જ્યોતિષઃ કન્યા રાશિ માટે ઓક્ટોબર મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન શનિ તમારા તૃતિય ભાવમાં ગોચર કરશે જેને કારણે નોકરીમાં પરિવર્તન આવશે. નિવાસ સ્થાનમાં પરિવર્તન આવી શકે છે. બિઝનેસમાં મોટો લાભ થવાની શક્યતા છે. શુક્રના દ્વાદશ અને સૂર્યના પ્રથમ ભાવમાં ગોચરને કારણે આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. મંગળના દ્વાદશ ભાવમાં ગોચરને કારણે તમારી આર્થિક સ્થિતિ સુદ્રઢ બનશે. મિલકતને લગતો કોઈ કરારથી તમને મોટો લાભ થઈ શકે છે.

આર્થિક

આર્થિક

વિદેશી સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે. આર્થિક તંગી ખતમ થઈ જશે. બેંક પાસેથી લોન લેવા ઈચ્છતા હોવ તો તેમાં સફળ રહેશો. ઉધાર આપેલું નાણું પાછું મળશે. આ સમયમાં તમે સારા પૈસા કમાઈ શકો છો. આ માસ તમને શોર્ટકટથી ધન કમાવવા પ્રેરિત કરશે. સમજી-વિચારીને કરેલા કામો તમને લાભ કરાવશે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ સમયે તમે ઊર્જાથી ભરપૂર રહેશો. હરવા-ફરવા અને સ્વાદિષ્ટ ભોજનમાં સમય વિતાવશો. ધ્યાન વડે તમે ઉત્તમ ફિટનેસ મેળવી શકો છો. હાલની ગ્રહ દશાને કારણે અચાનક આરોગ્યમાં ઉતાર-ચઢાવ આવશે. પેટ અને માઈગ્રેનના જાતકો સાવધાન રહે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

કાર્યક્ષેત્રે ઓછી મહેનતે વધુ લાભ થશે. કાર્યક્ષેત્રે વિરોધીઓને પછાડી શકશો. નોકરીમાં માન-સન્માન મળવાની શક્યતા છે. વિદેશી સ્ત્રોતોથી તમને લાભ કરાવશે. વેપારીઓને અચાનક મોટો ફાયદો થઈ શકે છે. નોકરી કરનારા કાર્યક્ષેત્રે ઉપરી અને સહકર્મચારીઓ સાથે તાલમેલ જાળવીને ચાલે, નહિંતર તમારા માટે મુશ્કેલી આવી શકે છે.

લગ્નજીવન

લગ્નજીવન

આ માસ દરમિયાન લગ્નજીવન ઘણું સારું જણાઈ રહ્યુ છે. જીવનસાથી સાથે તાલમેલ જળવાઈ રહેશે. આ સમયમાં તમને તેમનો પૂરો સહયોગ પણ મળી રહેશે. નાણાકીય અછતને અભાવે બંને વચ્ચે વારંવાર ખેંચતાણ રહ્યા કરશે.

પ્રેમ

પ્રેમ

પ્રેમજીવનમાં આ સમયે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. પ્રેમી સાથે ગેરસમજ ઊભી થવાને કારણે સંબંધો તાણમાં રહેશે. નકામી શંકા તમારા સંબંધોમાં તિરાડ ઉત્પન કરશે. તમારા સાથીની લાગણીઓનું માન રાખજો અને તમારે તમારી જાત પર થોડો સંયમ રાખવાની જરૂર છે.

English summary
Monthly Horoscope of Virgo in October 2017
Please Wait while comments are loading...