કન્યા રાશિ જાન્યુઆરી 2021 (Virgo Horoscope January): અનેક ભેટ લઈ આવી રહ્યું છે નવું વર્ષ
જાન્યુઆરી 2021 તમારા માટે અનેક ભેટ લઈને આવી રહ્યું છે. તમારી ધીરજ, સંયમ, દ્રઢ સંકલ્પ અને ઉત્તમ આચરણના કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે. તમારા પ્રભાવ ક્ષેત્રમાં વધારો થશે અને લોકો તમારી પાસેથી ઉત્તમ નિર્ણય લેવાની અપેક્ષા રાખશે. જો તમે કોઈ કંપનીમાં અધિકારી છો, બિઝનેસ લીડર છો તો તમારી જવાબદારીઓ વધી જશે. તમારે સ્વયં અને અધીનસ્થોંને આગળ વધારવા માટે ઉચિત નિર્ણય અને નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપવો પડશે. નોકરીયાત લોકો માટે પ્રગતિનો સમય છે, પંતુ તમારા શત્રુ કારણ વીના તમને પરેશાન કરવાની કોશિશ કરશે.
તમારી કમજોરી બની જાય એવાં એકેય કામ ના કરવાં, નહિતર પ્રતિસ્પર્ધી તેનો લાભ ઉઠાવી તમને નીચા દેખાડવાની કોશિશ કરશે. વેપારને ગતિ આપવાનો પ્રયત્ન સાર્થક થશે. 14 જાન્યુઆરી બાદ એક અવસર એવો વશે જે તમારા જીવન બદલવાની કાબિલિયત રાખશે. આર્થિક પક્ષ આ મહિને મજબૂત રહેશે. આવકના નવાં સાધન પ્રાપ્ત થશે. જૂના કાર્યોથી લાભ કમાશો. કમીશન એજન્ટ, એડ એજન્સી, વીમા, શેર વગેરેથી લાભ થશે. સ્વાસ્થ્ય આ મહિને સારું રહેશે પરંતુ સાંધાનો દુખાવો પરશાન કરી શકે છે. વારંવાર માથું દુખશે. જો કે રોગો પર થતો ખર્ચો ઘટશે. પરિવારના વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પારિવારિક જીવનમાં તમારા અંહનો ત્યાગ કરો. પરિજનો સાથે બિનજરૂરી અને નાની મોટી વાતો પર અબોલા રાખવા તમારા માટે નુકસાનકારક છે. દાંપત્ય જીવનને ખરાબ કરવાથી સ્વયંને બચાવવા પડશે.
ઉપાયઃ ભગવાન શ્રી ગણેશના નિત્ય દર્શન કરો. પ્રત્યેક બધવારનું વ્રત રાખો.

કન્યા રાશિની છોકરીઓ
કન્યા રાશિની છોકરીઓ પોતાના મિત્રોની દરેક વાતનો હિસાબ રાખે છે. તેમનો વ્યવહાર ક્યારેક ક્યારેક કડવો થઈ જાય છે, જ્યારે તેમના મનનું કંઈ નથી થઈ શકતું, પરંતુ દિલથી તેઓ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતી. આનાથી દોસ્તી કરી તમારે હાલ પછતાવું નહિ પડે.

સ્વભાવ
આ ખુદની નિશ્ચિત યોજનાની પૂર્તિ અને કાર્ય કરવામાં પ્રસન્ન રહે છે. તેમના સંપર્કમાં આવનાર પ્રત્યેક એવું જ સમજવું છે કે માત્ર તેમાં જ સર્વાધિક રૂચિ છે. તે કોઈ સાથે સ્થાયી રૂપે વચબદ્ધ થવા નથી માંગતા.

છોકરીઓ સમજદાર
કન્યા રાશિની છોકરીઓ સ્માર્ટ, બ્યૂટીફુલ, ગંભીર અને સમજદાર હોય છે. તેમનું દિલ જીતવા માટે સતત પ્રયાસો કરવાના હોય છે અને તેમને વધુમાં વધુ સમય આપવો પડે છે. પરિવાર તરફ કન્યા રાશિની છોકરીઓનોઝુકાવ વધુ રહેતો હોય છે.

ઘણા મોટા આલોચક
કન્યા રાશિવાળા ઘણા મોટા આલોચક હોય છે. દરેક વાત પાછળનો તર્ક શોધવાનો પ્રયાસ કરો છો અને સાથે જ પોતાની વાત રાખવામાં ક્યારેય પાછળ નથી હટતા. સફાઈ પસંદ હોવા સિવાય તેઓ વિશ્લેષી હોય ચે અને નિયમથી ચાલે છે.
{promotion-urls}