Monthly Rashifal Aries April 2021: એપ્રિલમાં મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે
Monthly Rashifal Aries April 2021: મેષ રાશિ માટે એપ્રિલ 2021માં સાવચેતીથી ચાલવા તરફ ગ્રહો ઈશારા કરી રહ્યા છે. ખાસ કરીને તમારા ક્રોધ અને વાણી પર પૂરું નિયંત્રણ રાખવું. જેનું કારણ છે તમારી રાશિથી બીજા ભાવમાં મંગળ-રાહૂનું સંયુક્ત થઈ અંગારક યોગ બનાવી રહ્યા છે જે વાદ-વિવાદ પેદા કરી શકે છે. પરિવાર અને કાર્ય સ્થળ પર કોઈ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. જો કે ગુરુનું ગોચર શુભ ભાવ એકાદશમાં થવાનો લાભ તમે પ્રાપ્ત થશે અને એક સંયમિત, આધ્યાત્મિક, સદાચારી જીવન જીવવામાં સહાયતા કરશે. કરિયરની વાત કરીએ તો એપ્રિલ 2021 મહિનો મહત્વપૂર્ણ છે. 5 એપ્રિલ સુધી ગુરુ દશમા ભાવમાં રહેશે જે બાદ અગિયારસમાં પ્રવેશ કરશે. માટે મહિનાના પ્રારંભિક પાંચ દિવસમાં શનિ સાથે ગુરુનું દશમમાં હોવું તમારા કાર્યક્ષેત્રને મજબૂતી આપશે પરંતુ ગુરુના એકાદશમાં પ્રવેશ કર્યા બાદ આ સ્થિતિમાં વધુ પ્રબળતા આવશે. ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધો મજબૂત થશે જેનો લાભ તમને નોકરીમાં પ્રગતિના રૂપમાં મળી શકે છે. જો વાત વેપારીઓને કરીએ તો મહિનાના પ્રારંભમાં થોડી પરેશાની આવી શકે છે પરંતુ 10 એપ્રિલ બાદ સ્થિતિમાં સુધારો આવશે અને વેપારને ગતિ મળશે. નવું કાર્ય વ્યવસાય પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો દ્વાદશમાં ત્રણ ગ્રહ સૂર્ય, બુધ, શુક્રની ઉપસ્થિતિ ખર્ચો વધારશો. જો તમે પહેલેથી બચત કરી રાખી હોય તો વધુ પરેશાની નહિ આવે. 16 એફ્રિલથી ગ્રહોની રાશિ પરિવર્તનની સ્થિતિમાં સુધારો આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહિનો થોડો ઉતાર-ચઢાવ વાળો રહી શકે છે. મસ્તિષ્ક, પેટ અને પગ સંબંધીત રોગ પરેશાન કરશે. સંક્રમણ, દાત અને આંખ પીડા થવાની આશંકા છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પારિવારિક અને સામાજિક દ્રષ્ટિએ મહિનામાં સંતુલિત રહીને ચાલવાનું છે. પ્રારંભિક દિવસોમાં લડાઈ ઝઘડા થઈ શકે છે પરંતુ બાદમાં સ્થિતિ સંભાળી શકશો. દાંપત્ય જીવન સુખદ રહેશે.
ઉપાય
મેષ રાશિના જાતક એપ્રિલ મહિનામાં નવગ્રહ સ્તોત્રનો નિયમિત પાઠ કરે, સૂર્યને દરરોજ જળ અર્પિત કરે.

મેષ રાશિ
મેષ રાશિમાં 26 વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના યુવક અને યુવતીઓ પોતાના માતા-પિતાના નિયંત્રણથી મુક્તિ મેળવાવની આશંકા રાખશે. પરંતુ તેમને પોતાના વડા અનુભવોથી બોધ લેવાની જરૂરત પડશે. ધીરજથી કામ લેતાં તેમના સન્માન સાથે પોતાના વ્યક્તિત્વના નિર્માણ અને આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ બની રહેવું જોઈએ.

સ્વભાવ
જો તમે સ્ટ્રોંગ છો અને તમારા વિચારોને આસાનીથી વ્યક્ત કરી લો છો તો મેષ રાશિની ગર્લફ્રેન્ડ માટે તમે યોગ્ય પાર્ટનર છો. મેષ રાશિની છોકરીઓ મજબૂત અને દ્રઢ વિચારો વાળી હોય છે પરંતુ તેમને પ્રેમની બહુ આવશ્યકતા હોય છે.

સ્વભાવ
સકારાત્મકઃ મેષ રાશિ વાળા કામ પ્રત્યે દ્રઢ, સાહસી, નિડર, લોકો સાથે મળીને ચાલનારા, ત્વરિત નિર્ણય લેનારા અને સક્રિય રહે છે. તેમની વિચારસરણી સ્પષ્ટ હોય છે અને તેઓ પોતાના કામ પ્રત્યે ઢિલાઈ નથી વર્તતા.
નકારાત્મકઃ મેષ રાશિના જાતકોની સૌથી ખરાબ આદત એ છે કે તેઓ લોકોથી ઈર્ષ્યા અનુભવતા હોય છે, તેઓ માત્ર પોતાના વિશે વિચારતા હોય છે, તેમનામાં ધીરજની કમી હોય છે, તેઓ નિર્દયી અને હિંસક હોય છે. ક્રોધ જલદી આવી જાય છે અને વધુ ઘમંડ કરે છે.

મેષ રાશિની મહિલાઓ
મેષ રાશિ માટે એપ્રિલ 2021માં ગ્રહ ઈશારા કરી રહ્યા છે. બહુ સંભાળીને ચાલવાનો સમય રહેશે. ખાસ કરીને તમારા ક્રોધ પર
લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ