• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monthly Rashifal Taurus April 2021: એપ્રિલમાં ઉતાર-ચઢાવ બાદ સારાં પરિણામ મળશે

By desk
|
Google Oneindia Gujarati News

વૃષભ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો કેટલીય સારી ભેટ લઈને આવશે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગૂંચવણી પેદા કરશે. સ્વાસ્થ્ય પર ખાસ દ્યાન આપવું પડશે, નહિતર તેની અસર તમારા કાર્યો પર પડશે. કરિયરમાં ઉતાર-ચઢાવ બાદ સારાં પરિણામ મળશે. આકરી મહેનત અને દોડધામ બાદ શુભ પરિણામ પ્રાપ્ત થશે.નવમ ભાવમાં શનિની ઉપસ્થિતિ ભાગ્યને પ્રબળ બનાવશે. 6 એપ્રિલ બાદ ગુરુનું રાશિ પરિવર્તન આગળ વધવામાં મદદ કરશે. કાર્યક્ષેત્રમાં મોટાં પરિવર્તન, સ્થાન પરિવર્તનના યોગ બનશે. વાત જો બિઝનેસની કરીએ તો પ્રારંભિક કમજોરી બાદ તમને સારાં પરિણામ મળવાં શરૂ થઈ જશે. તમારી રાશિમાં બનેલો અંગારક યોગ બિઝનેસમાં શરૂઆતી સમસ્યા પેદા કરશે. ખાસ કરીને જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા હોવ તો ભાગીદાર સાથે વિવાદ થઈ શકે છે. આનાથી બચવા માટે તમારે તમારા વ્યવહાર અને સ્વભાવને નર્મ રાખવો પડશે. આર્થિક સ્થિતિ માટે મહિનો સારો છે. તમને એકથી વધુ સાધનોથી ધન પ્રાપ્તિના યોગ બન્યા છે. તમારાં કાર્યોને વિસ્તાર આપવાથી લાભ મળશે. આર્થિક સંકટો અને પડકારોમાં રાહત મળશે. ભૂમિ, ભવન, વાહન સુખની પ્રાપ્તિ થશે. પરંતુ ધ્યાન રાખો કે શુક્રના દ્વાદશ ભાવમાં જવાથી ભૌતિક સુખ-સુવિધાઓ પર વધુ ખર્ચ કરવાની સ્થિતિ પણ બનશે. મહિનાના મધ્યમાં આવકમાં ઘટાડો થશે. અચાનક વધુ ધનરાશિની જરૂરત પડી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય ડગમગાવી શકે છે. જેનાથી તમને માનસિક કષ્ટ પણ થશે. સપ્તમમાં કેતુની ઉપસ્થિતિ જીવનસાથીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રબાવ નાખી શકે છે. સાથે જ સપ્તમનો કેતુ પારિવારિક, દાંપત્ય અને વૈવાહિક જીવનમાં પણ થોડી પરેશાની પેદા કરશે. જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે. જૂના વિવાદ ચાલી રહ્યા હોય તો થોડા વધી પણ શકે છે પરંતુ તમારા વ્યવહારને સંતુલિત રાખો. સંયમથી કામ લો.

ઉપાયઃ પ્રત્યેક શુક્રવારે ગરીબોને અનાજ અને ફળનું દાન કરવાથી સમસ્યાનું સમાધાન થઈ શકે છે.

મહિલાઓ

મહિલાઓ

આ રાશિની મહિલાઓને બહુ વધુ મિત્રો નથી હોતા. આ મહિલાઓ ઓછા લોકો સાથે દોસ્તી કરે છે અને જેમની સાથે દોસ્તી કરે છે તેમની સાથે બહુ સારી દોસ્તી કરે છે, આ મહિલાઓ બધા પાસે ખુલતી નથી પરંતુ જેની ક્લોઝ હોય છે, તેને પોતાના બધા જ સિક્રેટ કહી દેતી હોય છે.

દ્રઢ પ્રતિજ્ઞા

દ્રઢ પ્રતિજ્ઞા

આ રાશિના યુવક અને યુવતોઓ સ્વયંને મહત્વપૂર્ણ અંગ બનવાની પ્રબળ ઈચ્છા રાખે છે. તેઓ પોતાના શારીરિક અને માનસિક ક્ષમતાઓથી પરિચિત રહે છે. તેમને એક દ્રઢ પ્રતિજ્ઞ પ્રતિયોગી પણ કહેવાય છે.

સ્વભાવ

સ્વભાવ

વૃષભ રાશિ એવા લોકોની હોય છે જેમનો જન્મ 21 એપ્રિલથી 20 મેના રોજ થયો હોય, વૃષભ રાશિના મોટાભાગના લોકો દ્રઢ ઈચ્છાશક્તિ વાળઆ હોય છે. તેમનો સ્વભાવ મિત્રતાપૂર્ણ હોય છે.

રચનાત્મક સોચ

રચનાત્મક સોચ

વૃષભ રાશિવાળા લોકો દયાળુ, તથ્યોના આધારે વાત કરનારા, ભૌતિકવાદ, ખ્યાલ રાખનારા, સખ્ત અને ધીરજ રાખનારા હોય છે. તેઓ પોતાના કાર્યોને લઈ પ્રેક્ટિકલ હોય ચે, જમીનથી જોડાયેલા હોય છે, કળાત્મક અને રચ્નાત્મક સોચ, સારા માણસ, બીજા પ્રત્યે વફાદાર અને સ્થાઈ સોચ રાખનારા હોય છે.

કેટલીક ખાસ ટિપ્સ

કેટલીક ખાસ ટિપ્સ

ચમકીલું સિલ્ક, સિંથેટિક ફેબ્રિક આ રાશિના જાતકો માટે અનુકૂળ નથી. આ રાશિના લોકોએ સફેદ અને હળવા રંગનો ઉપયોગ કરવો જોઈએ. લાલ અને નારંગી રંગથી બચવું. વધુ સાદાં અથવા તો બહુ વધુ ડિઝાઈન વાળાં વસ્ત્રો પહેરો. સિલ્વર અને પ્લેટિનમ આ રાશિના લોકો માટે અનુકૂળ છે.

English summary
Monthly Horoscope of Taurus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X