Astro Calendar: નવેમ્બર 2017 નું રાશિફળ

Written By:
Subscribe to Oneindia News

પં. અનુજ કે. શુક્લનું જ્યોતિષ કેલેન્ડર: ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે! આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ પં. અનુજ કે. શુક્લનું 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે તમે જાણી શકશો કે, તમારો કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારું કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિહ્નો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિહ્ન ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈ પણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિહ્નોનો અર્થ-

હૃદય - આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
સ્મિત-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો નોકર ચાકરથી સાવધાન રહે. તમારુ નુકશાન થઈ શકે છે. આ માસમાં તમે કોઈ કારણને લઈ દુઃખી રહેશો, તમારા પર હતાશા છવાયેલી રહેશે. પ્રેમી યુગલો માટે આ સમય સારો છે. સાથે હરવા-ફરવા કે પ્રેમનો એકરાર કરવા માટે 2, 11, 13, 16 તારીખની પસંદગી કરી શકો છો.

વૃષભ

વૃષભ

આ સમયે તમને સારા કામો માટે ભાગ્યનો સાથ મળી રહેશે. નવા વેપારની શરૂઆત માટે 3, 14 કે 26 તારીખ તમારા માટે ઉત્તમ છે. વેપારને લઈ ઉપરાંત નાણાકીય રોકાણને લઈ તમને માનસિક ચિંતા સતાવ્યા કરશે. વેપારમાં કાર્યો ધીમી ગતિએ ચાલશે. કુટુંબને પૂરતો સમય આપી શકશો નહિં. જેથી ઘરના લોકો તમારાથી નારાજ રહેશે.

મિથુન

મિથુન

નકારાત્મક વિચારોને પોતાના પર હાવી થવા દેશો નહિં. આ મહિનો તમારા માટે હતાશા લઈને આવી રહ્યો છે. કેટલાક દુઃખો આવી શકે છે. તેમ છતાં તમારી કરેલી મહેનત પ્રમાણે તમે જરૂર ફળ મેળવી શકશો, ભાગ્ય તમારી સાથે રહેશે. પ્રેમ જીવન માટે આ માસ ઉત્તમ છે.

કર્ક

કર્ક

વિના કર્મ કરે કંઈ જ મળતુ નથી. જેથી આળસ છોડી મહેનત કરજો. ભાગ્યનો તમને સાથ મળી રહેશે. નવા કામો કરવા વિશે વિચારતા હોય તો 9, 24 તારીખ સારી છે. વેપારમાંથી નાણાકીય ફાયદો થઈ શકે છે. કૌટુંબિક પ્રશ્નો તમારો પીછો છોડશે નહિં.

સિંહ

સિંહ

પ્રતિષ્ઠાને લઈ ચિંતામાં રહેશો. સ્વ ઈમેજને લઈ જાગ્રત રહેશો અને તેને જાળવી રાખવા માટે સતત કાવા-દાવા કરવા પડશે. બને તો વાસ્તવિક જીવન જીવો. જીવનનો આનંદ વધી જશે. ચિંતાઓમાંથી મુક્તિ મેળવા માટે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો, તમને રાહત જણાશે.

કન્યા

કન્યા

કાર્યક્ષેત્રે અનેક મુશ્કેલીઓ જણાઈ રહી છે. જે તમારી ચિંતા વધારી શકે છે. હેરાન થશો નહિં. મહેનત કરશો તો તે મુજબ ફળ જરૂર મેળવી શકશો. પ્રેમી યુગલોને પરસ્પર આકર્ષણ વધશે. પ્રેમની વર્ષા થશે, સાથે સમય વિતાવવું ગમશે. આ માટે તમે એકાંત સ્થળોએ ફરવા પણ જવા વિશે વિચારશો.

તુલા

તુલા

આ મહિને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ પાછી મળી શકે છે. નવી મિલકતની ખરીદી કે વેચાણથી તમને લાભ થશે. સંતાનોના ભવિષ્યને લઈ તમને ચિંતા રહેશે. કેટલાક અયોગ્ય નિર્ણયો આ સમયે લેવાઈ શકે છે. જે તમને નુકશાન કરાવી શકે છે. પ્રેમ જીવન સારુ રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

ધૈર્યથી સ્થિતિનું આકલન કરી નિર્ણય લેજો. આ સમયે કેટલાક ખોટા નિર્ણયોથી તમને નુકસાન થઈ શકે છે. આર્થિક સ્થિતને લઈ તમે ચિંતામાં રહેશો. વેપારમાં જોઈએ તેટલી આવક રહેશે નહિં. તેમ છતાં ભાગ્ય તમાર સાથે છે. નવા કામો કરવા માટે 14, 16, 25 તારીખની પસંદગી કરી શકો છો. આ દિવસે લીધેલા નિર્ણયોનું હકારાત્મક પરિણામ આવશે.

ધન

ધન

આ માસ દરમિયાન તમારી મહેનતના વખાણ થશે. આ સમય તમારા માટે ઉત્તમ છે. ભાગ્યનો તમને પૂરો સાથ છે. નાણાકીય લાભ થઈ શકે છે, જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ સમય તમારી સફળતાનો છે, કુટુંબ સાથે મળી તેની ઉજવણી કરશો.

મકર

મકર

આર્થિક બાબતોમાં થોડુ સમજી-વિચારીને રોકાણ કરવાની જરૂર છે. પ્રેમી યુગલો આ સમયે એકબીજાનો સાથ શોધશે. પરસ્પર આકર્ષણનો વધારો થશે. બને કે તમને તમારા સાથી તરફથી કોઈ સારી ગિફ્ટ મળી શકે છે. શેયર-માર્કેટ દ્વારા તમને મોટો ફાયદો થઈ શકે છે. જેથી આ સમય તમારો ખુશનુમા વિતશે.

કુંભ

કુંભ

નવા લોકોને રોજગાર અને રોજગારીની તકો મળી રહેશે. ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે, આ સમયે તમને ઘણો સારો નફો પણ થશે. તમારો આ સમય સુખ-શાંતિથી વિતશે. સંતાન સુખ મળી રહેશે. નવી નોકરી શોધનારા જાતકોની ઈચ્છા આ સમયે પૂરી થશે.

મીન

મીન

આર્થિક ખેંચતાણથી તમને રાહત મળશે. આ સમયે તમે થોડા સાવધાન રહેજો, દુશ્મનોને એવી કોઈ તક આપશો નહિં જેથી તે તમારુ નુકશાન કરી શકે. શારીરિક-માનસિક સ્થિતિ કંઈક અંશે આ સમય સારો જણાતો નથી. તમે તાણમુક્ત થવાના રસ્તા શોધશો. કોઈ મિલકતની ખરીદી કે વેચાણ થઈ શકે છે. જેમાં તમને ભાગ્યનો સાથ મળી રહેશે.

English summary
Astro calendars show when the stars favour particular zodiac sign
Please Wait while comments are loading...