે પ્રયત્નો કરતા રહેજો. તમારા બંને વચ્ચે સામંજસ્ય જળવાઈ રહેશે. જેઓ કોઈને પ્રેમ કરે છે અને પોતાના દિલની વાત કહેવા ઈચ્છે છે તેમની માટે માસના ઉત્તરાર્ધનો સમય સારો રહેશે. આ માટે તમે કોઈ સારુ ગિફ્ટ પણ ખરીદી શકો છો.

lok-sabha-home

English summary
Monthly Horoscope of Taurus

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more