• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Astro Calendar:સપ્ટેમ્બર 2017 નું જ્યોતિષ કેલેન્ડર

By desk
|

પં. અનુજ કે. શુક્લ જ્યોતિષ કેલેન્ડર : ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે માટે જુઓ જ્યોતિષ કેલેન્ડર. આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈપણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ-

હૃદય-આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.

વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.

મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.

સ્માઈલ-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.

ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.

સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.

સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

વ્યક્તિત્વ અને વ્યવસાય બંનેમાં પ્રગતિ આવશે. મિલકતની ખરીદી કે વેચાણના શુભ યોગ છે. પણ કોઈ કારણથી તમે ઉદાસ રહેશો. આ માસ પ્રેમી યુગલો અને પતિ-પત્નીના સંબંધો માટે અત્યંત લાભકારી છે. પરસ્પર પ્રેમમાં વધારો થશે. જીવનમાં પ્રેમની હાજરી સુરક્ષાની ભાવના આપશે.

વૃષભ

વૃષભ

વધુ પડતી શંકાઓ અને તમારા કારણ વિનાના ડર પર અંકુશ લાવવાનો પ્રયત્ન કરજો. જે કામ કરવાનું મન થાય તેમાં વધુ વિચારશો નહિં, ભાગ્ય તમારી સાથે છે સફળતા જરૂર મળશે. નાણાકીય સ્થિતિમાં દિવસેને દિવસે વધારો થશે. કોઈ સ્ત્રોત દ્વારા તમને મોટો નાણાકીય ફાયદો પણ થઈ શકે છે. વેપારમાં નવા કરારો કરવાનો ઉત્તમ સમય છે.

મિથુન

મિથુન

કૌટુંબિક સુખમાં વધારો થશે. પરિવારના સભ્યો તમારી મદદ માટે હંમેશા હાજર રહેશે. આ માસ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યુ છે. નાણાકીય લાભને લઈ મન પ્રસન્ન રહેશે. પ્રેમીનો ભરપૂર પ્રેમ મેળવી શકશો, તેમની સાથે રોમેંટિક સમય વિતાવી શકશો.

કર્ક

કર્ક

કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. જેનાથી ભાગવા કરતા તેને નિભાવજો, તેમાં જ સાચુ સુખ છે. આ સમય દરમિયાન કોઈ મિલકતની ખરીદી કે વેચાણ અથવા વાહનની ખરીદી થઈ શકે છે. જેમાં તમે ઘણો સારો નફો પણ કમાઈ શકશો. આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર સારી બનતી જશે, જેથી ઘણી સારી બચત પણ કરી શકશો.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે આ માસ મિશ્રિત પ્રકારનો રહેશે. પળવારમાં જીવનમાં સુખ આવી જશે, તો પળવારમાં એવું કંઈક બની જશે કે જેથી તમે દુઃખી થઈ જશો. વ્યવસાયના કામો તમને ચિંતા કરાવી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં મિઠાશ વધવાથી લગ્નજીવન સુખમય રહેશે. ભાગ્યનો ઘણો સારો સાથ મેળવશે. ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરી શકશો.

કન્યા

કન્યા

આ માસ દરમિયાન મનમાં સકારાત્મક વિચારો ઉત્પન્ન થશે. અન્યના હિતનું વિચારશો, બીજા માટે કંઈક કરવાનું મન થશે. કંઈ નવું શરૂ કરવાનું વિચારતા જાતકો માટે 12, 30 તારીખ ઉત્તમ છે, જે દરમિયાન તમે સફળ થઈ શકશો. પ્રેમ જીવન માટે સમય સારો છે, એકરાર કરવાનું વિચારી રહ્યા હોય તેઓ વધુ રાહ જોશો નહિં.

તુલા

તુલા

આ સમય દરમિયાન તમે પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખશો. કંઈક ને કંઈક નવું કરતા રહેશો. તમારો ઘણોખરો સમય તમે પ્રેમીના આલિંગન હેઠળ વિતાવશો. તમારુ મોટાભાગનું જીવન તેમની આગળ પાછળ વણાયેલુ રહેશે. સાથી તરફથી પણ તમને પૂરતો પ્રેમ મળી રહેશે, જેથી તમે ખુશ રહેશો.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ સમયે કોઈના કોઈ કારણે તમારા ઘરે મુલાકાતીઓની કતાર ચાલુને ચાલુ રહેશે. જેની આગતા-સ્વાગતામાં તમે વ્યસ્ત રહેશો. જે કારણથી તમારા પોતાના ઘણા કામો અટકેલા રહેશે. તેથી તમારા મન પર ઉદાસી છવાયેલી રહેશે. નવું ઘર વસાવવાનુ વિચારતા હોય તેઓ 27 અને 30 તારીખની પસંદગી કરી શકે છે.

ધન

ધન

આર્થિક દ્રષ્ટિએ તમારો સમય અત્યંત અનુકૂળ છે. ભાગ્યનો સાથ મળી રહેવાથી જે પણ ધારશો તે મેળવી શકશો. નવું ઘર ખરીદી શકો છો અથવા રિયલ એસ્ટેટમાં સારુ એવું રોકાણ કરી શકો છો. જેમાં તમને ઘણો સારો ફાયદો પણ થશે. કૌટુંબિક જવાબદારીઓને લઈ થોડી ચિંતા જરૂર રહેશે, પણ તમારી ખુશીઓ આગળ તે સાવ નજીવી રહેશે.

મકર

મકર

મકર રાશિના જાતકો માટે આ માસ અત્યંત ફળદાયી સાબિત થશે. નવો વેપાર કે નવી નોકરી શરૂ કરવાની ઈચ્છા ધરાવતા જાતકો માટે આ માસ ઉત્તમ રહેશે. ભાગ્યનો સાથ મળી રહેવાથી ધારેલા જે પણ કામ કરશો તેમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં કોઈ મહત્વની વ્યક્તિ આવી શકે છે, જે તમારુ સંપૂર્ણ જીવન બદલી શકે છે.

કુંભ

કુંભ

પ્રેમી યુગલો એકબીજા સાથે ભરપૂર સમય વિતાવી શકશે. સાથે હરવા-ફરવા, ડિનર કરવા અથવા લાંબા ગાળાના પ્રવાસે જઈ શકો છો. આ મહિને તમારા પર પ્રેમનો વરસાદ વરસશે. તેની સાથે જ કેટલીક આફતો તમારા જીવનમાં આવી શકે છે, પરિણામે સાવધાન રહેજો.

મીન

મીન

સંગીત, નાટક અને એક્ટિંગ સાથે જોડાયેલા જાતકોને આ માસ દરમિયાન નવા અવસરો મળી શકે છે. મીન રાશિના જાતકો માટે આ માસ અત્યંત ફળદાયી રહેશે. તમારી ખુશીઓ બમણી થશે, આર્થિક સ્થિતિમાં મજબૂતાઈ આવશે. પૈસાનો વરસાદ થઈ શકે છે. અનેક નવી તકો તમારી સામે આવશે, જેનો લાભ લઈ મોટો નફો મેળવી શકશો.

English summary
Astro calendars show when the stars favour particular zodiac sign. Monthly horoscope for Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more