માર્ચ 2018 નું જ્યોતિષ કેલેન્ડર
પં. અનુજ કે. શુક્લનું જ્યોતિષ કેલેન્ડર: ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે! આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ પં. અનુજ કે. શુક્લનું 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે તમે જાણી શકશો કે, તમારો કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારું કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે.
આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિહ્નો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિહ્ન ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈ પણ ખાસ રહેશે નહિં.
કેલેન્ડરમાં દર્શાવેલા ચિહ્નોનો અર્થ-
હૃદય - આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
સ્મિત-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ
આ મહિને તમારા માન-સન્માનમાં વધારો થશે. નાણાકીય દ્રષ્ટિએ આ માસ સામાન્ય રહેશે. તેની સાથે જ કેટલાક પ્રશ્નો તમારો પીછો ન છોડતા તમે નિરાશ રહેશો. પ્રેમ જીવન માટે આ મહિનો કોઈ ખાસ જણાતો નથી

વૃષભ
પ્રેમી યુગલો એકબીજા સાથે કોઈ પ્રવાસ કરી શકે છે. મકાનની ખરીદી કે વેચાણ કરનારા જાતકો માટે 1, 17 માર્ચ શુભ રહેશે. નાણાકીય પ્રશ્નોને લઈ તમે ચિંતામાં રહેશો. આ સમયે તમને કંઈક કરવાનું મન થશે નહિં.

મિથુન
માર્ચ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે. ભાગ્ય તમારી સાથે છે, નવું કામ શરૂ કરવા ઈચ્છતા લોકો માટે 2, 3, 14, 16, 22, 26 માર્ચ ઉત્તમ રહેશે. મિલકતની ખરીદી કે વેચાણ દ્વારા નફો મેળવી શકશો.

કર્ક
આ મહિને સંબંધિઓથી અંતર જાળવીને ચાલજો. ભાગ્નો ભરપૂર સાથ છે. 8, 22 માર્ચે અચાનક ધનલાભ થઈ શકે છે. કૌટુંબિક સુખોમાં ઘટાડો આવશે. જેથી તમે નિરાશ રહેશો. સાથે જ કેટલાક એવા પ્રસંગો પણ બનશે જે તમારી ખુશીઓ વધારી દેશે.

સિંહ
વેપારની નવી તકો મળી રહેશે. આર્થિક લાભનો યોગ બની રહ્યો છે. આ સમય પ્રેમ જીવનમાં ચાર ચાંદ લાગાવશે. જેઓ તેમના પ્રેમને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા ઈચ્છે છે તેમની માટે આ સમય ઉત્તમ છે. આ સમયે જે પણ કામ કરશો તે દરેકમાં સફળતા મળશે.

કન્યા
આ મહિને ધાર્મિક અનુષ્ઠાનોમાં ખર્ચ થવાથી તમારી ચિંતા વધી શકે છે. બચત કરવા અક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ આ સમયે સામાન્ય રહેશે. આરોગ્યને લઈ બેદરકાર બનવું નહિં, આરામ માટે સમય કાઢવાનું ભૂલશો નહિં.

તુલા
નોકરી કરનારા જાતકોને પદ-પ્રતિષ્ઠા મળી શકે છે. પ્રેમી યુગલો માટે માર્ચ ઉત્તમ સમય છે. જેઓ લગ્નગ્રંથિથી જોડાવા માંગે છે તેમની ઈચ્છા આ સમયે પૂરીં થશે. જેઓ એકલા છે તેમના જીવનમાં કોઈ નવી વ્યકિતનું આગમન થઈ શકે છે.

વૃશ્ચિક
તમારુ વલણ જડ ન રહે તેનું ધ્યાન રાખજો. તેનાથી તમારા સંબંધોમાં કડવાશ વધી શકે છે, નજીકના લોકો તમારાથી રિસાઈ શકે છે. નાણાકીય સ્થિતિ તમારી ચિંતાનું કારણ બનશે. પ્રેમી પંખીડા એકબીજા સાથે સમય વિતાવી ખુશ થશે.

ધન
તમારી યોજનાઓને ગુપ્ત રાખજો. તમારી મહેનત આ સમયે રંગ લાવશે. નવા વેપારમાં તમે નફો મેળવતા થશો. ભાગ્ય તમારી સાથે છે, જેથી તમારો આત્મ-વિશ્વાસ આ સમયે બમણો રહેશે.

મકર
મિત્ર કે સંબંધિથી આ મહિને તમને નુકશાન થશે, જેથી તમે અત્યંત દુઃખી રહેશો. આ સમયે હતાશા છવાયેલી રહેશે. ગુસ્સાને નિયંત્રણમાં રાખજો. આ સમયે ભાગ્ય તમારી સાથે છે, જેથી તમને ઉન્નતિ માટે અનેક તકો મળશે, જેનો લાભ લેવાથી ચૂકશો નહિં.

કુંભ
સરકારી મુદ્દાઓમાં આ સમયે સાવધાન રહેજો. નવી મિલકત કે વાહનની ખરીદી થવાનો યોગ છે. પ્રેમી યુગલો એકરાર માટે અથવા એકબીજા સાથે સમય વિતાવવા 8, 22, 23 માર્ચની પસંદગી કરી શકો છો, તમને સફળતા જરૂર મળશે.

મીન
માર્ચ મહિનો તમારા માટે શુભ યોગ લઈને આવી રહ્યો છે. અનેક નવા કાર્યો, અનુષ્ઠાનો કરશો, જેમાં નાણાખર્ચ વધશે. આ મહિને અચાનક ધનલાભનો યોગ છે. જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.