• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વૃષભ રાશિ જાન્યુઆરી 2021 (Taurus Horoscope January): મહેનત કરવાની ખાસ જરૂરત છે

By desk
|

વર્ષ 2021નો પહેલો મહિનો વૃષભ રાશિના જતકો માટે મિશ્રિત રહશે. આ મહિને તમે કોઈપણ કામ પૂરું કરવાથી વધુ તેના વિશે સોચ- વિચારમાં સમય નષ્ટ ના કરો. જરૂરી હોય ત્યાં વિચારણા અવશ્ય કરો પરંતુ સંપૂર્ણપણે તેમાં ડૂબી ના જાઓ. આનાથી ચિંતાઓ જ વધશે, લાભ કંઈ નહિ થાય. તમને પોતાના કાર્ય વ્યવસાય અથવા નોકરીમાં વધુ મહેનત કરવી જરૂરી છે. જૂના દિવસોમાં ચાલી રહેલી પરેશાનીઓ થોડી ઘટશે પરંતુ હજી તે સંપૂર્ણપણે સમાપ્ત થવામાં સમય લાગશે. જીવનમાં અનિર્ણયની સ્થિતિ રહેશે. આનાથી બહાર નિકળવામાં કોઈ નજીકના મિત્ર અથવા ભાઈ બહેનની મદદ લેવી પડશે. કાર્ય વ્યવસાયમાં કોઈની મદદથી આગળ વધી શકશો પરંતુ મહેનતની જરૂરત છે.

નોકરીયાત લોકોએ કાર્યના સિલસિલામાં યાત્રાઓ કરવી પડશે, અધિકારીઓ સાથે તાલમેલ બનાવી રાખવો પડશે. પ્રગતિના અવસર આવી રહ્યા છે પરંતુ તમારા વ્યવહાર અને ખરાબ વાણીના કારણે લોકો તમને પસંદ નહિ કરે. જે લોકો નોકરી અથવા કાર્યસ્થળમાં બદલાવ ઈચ્છે છે તેની આ ઈચ્છા જરૂર પૂરી થઈ જશે. યુવાઓને મલ્ટીનેશનલ કંપનીઓથી સારી જૉબના અવસર મળશે. ધન સાથે જોડાયેલા મામલા આ અઠવાડિયે તમને પરેશાન કરી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે લાભ કમાઈ શકશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરત રહેશે. પેટ અને આંતરડાં સંબંધી રોગ પરેશાન કરી શકે છે. હાડકાં, સાંધામાં તકલીફની આશંકા છે.

વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, ફ્રેક્ચર વગેરેની આશંકા છે. પારિવારિક જીવન સુખદ રહેશે. પિરવાર અને બાળકો સાથે સારો સમય વિતાવશો. મતભેદ દૂર થશે અને તમે પરિવાર સાથે કોઈ મનોરંજક યાત્રા પર જઈ શકો છો. પ્રેમ સંબંધોને સંભાળીને રાખવા પડશે. જો લવ પાર્ટનર સાથે કોઈ મતભેદ હોય તો પાસે બેસી પ્રેમથી સુલઝાવી લો.

ઉપાયઃ જાન્યુઆરી મહિનામાં વૃષભ રાશિના જાતક નિયમિત રૂપે શિવજીને દૂધનો અભિષેક કરે.

મહિલાઓ

મહિલાઓ

આ રાશિની મહિલાઓના વધુ મિત્રો નથી હોતા. આ ઓછા લોકો સાથે દોસ્તી કરે છે અને જેનાથી કરે છે તેની સાથે બહુ સારી દોસ્તી હોય છે, તેઓ બધા જોડે ખુલતી નથી પરંતુ જેની નજીક હોય છે, તેને પોતાના બધા જ સિક્રેટ જણાવી દે છે.

દ્રઢ પ્રતિજ્ઞા

દ્રઢ પ્રતિજ્ઞા

આ રાશિના યુવકો અને યુવતિઓ સ્વયંને સમયનું મહત્વપૂર્ણ અંગ બનવાની પ્રબળ ઈચ્છા રાખે છે. તેઓ પોતાના શારીરિક અને માનસિક ક્ષમતાઓથી સારી રીતે પરિચિત રહે છે. તેમને એક દ્રઢ પ્રતિજ્ઞ પ્રતિયોગી પણ કહેવામાં આવી શકે છે.

સ્વભાવ

સ્વભાવ

વૃષભ રાશિ એવા લોકોની હોય છે જેમનો જન્મ 21 એપ્રિલથી 20 મેના મધ્યમાં થયો હોય છે, વૃષભ રાશિના મોટાભાગના લોકો ઈચ્છાશક્તિ વાળા હોય છે. તેમનો સ્વભાવ મિત્રતાપૂર્ણ હોય છે.

સોચ રચનાત્મક

સોચ રચનાત્મક

સકારાત્મકઃ વૃષભ રાશિવાળા દયાળુ, તથ્યોના આધારે વાત કરનારા, ભૌતિકવાદી, ધ્યાન રાખનારા, સખ્તાઈ અને ધૈર્ય રાખનારા હોય ચે. તેઓ પોતાના કાર્યોને લઈ પ્રેક્ટિકલ હોય છે, જમીન સાથે જોડાયેલા હોય છે, કલાત્મક અને રચનાત્મક સોચ, સારા માણસ, બીજા પ્રત્યે વફાદાર અને સ્થાયી સોચ રાખનારા હોય છે.

કેટલીક ખાસ ટિપ્સ

કેટલીક ખાસ ટિપ્સ

વૃષભ ચમકીલા સિલ્ક, સિંથેટિક ફેબ્રિક આ રાશિવાળાઓ માટે અનુકૂળ નથી. આ રાશિના લોકોએ સફેદ અને હળવા રંગનો પ્રયોગ કરવો જોઈએ. લાલ અને નારંગી રંગોના પ્રયોગથી બચો. મોટાભાગના સાદા અથવા બહુ વધુ ડિઝાઈનવાળા કપડાં પહેરે છે. સિલ્વર અને પ્લેટિનમ આ રાશિના લોકો માટે અનુકૂળ છે.

English summary
Monthly Horoscope of Taurus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X